બ્રેકિંગ ન્યુઝ
Vidhata
Last Updated: 11:22 AM, 14 April 2024
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ તણાવ હજુ ખતમ થયો નથી અને હવે બીજું યુદ્ધ શરૂ થવાના આરે છે. ઈરાને ઇઝરાયેલ સામે મોરચો ખોલ્યો છે. શનિવારની મધ્યરાત્રિએ, જ્યારે આખી દુનિયા ઊંઘી રહી હતી, ત્યારે ઇરાકે ઇઝરાયેલ પર શ્રેણીબદ્ધ હુમલા કરી દીધા. ઈરાને ઇઝરાયેલ પર લગભગ 200 થી વધુ બેલિસ્ટિક અને ક્રુઝ મિસાઈલો છોડી. આ સાથે 150થી વધુ ડ્રોન હુમલા કર્યાં. અડધી રાત્રે થયેલા આ હુમલાથી ખળભળાટ મચી ગયો. લોકો પોતાનો જીવ બચાવવા માટે ગમે-તેમ ભાગવા લાગ્યા.
ADVERTISEMENT
ઈરાને ઇઝરાયેલ પર કરેલા હુમલાના ઘણા વીડિયો સામે આવ્યા છે. જેમાં હુમલાનું ભયાનક દ્રશ્ય સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. દુનિયાભરના દેશોની નજર હવે આ નવા યુદ્ધ પર ટકેલી છે. વિશ્વના ઘણા દેશોએ આ હુમલા અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. ઘણા દેશો દેશો ઇઝરાયેલની મદદ માટે તેની સાથે ઉભા છે. જયારે ઘણા દેશો ઈરાનને સમર્થન આપી રહ્યા છે. એટલે કે સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો ઈરાનના હુમલાએ સ્પષ્ટ કરી દીધું છે કે કયો દેશ કોની સાથે છે. ચાલો જાણીએ કે આ યુદ્ધમાં કયો દેશ કોનું સમર્થન કરી રહ્યો છે.
ADVERTISEMENT
જોર્ડન, અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન એ દેશોમાં સામેલ છે કે જે ઇઝરાયેલનો સાથ આપી રહ્યા છે. જોર્ડન એરફોર્સે હુમલો કરીને ઈરાની ડ્રોન અને મિસાઈલોને તોડી પાડી. એવામાં ઇઝરાયેલના પીએમ નેતન્યાહુએ અમેરિકા ઉપરાંત બ્રિટન, ફ્રાન્સ અને અન્ય દેશોના વખાણ કર્યા છે.
Forces shooting down Iranian drones targeting Israel, says US defence official
— ANI Digital (@ani_digital) April 14, 2024
Read @ANI Story | https://t.co/z55RlfSFJQ#Israel #Iran #US pic.twitter.com/4w8CHHWE2b
લેબનોન, સીરિયા, યમન અને ઇરાક - આ દેશોએ ઈરાનને તેમની એરસ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. આ દેશોમાં ઈરાની ઠેકાણાઓ પરથી ઇઝરાયેલ પર હુમલો કરવામાં આવ્યો હતો. ઈરાનને મદદ કરવા માટે આ દેશોએ સાથે મળીને પોતાની મિસાઈલો છોડી હતી. જ્યારે સાઉદી અરેબિયા, તુર્કી અને ઇજિપ્તે અમેરિકાને તેમના એરબેઝનો ઉપયોગ કરવાની મંજૂરી આપી ન હતી.
વધુ વાંચો: Iran-Israel War: 'એટેકનો જવાબ મળશે' ઈરાનના હુમલા બાદ ઈઝરાયલની વોર્નિંગ, મહાયુદ્ધના ભણકારા
હવે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે શરૂ થયેલા આ યુદ્ધને લઈને દુનિયાના તમામ મોટા દેશોના મંતવ્યો પણ સામે આવશે. સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા અને ચીન જેવા દેશો ઇઝરાયેલને ખુલ્લેઆમ સમર્થન કરશે અને તેને દરેક રીતે મદદ કરશે. તે જ સમયે, ઈરાન વિરુદ્ધ યુએનએસસીમાં કોઈપણ ઠરાવ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.