બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / indian railway ticket transfer rule salman khan kisi ka bhai kisi ki jaan

કામની ખબર / કોઈ બીજાની ટિકિટમાં પણ થઈ શકે છે ટ્રેનની યાત્રા,રેલવેએ ફિલ્મી અંદાજમાં બતાવ્યો નિયમ, સલમાનના ચાહકોને તો જબરો ગમશે

Bijal Vyas

Last Updated: 09:56 PM, 23 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

21 એપ્રિલે રિલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ, કિસી કી જાન'ના ટાઈટલથી પ્રભાવિત થઈને પશ્ચિમ રેલવેએ મુસાફરોને રેલવેના એક ખૂબ જ મહત્વપૂર્ણ નિયમ વિશે જાણકારી આપી છે.

  • ફિલ્મના ટાઇટલની તર્જ પર 'કિસી કા ટિકિટ, કિસી કા સફર' સ્લોગન દ્વારા જાહેર કર્યો નિયમ 
  • ફક્ત તમારા પરિવારના સભ્યોના નામ પર જ ટિકિટ ટ્રાન્સફર કરી શકશો
  • વેટિંગ લિસ્ટ અથવા RAC ટિકિટો ટ્રાન્સફર કરી શકાતી નથી

Ticket Transfer Rule: આજકાલ ક્રિએટિવિટીનો યુગ છે. જો કોઈને કોઈ માહિતી આપવી હોય તો તેને ક્રિએટિવ રીતે કહેવામાં આવે તો તે લાંબા સમય સુધી યાદ રહે છે. આનો ફાયદો ઉઠાવીને ભારતીય રેલ્વેએ પણ મુસાફરોને મોટી સીખ આપી છે.

21 એપ્રિલે રિલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ, કિસી કી જાન'ના ટાઈટલથી પ્રભાવિત થઈને પશ્ચિમ રેલવેએ મુસાફરોને રેલવેના એક ખૂબ જ મહત્વપૂર્ણ નિયમ વિશે જાણકારી આપી છે. ફિલ્મના ટાઇટલની તર્જ પર 'કિસી કા ટિકિટ, કિસી કા સફર' સ્લોગન દ્વારા, રેલવેએ મુસાફરોને અન્ય વ્યક્તિના નામે જારી કરાયેલ ટિકિટ પર મુસાફરીના નિયમો વિશે માહિતગાર કર્યા છે.

રેલવેએ તત્કાલ ટિકિટ બુકિંગ માટે લોન્ચ કરી નવી એપ, હવે ફટાફટ મળશે કન્ફર્મ  સીટ | india railways ticket booking irctc launches confirm ticket app for  tatkal booking

શું છે ટિકિટ ટ્રાન્સફરનો નિયમ ?
આ આખો નિયમ જાણતા પહેલા, સૌથી પહેલા જાણી લો કે તમે ફક્ત તમારા પરિવારના સભ્યોના નામ પર જ ટિકિટ ટ્રાન્સફર કરી શકશો અને તમારા કોઈ મિત્ર કે અજાણ્યા વ્યક્તિ સાથે નહીં. આવો હવે જાણીએ કે ટિકિટ ટ્રાન્સફરના નિયમો શું છે...

  • જો તમે તમારી ટિકિટ પરિવારના કોઈ સભ્યના નામે ટ્રાન્સફર કરવા માગો છો, તો સૌથી પહેલા તમારી ટિકિટ કન્ફર્મ થવી જોઈએ. 
  • વેટિંગ લિસ્ટ અથવા RAC ટિકિટો ટ્રાન્સફર કરી શકાતી નથી, પછી ભલે તે ઓનલાઈન બુક હોય કે ઓફલાઈન.
  • પરિવારના સભ્યોમાં પણ, તમે ફક્ત તમારા માતા-પિતા, ભાઈ કે બહેન, જીવનસાથી અને પુત્ર કે પુત્રીને ટિકિટ ટ્રાન્સફર કરી શકો છો, અને અન્ય કોઈ સંબંધીને નહીં.
  • ટ્રેન ઉપડવાના 24 કલાક પહેલા પેસેન્જર ટિકિટની વિનંતી કરવાની રહેશે.

Topic | VTV Gujarati

કેવી રીતે કરવી ટિકિટ ટ્રાન્સફર? 

  • તમારે તમારી કન્ફર્મ ટિકિટની પ્રિન્ટઆઉટ લેવી પડશે અને રિઝર્વેશન કાઉન્ટર પર જવું પડશે.
  • જે વ્યક્તિના નામે તમે ટિકિટ ટ્રાન્સફર કરવા માંગો છો તેના આધાર કાર્ડ અથવા વોટર આઈડી કાર્ડ સાથે તમારે અરજી સબમિટ કરવી પડશે.
  • કન્ફર્મ ટિકિટ ધરાવનાર વ્યક્તિ અને જે વ્યક્તિના નામે ટિકિટ ટ્રાન્સફર કરવાની છે તે બંનેએ તેમના સંબંધનો પુરાવા આપવા પડશે.
  • આ પછી, બંને મુસાફરોની આઈડી અને ટિકિટની નકલ નજીકના ટિકિટ કાઉન્ટર પર મુખ્ય રિઝર્વેશન સુપરવાઈઝરને સબમિટ કરવાની રહેશે.
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ