એશિયન ગેમ્સમાં ભારતને ત્રીજો ગોલ્ડ મળ્યો છે. 41 વર્ષના લાંબા સમય બાદ ભારતીય અશ્વારોહણ ટીમે ઘોડેસવારીમાં ગોલ્ડ જીત્યો છે.
એશિયન ગેમ્સમાં ભારતને મળ્યો ત્રીજો ગોલ્ડ
ભારતીય ઘોડેસવારીમાં ટીમે જીત્યો ગોલ્ડ
41 બાદ ભારતને મળ્યો
ચીનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ મેદાન મારી રહ્યાં છે. ભારતને ત્રીજો ગોલ્ડ મેડલ મળ્યો છે. ભારતીય અશ્વારોહણ ટીમે એશિયન ગેમ્સ 2023માં ઈતિહાસ રચ્યો છે. આ પહેલા 1982ની સાલમાં ભારતે ઘોડેસવારીમાં ગોલ્ડ જીત્યો હતો જે વાતને 41 વર્ષ જેટલો લાંબો સમય થયો છે. પરંતુ હવે ભારતે ઘોડેસવારીમાં પણ બાજી મારી લીધી છે.
કોણ છે ભારતીય ઘોડેસવાર ટીમ
ભારતીય ઘોડેસવાર સુદીપ્તિ હજેલા, દિવ્યકૃતિ સિંઘ, અંશુ અગ્રવાલ અને હૃદય છેડાએ શાનદાર પ્રદર્શન કર્યું અને ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો.
એશિયન ગેમ્સમાં ભારતને મળ્યો ત્રીજો
ચીનના હોંઝઉગમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ભારતને અત્યાર સુધી 3 મેડલ મળી ચૂક્યા છે. ભારતીય ખેલાડીઓનું દમદાર પ્રદર્શન ચાલું છે.
એશિયન ગેમ્સમાં ભારતે જીત્યા એક ડઝન મેડલ
એશિયન ગેમ્સમાં ભારતે એક ડઝન મેડલ જીતી લીધા છે. જેમાં 3 ગોલ્ડ મેડલ છે. ત્રીજા દિવસે ભારત માટે પહેલો મેડલ મળી ગયો છે. નેહા ઠાકુરે સેલિંગમાં સિલ્વર મેડલ જીત્યો છે. 17 વર્ષની નેહા ઠાકુરે ગર્લ્સ ડીંગી ILCA4 ઇવેન્ટમાં 11 રેસમાં કુલ 27 પોઈન્ટ સાથે સિલ્વર જીત્યો હતો. થાઈલેન્ડની નોપાસોર્ન ખુનબૂનજાને 16 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે સિંગાપોરની કેઈરા મેરી કાર્લાઈલે 28 પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.