બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ગુજરાત / ભારત / India will buy 6 bullet trains from Japan The deal can be done by the end of this month

Bullet Train / જાપાનથી 6 બુલેટ ટ્રેન ખરીદશે ભારત: આ મહિનાના અંત સુધીમાં થઈ શકે છે ડીલ, જાણો કેટલો પૂર્ણ થયો પ્રોજેક્ટ

Megha

Last Updated: 10:21 AM, 7 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં ભારત અને જાપાન વચ્ચે બુલેટ ટ્રેન ખરીદવાની વાત ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે આ મહિનાના અંત સુધીમાં ભારત જાપાન પાસેથી 6 બુલેટ ટ્રેન ખરીદી શકે છે.

ભારતમાં ટૂંક સમયમાં બુલેટ ટ્રેન શરૂ થઈ શકે છે. હાલમાં ભારત અને જાપાન વચ્ચે બુલેટ ટ્રેન ખરીદવાની વાત ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે આ મહિનાના અંત સુધીમાં ભારત જાપાન પાસેથી 6 બુલેટ ટ્રેન ખરીદી શકે છે.

અમદાવાદમાં બુલેટ ટ્રેનનું કામ પૂરજોશમાં: શહેરના આ વિસ્તારમાં તો મુખ્ય  સ્ટેશન પણ તૈયાર! | Bullet train work in full swing in Ahmedabad: The main  station is also ready in this area of

ભારત આ મહિનાના અંત સુધીમાં જાપાન પાસેથી પ્રથમ છ E5 સિરીઝની બુલેટ ટ્રેન ખરીદવાનો સોદો કરશે. આ સાથે 2026માં જૂન-જુલાઈ મહિનામાં ગુજરાતમાં પ્રથમ ટ્રેન શરૂ કરવાની દિશામાં રેલવેનો આત્મવિશ્વાસ વધ્યો છે. અહેવાલ અનુસાર નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) આ વર્ષે 15 ઓગસ્ટ સુધીમાં ટ્રેનો અને ઓપરેટિંગ સિસ્ટમની ખરીદી સહિતના તમામ કોન્ટ્રાક્ટ માટે બિડ કરશે.

અમદાવાદ-મુંબઈ વચ્ચેનું અંતર કાપવા માટે ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે. 508 કિલોમીટર લાંબા બુલેટ ટ્રેન કોરિડોરમાં મુસાફરોને 'મર્યાદિત સ્ટોપ' અને 'ઓલ સ્ટોપ' સેવાઓ મળશે. રિપોર્ટ અનુસાર જો આપણે મર્યાદિત સ્ટોપવાળી ટ્રેનો વિશે વાત કરીએ, તો તે મુંબઈથી અમદાવાદનું અંતર માત્ર 2 કલાકમાં કાપશે. તે જ સમયે, તમામ સ્ટોપવાળી ટ્રેનો આ અંતર લગભગ 2.45 મિનિટમાં કાપશે.

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું 'હાઈસ્પીડ'માં કામ શરૂ, જાણો ક્યારે  શરૂ થઈ શકે છે ટ્રેન | mumbai ahmedabad bullet train

આ વિશે અધિકારીઓએ જણાવ્યું હતું કે જાન્યુઆરી સુધીમાં પ્રોજેક્ટની એકંદર પ્રગતિ લગભગ 40% છે. તેમાંથી ગુજરાતમાં (48.3%) પ્રગતિ વધુ છે. જ્યારે મહારાષ્ટ્રમાં લગભગ 22.5% છે. છેલ્લા એક વર્ષમાં નદીના છ પુલનું કામ પૂર્ણ થયું છે. ગુજરાતમાં 20 બ્રિજમાંથી 7 પૂર્ણ થઈ ગયા છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામનું નિરીક્ષણ કરતી વખતે કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે મુંબઈ અને અમદાવાદ વચ્ચેના 508 કિલોમીટર લાંબા કોરિડોર પર સુરત-બીલીમોરા સેક્શન જુલાઈ-ઓગસ્ટ 2026 સુધીમાં કાર્યરત થઈ શકે છે. સાથે જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ધીમી ગતિ માટે મહારાષ્ટ્રની તત્કાલીન ઉદ્ધવ ઠાકરે સરકારને જવાબદાર ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે જો ઠાકરે સરકારે વહેલી તકે મંજૂરી આપી હોત તો દેશના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં ઘણી પ્રગતિ થઈ ગઈ હોત.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ