બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / વિશ્વ / Isolate 1500 students as corona cases increase at a university in China

ભારે કરી / કોરોનાએ વરસાવ્યો કાળો કહેર! આ દેશમાં એક ઝાટકે 1500 વિદ્યાર્થીઓને કરાયા આઈસોલેટ, તંત્ર થયું દોડતું

Ronak

Last Updated: 04:50 PM, 15 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનથી શરૂ થયેલા કોરોના વાયરસે ફરી ચીનમાં આતંક ફેલાવ્યો છે. જેમા દાલિયાન જિલ્લામાં આવેલ યુનિવર્સિટીમાં કેસ નોંધાતા તંત્ર દ્વારા 1500 વિદ્યાર્થીઓને આઈસોલેટ કરવામાં આવ્યા છે.

  • ચીનમાં ફરી કોરોનાએ ફેલાવ્યો આતંક
  • 1500 વિદ્યાર્થીઓને આઈસોલેટ કરવામાં આવ્યા 
  • સંક્રમણને રોકવા તંત્ર એકશન મોડમાં 

ચીનથી શરૂ થયેલા કોરોના વાયરસે ફરી એક વખત ચીનમાં આતંક ફેલાયો છે. અહીયા આવેલ એક યુનિવર્સિટીમાં કોરોના સંક્રમણ વધી ગયું જેના કારણે અહીયા 1500 કરતા વધારે વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંજ આઈસોલેટ કરવામાં આવ્યા છે. જેના કારણે વિદ્યાર્થીઓમાં પણ ભયનો માહોલ ફેલાયેલો છે. 

દાલિયાન પ્રાંતમાં આવેલ યુનિવર્સિટીમાં વધ્યા કેસ 

ચીનના દાલિયાન પ્રાંતમાં નોર્થ વેસ્ટર્ન સિટીમાં ઝુંગાઝે યૂનિવર્સિટી આવેલ છે. જ્યા રવિવારના દિવસે કોરોનાના ઘણા બધા કેસો સામે આવ્યા જેના કારણે યૂનિવર્સિટી કેમ્પસને સીલ કરી દેવામાં આવ્યો છે. સાથેજ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ હોટલોમાં અને હોસ્ટલોમાં મોકલી દેવામાં આવ્યા છે. જ્યાથી તેઓ ઓનલાઈન ક્લાસ ભરી રહ્યા છે. 

સરકાર અને તંત્ર એકશન મોડમાં 

ચીનમાં વધી રહેલા કોરોનાના કેસને કારણે ત્યાની સરકાર હવે તુરંત મોટા નિર્ણયો લઈ રહી છે. થોડા ઘણા કેસ પણ જો સામે આવે તો ચીન તુરંત લોકડાઉન લગાવી દે છે. ક્વોરન્ટીન, ટેસ્ટિંગ અને ટ્રાવેલ પર રજિસ્ટ્રેશન હવે અહીયાની લોકો માટે સામાન્ય બાબત બની ગઈ છે. જોકે સંક્રમણને કાબૂમાં રાખવા અહીયા વેક્સિનેશન અભિયાન પણ પૂર જોશમાં ચાલી રહી્યું છે. 

બૂસ્ટર ડોઝ આપવાની તૈયારી 

કોરોનાને કાબૂમાં લેવા માટે અહીયાની સરકાર બૂસ્ટર ડોઝની તૈયારી કરી રહી છે. સાથેજ સરકાર દ્વારા અહીયા અમુક નિયમો પણ બનાવામાં આવ્યા છે. જેમકે રાજધાની બેઈજિંગમાં જો કોઈ યાત્રીએ જવું હોય તો તેણે નેગેટિવ રિપોર્ટ કઢાવો ફરજિયાત છે. જેમા તે રિપોર્ટ 48 કલાક જૂનો હોવો જોઈએ.

 24 કલાકમાં 32 કેસ નોંધાયા 

ઉલ્લેખનીય છે ચીનમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 32 કેસ સામે આવ્યા છે. જેમા 25 કેસ તો માત્ર દાલિયાન જિલ્લામાં સામે આવ્યા છે. જોકે આટલા ઓછા કેસ આવ્યા હોવા છતા પણ ચીનની સરકાર કડક નિર્ણયો અમલમાં મૂકી રહી છે. જેથી સંક્રમણને કાબૂમાં રાખી શકાય. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ