બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 Points Table: This team is sure to go to the playoffs! Know whose trouble has increased

IPL 2023 / આ ટીમનું પ્લેઓફમાં જવાનું નિશ્ચિત, તો અનેક વખત ટાઇટલ જીતનાર આ ટીમની વધી મુસીબત! જાણો પોઈન્ટ ટેબલનો હાલ

Megha

Last Updated: 01:33 PM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રવિવારે રમાયેલી બે મેચ બાદ પોઈન્ટ ટેબલમાં ઘણો બદલાવ જોવા મળી રહ્યો છે. જે ટીમ અત્યાર સુધી નંબર વન હતી તે હવે નીચે આવી ગઈ છે, ચાલો જોઈએ પોઈન્ટ ટેબલનો હાલ

  • IPL 2023માં દરેક ટીમે લગભગ છ થી સાત મેચ રમી છે
  • તમામ ટીમોને 14 મેચ રમવાની તક મળે છે
  • રવિવારે રમાયેલી મેચ બાદ પોઈન્ટ ટેબલમાં ઘણો બદલાવ જોવા મળ્યો 

IPL 2023માં દસ ટીમોએ તેમની છ થી સાત મેચ રમી છે અને તે દરમિયાન પોઈન્ટ ટેબલ ખૂબ જ રસપ્રદ બની ગયું છે. જણાવી દઈએ કે IPLના લીગ તબક્કામાં તમામ ટીમોને 14 મેચ રમવાની તક મળે છે અને તેમાંથી ટોચની ચાર ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થાય છે અને બાકીની છ ટીમો માટે IPLની સફર પૂરી થાય છે. એવામાં આ દરમિયાન રવિવારે રમાયેલી બે મેચ બાદ પોઈન્ટ ટેબલમાં ઘણો બદલાવ જોવા મળી રહ્યો છે. જે ટીમ અત્યાર સુધી નંબર વન હતી તે હવે નીચે આવી ગઈ છે અને એ સામે સૌથી નીચેની ટીમોએ પોતપોતાની મેચો જીતીને આગળનું સ્થાન બનાવી લીધું છે. આ દરમિયાન નવું પોઈન્ટ ટેબલ હવે ઘણું રસપ્રદ બની ગયું છે. સાથે એ પણ જોવામાં આવી રહ્યું છે કે પ્લેઓફમાં જવા માટે કઇ પ્રબળ દાવેદાર ટીમો છે. 

સંજુ સેમસનની કપ્તાનીવાળી રાજસ્થાન રોયલ્સ ટીમ લાંબા સમયથી પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર હતી, પરંતુ હવે તેણે નંબર વનનું સ્થાન ગુમાવ્યું છે અને એમએસ ધોનીની કપ્તાનીવાળી સીએસકે હવે ટોચ પર પોતાનું સ્થાન સુરક્ષિત કરી લીધું છે. ચલાઓ જોઈએ પોઈન્ટ ટેબલનો હાલ.. 

- ચેન્નાઈ સુપર કિંગ્સે અત્યાર સુધીમાં સાત મેચ રમી છે અને તેમાંથી પાંચમાં જીત મેળવી છે અને બેમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમના હવે દસ પોઈન્ટ છે. CSK એકમાત્ર એવી ટીમ છે, જેણે પાંચ મેચ જીતીને દસ પોઈન્ટ મેળવ્યા છે, 
- બીજા નંબરે પહોંચેલી રાજસ્થાન રોયલ્સે સાતમાંથી ચાર મેચ જીતી છે અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમના આઠ પોઈન્ટ છે પણ તેમ છતાં RR પાસે CSK કરતા વધુ નેટ રન રેટ છે, એટલે કે જો રાજસ્થાન રોયલ્સ ટીમ તેની આગામી મેચ જીતીને દસ પોઈન્ટ મેળવે છે તો તેની પાસે ફરીથી નંબર વન બનવાની તક રહેશે. 
- ટોચની બે ટીમો પછી જો બાકીની બે ટીમોની વાત કરીએ તો LSG ત્રીજા નંબરે છે જે હવે બીજાથી ત્રીજા નંબર પર આવી ગઈ છે. એલએસજીએ તેની સાતમાંથી ચાર મેચ જીતી છે અને ત્રણમાંથી બેમાં હારનો સામનો કરવો પડ્યો છે. 
- ગુજરાત ટાઈટન્સની ટીમ હજુ પણ ચોથા નંબર પર છે. ટીમે છમાંથી ચાર મેચ જીતી છે અને બેમાં હારનો સામનો કરવો પડ્યો છે. એટલે કે આ સમયે ટોપ 4 ટીમો વચ્ચે રસપ્રદ જંગ ચાલી રહ્યો છે. 

IPL 2023 Points Table

હવે એ ટીમો વિશે પણ વાત કરીએ જે ટોપ 4માં નથી પરંતુ સારું પ્રદર્શન કરી રહી છે અને તેમની ટોપ પર પહોંચવાની શક્યતાઓ ઘણી વધારે છે. 
 
- RCB હવે IPL 2023ના પોઈન્ટ ટેબલમાં પાંચમાં નંબરે પહોંચી ગયું છે, જે બે મેચ માટે વિરાટ કોહલીની આગેવાની હેઠળ છે. આરસીબીએ સાતમાંથી ચાર મેચ જીતી છે અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે. 
- છઠ્ઠા નંબર પર પંજાબ કિંગ્સનો કબજો છે, ટીમે સાતમાંથી ચાર મેચ જીતી છે અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમના આઠ પોઈન્ટ છે. 
- સાતમા નંબરે મુંબઈ ઈન્ડિયન્સ છે, જેની કેપ્ટન્સી રોહિત શર્માની છે, ટીમ છમાંથી માત્ર ત્રણ મેચ જીતી શકી છે, જ્યારે ત્રણમાં હાર થઈ છે. ટીમના છ પોઈન્ટ છે. અત્યાર સુધીમાં પાંચ આઈપીએલ ટાઈટલ જીતનારી ટીમ આ વખતે સારું પ્રદર્શન કરી શકી નથી. 
- KKRની ટીમ હવે આઠમા નંબર પર પહોંચી ગઈ છે. ટીમ સાતમાંથી માત્ર બે મેચ જીતી શકી છે અને સાતમાં હાર થઈ છે. 
- સનરાઇઝર્સ હૈદરાબાદ નવમાં છે, જેણે છમાંથી માત્ર બે મેચ જીતી છે અને ચારમાં હારનો સામનો કરવો પડ્યો છે. 
- દિલ્હી કેપિટલ્સ ટીમ દસમા ક્રમાંક પર સંઘર્ષ કરી રહી છે. ટીમે છમાંથી માત્ર એક જ મેચ જીતી છે અને તેના બે પોઈન્ટ છે. આ રીતે, દિલ્હી કેપિટલ્સ માટે પ્લેઓફની રેસ હવે ઘણી દૂર લાગે છે. જો ટીમ અહીંથી તેની તમામ મેચો જીતે છે, તો જ કંઈક થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ