ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:48 PM, 9 January 2025
ADVERTISEMENT
હાલના સમયમાં આર્થિક રૂપે સુરક્ષિત રહેવું દરેક વ્યક્તિની પ્રાથમિકતા હોવી જોઈએ. આની માટે બચત અને યોગ્ય ઇન્વેસ્ટની પસંદ ખૂબ જરૂરી છે. તમે પણ પોતાના રૂપિયા કોઈ પણ જોખમ વિના સુરક્ષિત રાખવા ઈચ્છો છો અને તેના પર સારું રિટર્ન મેળવવા ઈચ્છો છો, તો પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (PPF) સ્કીમ તમારી માટે બેસ્ટ વિકલ્પ છે. આ સ્કીમમાં તમે ઓછામાં ઓછા 500 રૂપિયા વાર્ષિક ઇન્વેસ્ટ કરીને શરૂ કરી શકો છો અને એક વર્ષમાં મેક્સિમમ 1.5 લાખ રૂપિયા આમાં ઈન્વેસ્ટ કરી શકે છે.
ADVERTISEMENT

PPF સ્કીમ શું છે?
ADVERTISEMENT
PPF એક સરકારી યોજના છે, જે તમારે પોતાના પૈસાને સુરક્ષિત રાખવાની સાથે સારું વ્યાજ દરનો લાભ પણ આપે છે. આ સ્કીમ સંપૂર્ણ પણે જોખમ મુક્ત છે. કારણ કે આની ગેરંટી સરકાર પોતે આપે છે. વર્તમાનમાં PPF પર લગભગ 7.1% વાર્ષિક વ્યાજ મળે છે, જે અન્ય પારંપરિક બચત યોજનાઓની તુલનામાં વધારે છે.

ADVERTISEMENT
PPF માં ઇન્વેસ્ટ કેવી રીતે કરવું?
આ સ્કીમમાં તમે વાર્ષિક મિનિમમ 500 રૂપિયા અને મેક્સિમમ 1.5 લાખ રૂપિયા સુધી ઈન્વેસ્ટ કરી શકો છો. જો તમે દરરોજ 100 રૂપિયા બચાવે છે, તો આ 3,000 રૂપિયા દર મહિનો અને વાર્ષિક 36,000 રૂપિયા હોય છે. આ રકમને તમે પોતાના PPF ખાતામાં જમા કરી શકો છો. 15 વર્ષ સુધી નિયમિત ઇન્વેસ્ટ કરવા પર તમે કુલ 5.40 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટ કરશો. આ ઇન્વેસ્ટ પર 7.1% વ્યાજ પ્રમાણે લગભગ 4.36 લાખ રૂપિયા વ્યાજ મળશે, જેનાથી તમે તમારા કુલ ફંડ 9.76 લાખ રૂપિયા થઈ જશે.
ADVERTISEMENT
વધુ વાંચો: સસ્તા ભાવે મળશે સોનું! બજેટમાં નાણામંત્રી ઘટાડી શકે સોના પર GSTના રેટ
PPF ના ફાયદા
ADVERTISEMENT
આ યોજના સંપૂર્ણ રીતે સુરક્ષિત છે કારણ કે આને સરકાર સમર્થિત કરે છે. PPFમાં ઇન્વેસ્ટ કરેલી રકમ પર ટેક્સની કલમ 80C હેઠળ છૂટ મળે છે, અને મળેલા વ્યાજ પર કોઈ કર લાગતો નથી. આ યોજના 15 વર્ષની સમયમર્યાદા માટે હોય છે, જેમાં તમે કમ્પાઉન્ડિંગના માધ્યમે મોટું ફંડ બનાવી શકો છો. તમે પોતાના બજેટ અનુસાર આ સ્કીમમાં ઇન્વેસ્ટ રકમ પસંદ કરી શકો છો.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે જેની ખાસ નોંધ લેવી.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ