બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

logo

ગુજરાતમાં અનેક જગ્યાઓ પર મતદાન મથકમાં મોબાઈલ લઈ જવાના પ્રતિબંધના ધજાગરા ઉડ્યા

VTV / બિઝનેસ / india will give 80 to 90 lakh jabs per day from next month know the centres full planning to ramp up vaccination pace india

કોરોના વાયરસ / રસીકરણનું લક્ષ્ય મેળવવામાં મળશે સફળતા, આવતા મહિનેથી દર રોજ 80-90 લાખ ડોઝ અપાશે, જાણો શું છે સરકારનું પ્લાનિગ

Dharmishtha

Last Updated: 08:48 AM, 13 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ રસીની અછત છતાં આવતા મહિનેથી પ્રતિદિન 80-90 લાખ રસી લાગવાની શરુ થઈ જશે. જાણો શું છે સમગ્ર પ્લાન.

  • રસીકરણની સ્પીડ વધવાની શક્યતા 
  • કેન્દ્ર સરકારે વર્ષના અંત સુધી તમામ વયસ્કોને રસી લગાવવાનું લક્ષ્ય રાખ્યું 
  • જુલાઈમાં રસીના 12 કરોડ ડોઝ ઉપલબ્ધ થશે

રસીકરણની સ્પીડ વધવાની શક્યતા 

દેશમાં આવતા મહિને રસીકરણની સ્પીડ વધવાની શક્યતા છે. હકિકતમાં કેન્દ્ર સરકારે વર્ષના અંત સુધી તમામ વયસ્કોને રસી લગાવવાનું લક્ષ્ય રાખ્યું છે. પરંતુ અત્યાર સુધી રસીની અછત બનેલી છે. પરંતુ આવતા મહિનેથી દેશમાં નિર્મિત સ્પૂતનિક વી ઉપરાંત બાયોલોજિકલ ઈ ઔ ઝાયડસ કેડિલાની રસી પણ મળવાની શક્યતા છે. આનાથી પ્રતિદિન 80-90 લાખ રસી લાગવાની શરુ થઈ જશે.

જુલાઈમાં રસીના 12 કરોડ ડોઝ ઉપલબ્ધ થશે

સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે જુલાઈમાં રસીના 12 કરોડ ડોઝ ઉપલબ્ધ થશે. આ ડોઝ કોવિશીલ્ડ તથા કોવૈક્સીનની છે. ઓગસ્ટ સપ્ટેમ્બરથી આના ઉત્પાદનમાં થોડો વધારો થયો છે. ઝાયડસ કેડિલાની રસી તૈયાર છે તથા મંજૂરીની પ્રક્રિયામાં છે. આ સાથે બાયોલોજીકલ ઈની રસીના પરિક્ષણ પણ લગભગ પુરા થઈ ચૂક્યા છે તથા ઓગસ્ટમાં આની આપૂર્તિ શરુ થવાની શક્યતા છે. કેડિલાના શરુઆતના ઉત્પાદન પ્રતિમાહ 1-2 કરોડ તથા બાયોલોજિકલ ઈનું 4-5 કરોડની સંભાવના છે.

આટલા ડોઝ મળવાની શક્યતા

આ દરમિયાન સ્પૂતનિક રસીનું હિમાચલમાં ઉત્પાદન શરુ થઈ જશે. જ્યારે આનો ડોઝ રશિયાથી આયાત થઈને પણ આવી રહ્યા છે. બીજી, મોર્ડના તથા સિપ્લાની વચ્ચે રસીની ખરીદીને લઈને વાતચીત અંતિમ ચરણમાં છે. આવતા મહિનાથી મોર્ડનાની રસીની પણ આયાત થઈ શકે છે. ફાઈઝર સાથે સરકારની વાત અંતિમ ચરણમાં છે.  એક બે મહિનાની અંદર આપૂર્તિ શક્ય છે. મંત્રાલય અનુસાર ઓગસ્ટની રસીની ઉપલબ્ધતા વધતી શરુ થશે અને સપ્ટેમ્બર- ઓક્ટોબરમાં રોજ એક કરોડ સુધી રસી લગાવવાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે.

કેટલા ડોઝ જોઈએ?

ડિસેમ્બર સુધી વયસ્ક વસ્તીને રસી લગાવવા માટે લગભગ 188 કરોડ ડોઝની જરુર રહેશે. કેમ કે વયસ્ત વસ્તી 94 કરોડ છે. તેમાથી અત્યાર સુધીમાં 38 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે. હાલની 12 કરોડની સ્પીડથી આવનારા 6 મહિનામાં 72 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે. આ પ્રકારે હાજર ઉપલબ્ધતાથી 78 કરોડ ડોઝ ઓછા પડ્યા. પરંતુ નવી રસીના આવવાથી સપ્ટેમ્બરથી રોજની 80-90 લાખ રસી ઉપલબ્ધ થશે. આ પ્રકારે આ લક્ષ્ય મેળવી શકાય છે. ઉલ્લેખનીય છે કે વયસ્કોની વસ્તીના 80 ટકાને બન્ને ડોઝ લાગી શકે છે. આ 100 ટકા વસ્તીનું લક્ષ્ય પ્રાપ્ત કરી લેશે. જો કે હર્ડ ઈમ્યૂનિટી માટે 70 ટકા રસીકરણ પર્યાપ્ત છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ