ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / VIDEO : અમેરિકામાં ગુજરાતી મહિલાએ કર્યું ગજબનું, હાથ જોડીને માફી માગવી પડી, વીડિયો વાયરલ

US / VIDEO : અમેરિકામાં ગુજરાતી મહિલાએ કર્યું ગજબનું, હાથ જોડીને માફી માગવી પડી, વીડિયો વાયરલ

Published By: Hiralal Parmar

Last Updated: 12:39 PM, 8 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં એક સ્ટોરીમાંથી ચોરી કરતી ભારતીય મહિલા ઝડપાઈ છે જેનો એક વીડિયો વાયરલ થયો છે.

ADVERTISEMENT

અમેરિકામાં એક ટાર્ગેટ સ્ટોરમાં એક ગુજરાતી મહિલા ચોરી કરતી પકડાઈ હતી જેનો એક વીડિયો વાયરલ થયો હતો. 15 જાન્યુઆરીની આ ક્લિપમાં મહિલા રડતી, ગૂંગળાતી અને શ્વાસ લેવા માટે મજબૂર દેખાઈ રહી છે જ્યારે અધિકારીઓ તેની પૂછપરછ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. વાતચીતની શરૂઆતમાં, એક અધિકારીએ તેને કહ્યું, "હમણાં તું જવા માટે સ્વતંત્ર નથી.

મહિલાને શ્વાસ લેવામાં પડી તકલીફ

મહિલાને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, તેથી પોલીસે તેણીને શાંત થવા વિનંતી કરી. એક અધિકારીએ કહ્યું, "મારા પર એક કૃપા કરો, શક્ય તેટલો ઊંડો શ્વાસ લો. તમારે ઊંડો શ્વાસ લેવો પડશે. હાયપરવેન્ટિલેટ ન કરો. કારણ કે મારે તમારી સાથે વાત કરવી પડશે, અને તમે આ રીતે શ્વાસ લેતા હોવ તો હું તમારી સાથે વાત નહીં કરુ. ત્યારબાદ પોલીસે તેની પ્રાથમિક ભાષા વિશે પૂછ્યું. તેણીએ જવાબ આપ્યો, "ગુજરાતી", અને પુષ્ટિ આપી કે તે ભારતની છે.

વધુ વાંચો : બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

અમેરિકાના સ્ટોરમાંથી ચોર્યો 1 લાખનો માલ

મહિલાએ કબૂલ્યું કે તે સ્ટોરમાંથી લીધેલી કેટલીક વસ્તુઓ ચોરી હતી જે ફરીથી વેચીને પૈસા કમાવવા માગે છે. તેણે ઇલિનોઇસ શહેરના સ્ટોરમાંથી 1 લાખની વસ્તુઓ ચોરી લીધી હતી. તેણીએ સ્ટોરમાં સાત કલાકથી વધુ સમય વિતાવ્યો હતો અને પછી ચૂકવણી ન કરાયેલી વસ્તુઓથી ભરેલી ગાડી લઈને જવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ બોડીકેમ ફૂટેજમાં મહિલા માફી માંગતી અને પૈસા ચૂકવવાની ઓફર કરતી દેખાઈ રહી છે, અને કહે છે, "જો એવું હોય તો મને તમને હેરાન કરવા બદલ ખરેખર દુઃખ છે. હું આ દેશની નથી. હું અહીં રહેવાનો નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

US viral video

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ