બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / India-Pakistan Match: Strict police arrangements will be made in Vadodara tomorrow

જાહેરનામું / INDvsPAK મેચને લઇ વડોદરામાં વિજય સરઘસ નીકાળવા પર પ્રતિબંધ, CPએ બહાર પાડ્યું જાહેરનામું

Malay

Last Updated: 12:24 PM, 13 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત-પાકિસ્તાન મેચઃ વડોદરામાં આવતીકાલે ગોઠવાશે લોખંડી બંદોબસ્ત, પોલીસ કમિશનરે વિજય સરઘસ પર લગાવ્યો પ્રતિબંધ.

  • ભારત-પાકિસ્તાન મેચને લઈ વડોદરા પોલીસ કમિશનરનો નિર્ણય 
  • શહેરમાં વિજય સરઘસ પર કમિશનરે લગાવ્યો પ્રતિબંધ 
  • મુખ્ય રાજમાર્ગો પર પોલીસ બેરીકેડિંગ કરી નાકાબંધી કરશે 

Vadodara News: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવતીકાલે રમાનારી ભારત-પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડ કપની મેચને લઈને વડોદરા પોલીસ કમિશનર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે શહેરમાં વિજય સરઘસો પર પ્રતિબંધ લગાવ્યો છે. આ સાથે જ ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

મુખ્ય રાજમાર્ગો પર નાકાબંધી કરાશે 
ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. શહેરના ચાર દરવાજા વિસ્તારમાં અર્ધ લશ્કરી દળ બંદોબસ્ત માટે ગોઠવાશે. જ્યારે શહેરના મુખ્ય રાજમાર્ગો પર પોલીસ દ્વારા બેરીકેડિંગ કરી નાકાબંધી કરાશે. શહેરમાં સ્ટેટ રિઝર્વ પોલીસ અને ક્વિક રિસ્પોન્સ ટીમ પણ તૈનાત કરાશે.

કેમેરાથી રખાશે બાજ નજર
5 પોલીસ સ્ટેશનની હદમાં ધાબા પોઈન્ટ ગોઠવાશે. આ ઉપરાંત અટલ બ્રિજ, અકોટા દાંડિયા બજાર બ્રિજ અને ફતેગંજમાં પોલીસ ફોર્સ ખડકી દેવાશે. શહેરના તમામ વિસ્તારમાં સીસીટીવી કેમેરાથી પણ બાજ નજર રાખવામાં આવશે. આ ઉપરાંત વડોદરા પોલીસ કમિશનરે ભારત-પાકિસ્તાની મેચ પૂર્ણ થયા બાદ વિજય સરઘસ કાઢવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ એલર્ટ થઈ ગઈ છે.

નવરાત્રીને લઈને પણ એક્શન પ્લાન તૈયાર
વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા નવરાત્રીને લઈને પણ એક ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જે રીતે ગણેશ ઉત્સવ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો એવી જ રીતે નવરાત્રીનો તહેવાર પણ શાંતિપૂર્ણ માહોલ સાથે પૂર્ણ થાય તે માટે વડોદરા પોલીસ કમિશનર દ્વારા પોલીસ પેટ્રોલિંગ વધારી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. નવરાત્રી દરમિયાન ઉચ્ચ અધિકારીઓ સાથે 5 હજારનો પોલીસ ફોર્સ ખડેપગે રહેશે. 

પોલીસ સતત પેટ્રોલિંગમાં રહેશે
તેઓએ જણાવ્યું છે કે, લોકોની સુરક્ષા અને સલામતી માટે પોલીસ સતત પેટ્રોલિંગમાં રહેશે. સોશિયલ મીડિયા ઉપર પણ સાયબર ક્રાઇમની ટીમ નજર રાખશે. આ સાથે ગ્રાઉન્ડમાં મહિલાઓની સુરક્ષા માટે શી-ટીમ સાદા કપડામાં પણ તૈનાત હશે.


 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ