શું તમને પણ એવું લાગે છે કે તમારા સ્માર્ટફોનમાં પણ ઈન્ટરનેટ સ્પીડ ધીમી છે? તો આ સમાચાર તમારા કામના છે. ફોનમાં ઈન્ટરનેટ સ્પીડ વધારવાની આ ટિપ્સ જાણી લો
શું તમારા સ્માર્ટફોનમાં પણ ઈન્ટરનેટ સ્પીડ ધીમી છે?
ફોનમાં ઈન્ટરનેટ સ્પીડ વધારવાની આ ટિપ્સ જાણી લો
ઈન્ટરનેટ સ્પીડ વધારવા પહેલા બેકગ્રાઉન્ડ એપ્સ બંધ કરો
સ્લો ઈન્ટરનેટ એ સૌથી કંટાળાજનક પરિસ્થિતિમાંથી એક છે. તેને કારણે પહેલા તો કોઈ પણ યુઝરનું કામ અટકી જાય છે. બીજી તરફ વ્યક્તિ છેતરાતો હોય એવું પણ અનુભવે છે કારણ કે એ વ્યક્તિએ તે હાઇ-સ્પીડ ડેટા માટે નોંધપાત્ર રકમ ખર્ચી હોય છે. શું તમને પણ એવું લાગે છે કે તમારા સ્માર્ટફોનમાં પણ ઈન્ટરનેટ સ્પીડ ધીમી છે? તો આ સમાચાર તમારા કામના છે.
ફોનમાં ઈન્ટરનેટ સ્પીડ વધારવાની આ ટિપ્સ જાણી લો
આ જેટલી લાગી રહી છે એટલું મોટી સમસ્યા નથી. સ્લો ઈન્ટરનેટની સમસ્યાને તમે તેને ખૂબ જ સરળતાથી ઠીક કરી શકો છો. જો કે આ માટે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. સ્માર્ટફોન યુઝર્સ હંમેશા એમના ઈન્ટરનેટ સ્પીડ વધારવા માટે ટિપ્સ શોધતા રહે છે અને એવામાં એવો પણ વિચાર આવે છે કે Wi-Fi પર સ્વિચ કરી જવું જોઈએ જેમાં ફાસ્ટ ઈન્ટરનેટ અને સારી ઇન્ટરનેટ કનેક્ટિવિટી પણ મળી રહે છે પણ આટલું મોટું પગલું ભરતા પહેલા તમારે ફોનમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આજે અમે તમને ફોનમાં ઈન્ટરનેટ સ્પીડ વધારવા વિશે મહત્વની બાબતો જણાવવા જઈ રહ્યા છીએ.
બેકગ્રાઉન્ડ એપ્લિકેશનો બંધ કરો
તમને તમારા મોબાઈલમાં ઈન્ટરનેટની સ્પીડ ધીમી મળે છે, તો સૌથી પહેલા બેકગ્રાઉન્ડ એપ્સ બંધ કરો. ઘણી વખત બેકગ્રાઉન્ડ એપ્સની સંખ્યા ઘણી વધારે હોય છે, જેના કારણે મોબાઈલ ઈન્ટરનેટ સ્લો થઈ જાય છે.
ઓટો અપડેટ્સ બંધ કરો
એન્ડ્રોઈડ મોબાઈલમાં સુપર ફાસ્ટ ઈન્ટરનેટ સ્પીડ માટે, એપ્સના ઓટો-અપડેટ્સ બંધ કરો. વાસ્તવમાં ઓટોમેટિક અપડેટ્સ ઘણો ડેટા વાપરે છે, જે ઇન્ટરનેટની સ્પીડને ધીમી કરે છે.
DNS ચેન્જર એપ્સ
મોબાઈલમાં ઈન્ટરનેટ સ્પીડ વધારવા માટે તમે DNS ચેન્જર એપ્સની મદદ લઈ શકો છો, જે ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. ધ્યાનમાં રાખો કે આ એપ્લિકેશનને કેટલીક મહત્વપૂર્ણ પરવાનગીઓની જરૂર છે.
નેટવર્ક સિગ્નલ તપાસો
ઈન્ટરનેટ સ્પીડ ચેક કરતા પહેલા નેટવર્ક સિગ્નલ પર ધ્યાન આપો. જો તમને સંપૂર્ણ સિગ્નલ નથી મળી રહ્યા, તો વધુ સારા નેટવર્ક એરિયામાં આવવાની જરૂર છે, તો જ વાસ્તવિક ઇન્ટરનેટ સ્પીડ જાણી શકાશે.
નિયમિત cache સાફ કરો
મોબાઇલમાં cache જનરેટ થાય છે, જેને નિયમિતપણે સાફ કરવું જોઈએ. જો તમે આમ નહીં કરો તો મોબાઈલ અને ઈન્ટરનેટ બંનેની સ્પીડ ધીમી થઈ શકે છે. આ માટે તમે ફોનના સેટિંગમાં એપ્સની અંદરની એપ્સના નામની સાથે cache ફાઈલ્સને ક્લિયર કરી શકો છો.
ડેટા સેવરનો ઉપયોગ કરો
મોબાઇલમાં સારી ઇન્ટરનેટ સ્પીડ માટે, તમે ડેટા સેવર વિકલ્પને ચાલુ કરી શકો છો, જે બેકગ્રાઉન્ડમાં ડેટાના વપરાશને પ્રતિબંધિત કરે છે. તેની મદદથી ડેટાનો વપરાશ પણ ઓછો થાય છે. ડેટા સેવર ચાલુ કરવા માટે, મોબાઇલ સેટિંગ્સ પર જાઓ, નેટવર્ક અને ઇન્ટરનેટ હેઠળ ડેટા વપરાશ પર ક્લિક કરો અને ડેટા સેવર ચાલુ કરો. ડેટા સેવર ચાલુ કરો
સોફ્ટવેર અપડેટ કરો
મોબાઈલમાં સારી સ્પીડ અને મજબૂત ઈન્ટરનેટ સ્પીડ માટે ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ કરવી જોઈએ. આ માટે મોબાઈલના સેટિંગમાં જઈને સોફ્ટવેર અપડેટમાં જઈને મોબાઈલ અપડેટ કરો.