બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / સ્પોર્ટસ / Cricket / India Squad Asia Cup 2023: These 5 players were out of the Asia Cup, were entitled to get a chance in Team India

ક્રિકેટ / India Squad Asia Cup 2023: આ 5 ખેલાડીઓ એશિયા કપમાંથી થયા આઉટ, ટીમ ઈન્ડિયામાં તક મળવાના હતા હકદાર

Megha

Last Updated: 10:45 AM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપ 2023માં ઘણા મોટા ભારતીય ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. ચાલો જાણીએ કે ટીમમાં કયા ખેલાડીઓ હોવા જોઈએ પણ તેને તક મળી ન નથી.

  • એશિયા કપ 2023 માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઇ છે 
  • એશિયા કપની ટીમમાં આ ખેલાડીઓને તક મળી નથી 
  • ચહલ ફરી એકવાર મોટી ટૂર્નામેન્ટમાં ટીમમનો ભાગ નથી

એશિયા કપ 2023 30 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યો છે. BCCI એ આજે ​એટલે કે 21 ઓગસ્ટે એક મેગા ઈવેન્ટ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. ટીમની કમાન રોહિત શર્માના હાથમાં જવાની છે. જ્યારે વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યાને બનાવવામાં આવ્યા છે. આ સાથે જ તિલક વર્માને પણ એશિયા કપની ટીમમાં તક મળી છે. જો કે આ સિવાય કેટલાક મોટા ભારતીય ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે.  ચાલો જાણીએ કે એશિયા કપની ટીમમાં કયા ખેલાડીઓ હોવા જોઈએ પણ તેને તક મળી ન નથી.

યુઝવેન્દ્ર ચહલ
ભારતીય ક્રિકેટ ટીમના લેગ સ્પિનર ​યુઝવેન્દ્ર ચહલ ફરી એકવાર મોટી ટૂર્નામેન્ટમાં ટીમમનો ભાગ નથી. ચહલ એ જ ખેલાડી છે જેની પસંદગી 2021 ના T20 વર્લ્ડ કપમાં નથી થઈ. આ પછી ચહલને 2022 T20 વર્લ્ડ કપમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો પણ તેમાં એ તેને એક પણ મેચ રમવાની તક મળી ન હતી.

શિખર ધવન
ભારતીય ટીમના અનુભવી ઓપનર શિખર ધવન એક એવું નામ છે જે ટીમ ઈન્ડિયાની એશિયા કપ ટીમમાં હોવું જોઈએ પણ તેને તક મળી ન હતી. ગબ્બરને થોડા સમય પહેલા ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ડિસેમ્બર 2022માં બાંગ્લાદેશ સામે રમાયેલી ODI સીરિઝ પછીથી તે ભારતીય ODI ટીમનો ભાગ નહોતો રહ્યો. શિખર મોટી મેચનો ખેલાડી છે અને મોટી ટુર્નામેન્ટમાં ભારત માટે સતત સારું પ્રદર્શન કરતો રહ્યો છે. જએ કે ધવન કદાચ ભારતની વર્લ્ડ કપ ટીમનો ભાગ નહીં હોય કારણ કે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે વર્લ્ડ કપ અને એશિયા કપ માટેની ટીમો લગભગ સરખી જ હશે.

ભુવનેશ્વર કુમાર
ટીમ ઈન્ડિયાના અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારની પણ એશિયા કપ માટેની ટીમમાં પસંદગી કરવામાં આવી નથી. ભુવી ભારતના સૌથી અનુભવી ફાસ્ટ બોલરોમાંથી એક છે પરંતુ થોડા સમય પહેલા તેને પણ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ત્યારપછી ભુવનેશ્વર કુમાર પણ શિખર ધવનની જેમ વાપસી કરી શક્યો નથી. 

સંજુ સેમસન
ટીમ ઈન્ડિયાના અનુભવી વિકેટ કીપર બેટ્સમેન સંજુ સેમસનને એશિયા કપ 2023 માટે બેકઅપ તરીકે રાખવામાં આવ્યો છે. તેની મુખ્ય ટીમમાં પસંદગી કરવામાં આવી ન હતી. જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત છે તો જ તેને તક મળશે.

રિંકુ સિંહ
આયર્લેન્ડ સામે ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરનાર રિંકુ સિંહની પણ તિલક વર્માની જેમ ટીમમાં પસંદગી થઈ શકતી હટી પણ એવું થયું નહીં. રિંકુ ટીમમાં લોઅર મિડલ ઓર્ડરમાં રમી શકે છે અને ફિનિશર તરીકે જોવા મળી શકે છે. આયર્લેન્ડ સામેની બીજી T20માં 180ના તોફાની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા 21 બોલમાં 38 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેના બેટમાંથી 2 ફોર અને 3 સિક્સ જોવા મળી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ