બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Indian Airforce today successfully tested the new Surface to Surface version of the Brahmos Missile

VIDEO / દુશ્મનોના દાંત ખાટા થઈ જશે.! બ્રહ્મોસ મિસાઈલના નવા વર્ઝનનું સફળ પરીક્ષણ, IAFએ વીડિયો કર્યો જાહેર

Vaidehi

Last Updated: 10:33 PM, 11 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય એરફોર્સે આજે મોટી સફળતા મેળવી છે. ખતરનાક સુપરસોનિક મિસાઈલ બ્રહ્મોસનાં નવા સંસ્કરણનું સફળતાપૂર્વકનું પરીક્ષણ થયું છે.

  • ભારતીય એરફોર્સની મોટી સફળતા
  • બ્રહ્મોસ મિસાઈલનાં નવા સંસ્કરણનું સફળ ટેસ્ટિંગ
  • ભારતીય એરફોર્સે આ પ્રોજેક્ટ વિશે માહિતી આપી છે

ભારતે પોતાની સૌથી ખતરનાક સુપરસોનિક મિસાઈલ બ્રહ્મોસની સપાટીથી સપાટી પરના નવા સંસ્કરણનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ ભારતીય વાયુસેનાએ હાલમાં જ પૂર્વી સમુદ્રી તટ દ્વીપસમૂહ પાસે કર્યું છે. તેને લઈને ઈન્ડિયન એરફોર્સે X પર માહિતી આપી હતી.

ભારતીય એરફોર્સે આપી માહિતી
X પોસ્ટ પર ઈન્ડિયન એરફોર્સે કહ્યું કે મિસાઈલ ફાયર સફળ રહ્યું છે અને મિશને પોતાના તમામ લક્ષ્ય હાંસલ કરી લીધાં છે.

આ પહેલાં પણ થઈ હતી ટેસ્ટિંગ
થોડા મહિનાઓ પહેલાં પણ ઈન્ડિયન નેવીનાં ડિકમીશીન્ડ જહાજ પર બ્રહ્મોસ મિસાઈલથી લાઈવ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ભારત સરકાર પોતાની ટેક્નિકલ મિસાઈલોની રેન્જ વધારવામાં મહેનત કરી રહી છે. ભારતીય વાયુસેનાનાં 40 સુખોઈ-30 MKI ફાઈટર જેટ પર બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલો તૈનાત છે.

ખાસ છે બ્રહ્મોસ મિસાઈલ
અત્રે ઉલ્લેખનીય છે કે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ સંપૂર્ણપણે ભારતમાં વિકસિત કરવામાં આવી છે. તેમાં રેમજેટ એન્જિન ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેકનિક મિસાઈલને વધુ ઘાતકી બનાવે છે સાથે ગતિ અને સટિકતા પણ પ્રદાન કરે છે. આ મિસાઈલ હવામાં પણ રસ્તો બદલી શકે છે. સરળતાથી ટારગેટને ધ્વંસ્ત કરી શકવાની ક્ષમતા ધરાવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ