બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / indigo flight inebriated 3 young air passengers scuffle with air hostess and crew

શર્મનાક ઘટના / હવે Indigoની ફ્લાઇટમાં નશેડીઓએ તાંડવ મચાવ્યો: એર હોસ્ટેસ અને કેપ્ટન સાથે સર્જાયા ઝપાઝપીના દ્રશ્યો, 2ની ધરપકડ

MayurN

Last Updated: 10:17 AM, 9 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ડિગોની ફ્લાઈટમાં 3 નશામાં ધૂત યુવકોએ એર હોસ્ટેસ સાથે દુર્વ્યવહાર કર્યું. ત્રણ આરોપી મુસાફરોએ એરહોસ્ટેસ સાથે ઝપાઝપી પણ કરી હતી.

  • ઈન્ડિગો એરલાઈનની ફ્લાઈટમાં એરહોસ્ટેસ સાથે ઝપાઝપી
  • દિલ્હીથી પટના આવી રહેલી ફ્લાઈટમાં 3 નશામાં ધૂત યુવકો
  • પહેલા પણ એર ઇન્ડિયામાં દુર્વ્યવહારના મામલા સામે આવ્યા હતા

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં વૃદ્ધ મહિલા પેસેન્જર સાથે દુર્વ્યવહારનો મામલો લોકોના મગજમાંથી ઉતર્યો ન હતો કે અન્ય એક ખાનગી એરલાઈનની ફ્લાઈટમાં મહિલા સાથે દુર્વ્યવહારનો કિસ્સો સામે આવ્યો. આ વખતે ઘટના ઈન્ડિગો એરલાઈનની ફ્લાઈટ સાથે જોડાયેલી છે. દિલ્હીથી પટના આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં 3 નશામાં ધૂત યુવકોએ એર હોસ્ટેસ સાથે દુર્વ્યવહાર કર્યું. ત્રણ આરોપી મુસાફરોએ એરહોસ્ટેસ સાથે ઝપાઝપી પણ કરી હતી.

નશામાં ધુત ત્રણ મુસાફરો
જ્યારે એર હોસ્ટેસ સાથે ઝપાઝપીની માહિતી એરક્રાફ્ટના કેપ્ટનને મળી તો તે ઘટનાસ્થળે પહોંચી ગયો. એવું કહેવાય છે કે ત્રણેય આરોપી મુસાફરોએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને મારપીટ પણ કરી હતી. આ સમગ્ર ઘટના દિલ્હીથી પટના આવતી વખતે બની હતી. પટના એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ થયા બાદ સમગ્ર મામલાની જાણ તરત જ CISFને કરવામાં આવી હતી. પટના પોલીસે ઘટનાસ્થળે પહોંચીને 2 લોકોને કસ્ટડીમાં લીધા છે. હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઘટના વિશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એક યુવક એરપોર્ટથી બહાર નીકળીને ભાગી ગયો હતો. તેની પણ ઓળખ કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. હાલ બંને આરોપી મુસાફરોની અટકાયત કરવામાં આવી રહી છે અને તેમની પાસેથી ઘટના અંગે વધુ માહિતી મેળવવામાં આવી રહી છે.

એર ઈન્ડિયામાં મહિલા પેસેન્જર પર પેશાબ
ન્યુયોર્કથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહેલી એક વૃદ્ધ મહિલા મુસાફરને નશામાં ધૂત મુસાફર દ્વારા પેશાબ કરવામાં આવ્યો હતો. આ મામલો 26 નવેમ્બર 2022નો હતો. મહિલા મુસાફરની ફરિયાદ બાદ હવે આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલામાં ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેકરને કહ્યું કે 26 નવેમ્બરે ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં પેશાબની ઘટના અંગે એર ઈન્ડિયાની પ્રતિક્રિયા 'ઝડપી' હોવી જોઈતી હતી, પરંતુ તે પરિસ્થિતિને યોગ્ય રીતે સંભાળી શકી નથી.

મોડી મોડી માહિતી મળી હતી- DGCA
શંકર મિશ્રા, જે અમેરિકન ફાઇનાન્શિયલ સર્વિસ ફર્મ વેલ્સ ફાર્ગોમાં વાઇસ પ્રેસિડેન્ટ હતા, તેમણે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં એક વૃદ્ધ મહિલા સહ-યાત્રી પર પેશાબ કર્યો હતો. ઘટના બાદ કંપનીએ આરોપી શંકર મિશ્રાને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. એરસેવા પોર્ટલ અને દિલ્હી પોલીસને કરેલી ફરિયાદમાં મહિલાએ કહ્યું કે જ્યારે તેણે કેબિન ક્રૂને આ વિશે જણાવ્યું ત્યારે તેને આ મામલો થાળે પાડવા માટે મિશ્રા સાથે વાતચીત કરવાની ફરજ પડી હતી. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ 5 જાન્યુઆરીએ કહ્યું હતું કે તેને 4 જાન્યુઆરીએ આ ઘટનાની જાણ થઈ હતી.

એર ઈન્ડીયાની વધુ એક કહાની
એર ઈન્ડીયાની ફ્લાઈટમાં બીજી એક ઘટના પણ સામે આવી હતી. 5 સપ્ટેમ્બરે બનેલી આ ઘટનામાં નશામાં ધૂત એક પ્રવાસીએ 8 વર્ષની બાળકી સાથે ગંદુ કામ કરવાનો પ્રયાસ કર્યો હતો. શખ્સે બાળકીને ખોટી રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો.  મુંબઈથી લંડન જવા માટે 5 સપ્ટમ્બરે એક મહિલા તેના બે બાળકો, એક છોકરો અને 8 વર્ષની છોકરીને લઈને એર ઈન્ડીયાની ફ્લાઈટમાં બેઠી હતી. ફ્લાઈટમાં એક નશેડી પણ સફર કરી રહ્યો હતો. લંડન આવતા આવતા આ શખ્સે બરાબરનો દારુ પીધો હતો અને ભાન ભૂલી ગયો હતો અને સામેની સીટમાં બેઠેલી 8 વર્ષની બાળકીને ખોટી રીતે સ્પર્શ કરવા લાગ્યો હતો. તેનો ઈરાદો પારખી ગયેલી માતાએ હોબાળો મચાવ્યો હતો.  બાળકની માતાએ એરલાઈન્સને કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે, "મારા પુત્ર, જે 20 વર્ષનો છે અને પુત્રી 8 વર્ષની છે, તેને ટાટા એર ઇન્ડિયાના કર્મચારીઓ દ્વારા વધુ પડતો દારૂ પીરસવામાં આવતા નશામાં ધૂત મુસાફર સાથે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે ફ્લાઇટ સ્ટાફે સમયસર જવાબ આપવો જોઈતો હતો, પરંતુ તેઓએ તેને હટાવવાની તસ્દી લીધી ન હતી. બાળક અને ભાઈ સૂતા હતા ત્યારે આ ઘટના બની હતી."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ