ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / indian team to be announced for series against sri lanka odi and t20 series

ક્રિકેટ / INDvsSL: શ્રીલંકા વિરૂદ્ધ સીરીઝ માટે આજે ટીમ ઇન્ડિયાનું થશે એલાન, જુઓ કોની થશે એન્ટ્રી અને કોનું કપાશે પત્તું?

Published By: MayurN

Last Updated: 09:03 AM, 27 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને શ્રીલંકા વચ્ચે 03 જાન્યુઆરીથી શરૂ થનારી મર્યાદિત ઓવરોની શ્રેણી માટે આજે ભારતીય ટીમની પસંદગી થવાની છે.

ADVERTISEMENT

  • ભારત અને શ્રીલંકા વચ્ચે ODI અને T20 સીરીઝ
  • બંને શ્રેણી માટે અલગ-અલગ કેપ્ટન પસંદ થઇ શકે છે
  • T20 શ્રેણીમાં હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવાની સંભાવના

ભારત અને શ્રીલંકા વચ્ચે 03 જાન્યુઆરીથી શરૂ થનારી મર્યાદિત ઓવરોની શ્રેણી માટે આજે (મંગળવાર) ભારતીય ટીમની પસંદગી થવાની છે. હાલમાં, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ નવી પસંદગી સમિતિની પસંદગી કરી નથી, તેથી જૂની સમિતિ જ આ શ્રેણી માટે ટીમ પસંદ કરી શકે છે. T20 અને ODI શ્રેણી માટે અલગ-અલગ કેપ્ટન પસંદ કરી શકાય છે. ચાલો જાણીએ કે આ શ્રેણીમાં કયા ખેલાડીઓને તક મળી શકે છે.

કોને  મળશે ટીમમાં સ્થાન?
ભારતે ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર છેલ્લી T20 શ્રેણી રમી હતી જેમાં હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ ટીમમાં મોટાભાગના યુવા ખેલાડીઓને સ્થાન મળ્યું છે અને કેટલીક એવી જ ટીમ શ્રીલંકા સામે પણ પસંદ કરવામાં આવી શકે છે. ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ગયેલી ટીમમાં કેટલાક ફેરફાર થઈ શકે છે, જેમાં રિષભ પંત અને ભુવનેશ્વર કુમારને આરામ આપવામાં આવી શકે છે. જ્યારે રાહુલ ત્રિપાઠીને ટીમમાં સામેલ કરી શકાય છે.

સંભવિત T20 ટીમ:
હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, દીપક હુડ્ડા, વોશિંગ્ટન સુંદર, ઈશાન કિશન, સંજુ સેમસન, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ. સિંઘ અને ઉમરાન મલિક.

વનડે સીરીઝ
વનડે સીરીઝની વાત કરીએ તો કેપ્ટન રોહિત શર્મા વાપસી કરશે અને ટીમનું નેતૃત્વ કરશે. બાંગ્લાદેશ પ્રવાસ પર ODI શ્રેણી રમી રહેલી ટીમના મોટાભાગના ખેલાડીઓને પણ આ શ્રેણીમાં તક મળી શકે છે. કેએલ રાહુલ અને કુલદીપ સેન બાંગ્લાદેશ પ્રવાસની ટીમમાં હતા, પરંતુ તેમને શ્રીલંકા સામેની શ્રેણીમાંથી બહાર કરવામાં આવી શકે છે.

સંભવિત વનડે ટીમ:
રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ ઐયર, રાહુલ ત્રિપાઠી, શાહબાઝ અહેમદ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, ઈશાન કિશન, સંજુ સેમસન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, દીપક ચહર, ઉમરાન મલિક અને કુલદીપ યાદવ.

સંકળાયેલા મુદ્દાઓ

Hardik pandya IND vs SL Indian team ODI Series Rohit Sharma T20 Match bcci team selection Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ