બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / વિશ્વ / Indian origin Neal Mohan became the new CEO of YouTube

ફેરબદલ / ગૂગલ-માઈક્રોસોફ્ટ બાદ હવે YouTube ની કમાન પણ મૂળ ભારતીયના હાથમાં, જાણો કોણ છે નીલ મોહન જેમને બનાવાયા નવા CEO

Priyakant

Last Updated: 07:49 AM, 17 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

YouTubeના નવા CEO તરીકે ભારતીય મૂળના આ વ્યક્તિની જવાબદારી, વર્ષ 2015માં યુટ્યુબના ચીફ પ્રોડક્ટ ઓફિસર બન્યા હતા

  • YouTubeના નવા CEO બન્યા ભારતીય મૂળના નીલ મોહન 
  • વર્ષ 2013માં કંપનીએ નીલને 544 કરોડનું આપ્યું હતું બોનસ 
  • વર્ષ 2015માં તેમને યુટ્યુબના ચીફ પ્રોડક્ટ ઓફિસર બન્યા હતા નીલ 

YouTubeના નવા CEO તરીકે ભારતીય મૂળના નીલ મોહનને નિયુક્ત કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, આ જવાબદારી મળ્યા પહેલા નીલ મોહન YouTubeના સીપીઓ હતા. તેમને પ્રમોશન આપીને આ જવાબદારી સોંપવામાં આવી છે. નીલ મોહન 2008થી ગૂગલ સાથે કામ કરી રહ્યા છે. મહત્વનું છે કે, વર્ષ 2013માં કંપનીએ તેમને 544 કરોડ રૂપિયાનું બોનસ આપ્યું હતું.

ભારતીય મૂળના નીલ મોહન ભૂતપૂર્વ CEO ડાયને વોજસ્કીની જગ્યા લેશે. જેમને હાલમાં જ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. 54 વર્ષીય ડાયને વોજસ્કીએ કહ્યું કે, તે તેના પરિવાર સાથે વધુ સમય વિતાવવા માંગે છે. તેના સ્વાસ્થ્ય અને અંગત જીવન પર પણ ધ્યાન આપવા માંગે છે. એટલા માટે તે આ પદ છોડી રહી છે. નોંધનીય છે કે, તે વર્ષ 2014માં YouTubeની CEO બની હતી.

ભૂતપૂર્વ CEOએ નીલ મોહનને આપ્યા અભિનંદન 
ભૂતપૂર્વ CEO ડાયને વોજસ્કી સુસને નીલને YouTubeના CEO તરીકે નિયુક્ત થવા બદલ અભિનંદન પાઠવ્યા છે. સુસને કહ્યું કે, અમે શોર્ટ્સ, સ્ટ્રીમિંગ અને સબસ્ક્રિપ્શનમાં જે કરી રહ્યા છીએ તે લાજવાબ છે. નીલ આપણું નેતૃત્વ કરવા માટે યોગ્ય વ્યક્તિ છે. હું YouTube પર એટલો જ વિશ્વાસ કરું છું જેટલો મેં 9 વર્ષ પહેલાં કર્યો હતો. YouTube ના શ્રેષ્ઠ દિવસો આવવાના બાકી છે.

Susan Wojcicki (File Photo)

કોણ છે ભારતીય મૂળના નીલ મોહન ? 
નીલ મોહને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. નીલે તેમની કારકિર્દીની શરૂઆત ગ્લોરીફાઈડ ટેકનિકલ સપોર્ટ સાથે કરી જ્યાં તેમણે $60,000 નો પગાર મેળવ્યો હતો. આ સિવાય નીલે એક્સેન્ચરમાં સિનિયર એનાલિસ્ટ તરીકે કામ કર્યું છે. પછી તે DoubleClick Inc માં જોડાયા. નીલ મોહને આ કંપનીમાં ગ્લોબલ ક્લાયન્ટ સર્વિસીસના ડિરેક્ટર તરીકે 3 વર્ષ અને 5 મહિના કામ કર્યું. આ ઉપરાંત લગભગ અઢી વર્ષ સુધી વાઈસ પ્રેસિડેન્ટ બિઝનેસ ઓપરેશનની જવાબદારી નિભાવી હતી.

Neal Mohan (File Photo)

2015માં બન્યા હતા યુટ્યુબના ચીફ પ્રોડક્ટ ઓફિસર
આ પછી નીલ માઈક્રોસોફ્ટમાં જોડાયા અને અહીં 4 મહિના કામ કર્યા પછી તે DoubleClick Inc પર પાછા ફર્યા હતા. જોકે પછી નીલે અહીં 3 વર્ષ કામ કર્યું. DoubleClick Inc પછી તેમણે 2008માં Googleમાં સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, ડિસ્પ્લે અને વિડિયો જાહેરાતો તરીકે કામ કરવાનું શરૂ કર્યું. વર્ષ 2015માં તેમને યુટ્યુબના ચીફ પ્રોડક્ટ ઓફિસર બનાવવામાં આવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ