બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Investigation started in the case of beating and electrocuting a student in Jasdan

કાર્યવાહી / જસદણમાં વિદ્યાર્થીને માર મારી કરંટ આપવા મામલે તપાસ શરૂ, તાલુકા શિક્ષણ અધિકારીની ટીમે ગૃહપતિ અને શિક્ષકોની કરી પૂછપરછ

Malay

Last Updated: 03:30 PM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જસદણના આંબરડીમાં વિદ્યાર્થીને માર મારી કરંટ આપવા મામલે તાલુકા શિક્ષણ અધિકારીની ટીમે તપાસ શરૂ કરી છે. ટીમ દ્વારા ગૃહપતિ અને શિક્ષકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

 

  • વિદ્યાર્થીને માર મારી કરંટ આપવા મામલે કાર્યવાહી
  • જીવન શાળામાં તપાસ ટીમે કરી તપાસ
  • ગૃહપતિ અને શિક્ષકોની કરી પૂછપરછ

જસદણના આંબરડી ગામની જીવન શાળામાં સફાઈ બાબતે વિદ્યાર્થી સાથે ગૃહપતિએ અમાનવીય વર્તન કરીને વીજ શોક આપ્યાની ચકચારી ઘટના બહાર આવતા રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા તાલુકાના અધિકારીને સ્થળ જઈ જાત તપાસ કરવાની સૂચના આપવામાં આવતા આજે તાલુકા શિક્ષણ અધિકારીની ટીમ આંબરડી ગામે પહોંચી છે. 

શાળામાં પહોંચી તપાસ ટીમ
તાલુકા શિક્ષણ અધિકારીની ટીમ જીવન શાળામાં તપાસ અર્થે પહોંચી છે. ટીમ દ્વારા જીવન શાળાના ગૃહપતિ અને શિક્ષકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.  વિદ્યાર્થીને તાલિબાની સજા આપવા મામલે સમાજ સુરક્ષા પણ શાળાની તપાસ કરે તેવી શક્યતા છે. 

શું છે સમગ્ર મામલો?
જસદણના આંબરડીથી શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. વિદ્યાર્થીએ સફાઈ કરવાની મનાઈ કરતા ગૃહપતિએ વીજકરંટ આપ્યાનો દાવો કરવામાં આવ્યો છે. વાસ્તવમાં આંબરડી ગામમાં આવેલી જીવન શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતા ધામક જીલાભાઈ મેમરીયા નામનો છાત્ર ગઈકાલે હોસ્ટેલમાં હતો. એ સમયે ગૃહપતિ દ્વારા ધામકને બગીચો સાફ કરવા કહેવામાં આવ્યું હતું. પરંતુ વિદ્યાર્થીએ એવું કહ્યું હતું કે, 'હું એક બે દિવસ બાદ બગીચો સાફ કરી લઈશ.' એ સાંભળીને ગૃહપતિ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે બાળકને રૂમમાં લઈ જઈએ વીજ શોક આપ્યો હતો. 

બાળકના માતા-પિતા

પરીવારજનોએ કર્યો આ આક્ષેપ
વિદ્યાર્થીએ જણાવ્યું કે, રૂમમાં ગયા બાદ વીજળી તેના શરીરને સ્પર્શી હતી અને એ બાદ શું થયું એ તેને કહી  જ યાદ નથી. હાલ બાળકની રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.  હાલ બાળકની હાલત ગંભીર હોવાનું માલૂમ પડી રહ્યું છે. પરીવારજનોએ આક્ષેપ છે કે, સફાઈની ના પાડતા તાલીબાની સજા અપાઈ છે. હોસ્ટેલના સંચાલકો કહે છે કે, આંબલી ખાવા ચડ્યો હોવાથી પડતા ઇલેટ્રીક કરંટ લાગ્યો છે. પરીવારજનો આ બચાવને નકાર્યો છે. જે ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. પરંતુ આ સમગ્ર ઘટનામાં સત્ય શું છે તે તપાસનો વિષય છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ