બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / બિઝનેસ / Indians are spending money on this dating app, see the earnings figure data

ભારે કરી! / આ ડેટિંગ એપ પર દિલ ખોલીને પૈસા લૂંટાવી રહ્યા છે ભારતીયો, કમાણીનો આંકડો ચોંકાવનારો

Megha

Last Updated: 11:50 AM, 7 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં વર્ષ 2023માં કુલ 25.96 બિલિયન એપ્સ ડાઉનલોડ કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન ભારતીયોએ સૌથી વધુ પૈસા ડેટિંગ એપ્સ પર ખર્ચ્યા છે.

  • ભારતમાં વર્ષ 2023માં ડેટિંગ એપ્સની આવકમાં વધારો થયો છે. 
  • વર્ષ 2023માં કુલ 25.96 બિલિયન એપ્સ ડાઉનલોડ કરવામાં આવી. 
  • ભારતીયોએ સૌથી વધુ પૈસા ડેટિંગ એપ્સ પર ખર્ચ્યા છે. 

ભારતમાં વર્ષ 2023માં ડેટિંગ એપ્સની આવકમાં વધારો થયો છે પરંતુ તેમ છતાં એપ્સથી કમાણીના મામલામાં ભારતનું રેન્કિંગ સુધર્યું નથી. ભારત હજુ પણ 25માં સ્થાને છે. ભારતમાં સૌથી વધુ ડાઉનલોડ થયેલી એપ્સ ગેમિંગ, સોશિયલ મીડિયા, ફોટો અને વિડિયો, ફાઇનાન્સ, મનોરંજન, શોપિંગ, બિઝનેસ, એજ્યુકેશન અને લાઇફસ્ટાઇલ એપ્સ છે.

ભારતમાં વર્ષ 2023માં કુલ 25.96 બિલિયન એપ્સ ડાઉનલોડ કરવામાં આવી છે. આમાં એન્ડ્રોઇડ તેમજ iOS એપ્સનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન ભારતીયોએ સૌથી વધુ પૈસા ડેટિંગ એપ્સ પર ખર્ચ્યા છે. આંકડા અનુસાર, ડેટિંગ એપ્સ આવકના મામલામાં સૌથી આગળ છે. આ આંકડા 1 જાન્યુઆરી, 2023 થી 30 ડિસેમ્બર, 2023 સુધીના છે.

એપની કમાણીમાં ભારત 25મા ક્રમે છે
એનાલિસ્ટ પ્લેટફોર્મ data.ai અનુસાર, વર્ષ 2023 માટે એપ ડાઉનલોડ કરવાના આંકડા ગયા વર્ષ 2022 કરતા ઓછા છે. વર્ષ 2022માં ભારતમાં 28 અબજ એપ્સ ડાઉનલોડ કરવામાં આવી હતી. જો આપણે એપ્સથી થતી કમાણી વિશે વાત કરીએ તો, સમગ્ર વર્ષ દરમિયાન ભારતમાં વિવિધ એપ સ્ટોર્સમાંથી કુલ $415 મિલિયનની કમાણી કરવામાં આવી હતી. જો કે વર્ષ 2023માં એપની આવકમાં વધારો થયો છે, પરંતુ તેમ છતાં ભારત વિશ્વમાં 25માં સ્થાને છે.

ડેટિંગ એપ બંબલ ની મજબૂત કમાણી
ડેટા અનુસાર, વર્ષ 2023માં Google Play Storeની આવક $19 મિલિયન હતી. આ બાદ Seaનું $16 મિલિયન તો ડેટિંગ એપ્લિકેશન બંબલ ત્રીજા સ્થાને છે. તેની આવક $11 મિલિયન છે. Tencent $10 મિલિયન સાથે ચોથા સ્થાને છે. જણાવી દઈએ કે Sea, Bumble અને Tencent જેવી એપ્સની આવકમાં એપ સ્ટોરને ડેવલપર્સ દ્વારા ચૂકવવામાં આવેલા શેરનો સમાવેશ થાય છે.

વધુ વાંચો: હવે TV જોવું પણ મોંઘું: સિરિયલથી લઈને ક્રિકેટ મેચની ચેનલોના વધી ગયા ભાવ, જાણો કેટલું વધશે બિલ

સૌથી વધુ ડાઉનલોડ થયેલી એપ્સ
જો આપણે વિવિધ કેટેગરીઓ વિશે વાત કરીએ તો, ગેમિંગ એપ્સ સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવી છે. તેમની સંખ્યા 9.3 અબજ છે. આ પછી સોશિયલ મીડિયા એપ્સનો સમાવેશ થાય છે. તેમની સંખ્યા 2.36 અબજ છે. ફોટો અને વિડિયો એપના ડાઉનલોડની સંખ્યા 1.86 અબજ રહી છે. અન્ય લોકપ્રિય એપ્લિકેશન શ્રેણીઓમાં ફાઇનાન્સ, મનોરંજન, ખરીદી, બિઝનેસ, શિક્ષણ અને લાઇફસ્ટાઇલ એપ્લિકેશનોનો સમાવેશ થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ