બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / Politics / India Name Bharat: Mamta Banerjee, Congress, Kejriwal, MK stalin attacked BJP for changing the president of india with Bharat

રાજનીતિ / ઈન્ડિયાની જગ્યાએ ભારત : દેશના નામને લઈને રાજકારણમાં સંગ્રામ, મમતા બેનર્જીથી અલીને સ્ટાલિન-કેજરીવાલે કર્યા પ્રહાર, BJPએ પણ આપ્યો જવાબ

Vaidehi

Last Updated: 07:49 PM, 5 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રેસિડેંટ ઓફ ઈન્ડિયાની જગ્યાએ 'પ્રેસિડેંટ ઓફ ભારત' લખવાને લઈને મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ સહિત એમ.કે સ્ટાલિને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા.

  • ઈન્ડિયાની જગ્યાએ ભારત લખવા પર વિવાદ
  • વિપક્ષનાં નેતાઓએ ભાજપ પર કર્યો પ્રહાર
  • ભાજપ નેતા જે.પી.નડ્ડાએ કર્યો પલટવાર

નવી દિલ્હીમાં થનારી જી-20 સમિટની તૈયારીઓ જોશપૂર્ણ ચાલી રહેલી છે. આ વચ્ચે જી20 ડિનરનાં આમંત્રણમાં રાષ્ટ્રપતિને 'President of Indiaની જગ્યાએ President of Bharat લખવાને લઈને રાજકીય વિવાદો શરૂ થઈ ગયાં છે. એક તરફ કોંગ્રેસ, CM મમતા, CM કેજરીવાલ અને વિપક્ષી ગઠબંધન ઈન્ડિયામાં શામેલ થયેલા દળોએ કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો છે તો સામે પક્ષે BJPએ પણ પલટવાર કરી જવાબ આપ્યો છે.

28 દળોવાળાં વિપક્ષી ગઠબંધનનું I.N.D.I.A નામ છે. તેને લઈને PM મોદી સહિત ભાજપનાં નેતાઓ વિપક્ષ પર સતત પ્રહારો કરતાં રહે છે. હાલમાં ભારતની અધ્યક્ષતામાં થનારી જી20 સમિટ દિલ્હી ખાતે યોજાઈ છે. જેમાં ઘણાં દેશોનાં રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીઓ આવી રહ્યાં છે. તેવામાં દેશનાં રાષ્ટ્રપતિનાં પત્રમાં પ્રેસિડેંટ ઓફ ભારત લખવા બાદ રાજકીય પાર્ટીઓ કેન્દ્ર પર આક્ષેપો મૂકી રહી છે:

1. કોંગ્રેસે મહાસચિવ જયરામ રમેશે આ મુદે લખ્યું કે આ ખબર વાસ્તવમાં સાચી છે. રાષ્ટ્રપતિ ભવને જી20 સમ્મેલન માટે 9 સપ્ટેમ્બર માટે પ્રેસિડેંટ ઓફ ઈન્ડિયાની જગ્યાએ પ્રેસિડેંટ ઓફ ભારતનાં નામે આમંત્રણ મોકલ્યું છે. તેમણે કહ્યું કે બંધારણની કલમ 1માં લખવામાં આવ્યું છે ઈન્ડિયા અર્થાત ભારત, રાજ્યોનો એક સંઘ હશે પરંતુ હવે આ રાજ્યોનાં સંઘ પર પણ હુમલાઓ થઈ રહ્યાં છે.

2. CM મમતા બનર્જીએ કોલકત્તામાં કેન્દ્ર સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે દેશનાં ઈતિહાસને ફરીથી લખવાના પ્રયાસો થઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે મેં સાંભળ્યું હતું કે ઈન્ડિયાનું નામ બદલવામાં આવી રહ્યું છે.  માનનીય રાષ્ટ્રપતિનાં નામે મોકલવામાં આવેલ જી20 નાં નિમંત્રણ પર ભારત લખેલું છે. આપણે દેશને ભારત કહીએ છીએ તેમાં નવું શું છે? અંગ્રેજીમાં આપણે ઈન્ડિયા કહીએ છીએ. કંઈ નવું નથી. દુનિયા આપણને ઈન્ડિયાનાં નામે ઓળખે છે. અચાનક શું થઈ ગયું કે દેશને નામ બદલવાની જરૂરત પડી ગઈ?

3. CM અરવિંદ કેજરીવાલે દાવો કર્યો કે આપણાંથી ભાજપ ગભરાઈ ગઈ છે. તેમણે કહ્યું કે વિપક્ષી ગઠબંધન INDIA પોતાનું નામ ભારત રાખી લે તો શું ભાજપ દેશનું નામ ભારતથી બદલીને બીજું કંઈક રાખશે? તેમણે કહ્યું કે આ વિશે કોઈ સત્તાવાર જાણકારી મળી નથી પરંતુ મે અફવાઓ સાંભળી છે. એવું શા માટે થઈ રહ્યું છે? 

4. એમ.કે સ્ટાલિને દાવો કર્યો કે અમે સૌ એક થયાં તો ભાજપ નામ બદલવા ઈચ્છે છે. તેમણે લખ્યું કે ફાસીવાદી ભાજપ શાસનને ઊખાડી ફેંકવા માટે અમે એક થયાં અને પોતાના ગઠબંધનનું નામ INDIA રાખ્યું. હવે ભાજપ ઈન્ડિયાને બદલી ભારત કરવા ઈચ્છે છે. ભાજપે ભારતને બદલવાનો વાયદો કર્યો હતો પરંતુ 9 વર્ષો બાદ આપણને માત્ર નામમાં પરિવર્તન જોવા મળ્યું. એવું લાગી રહ્યું છે કે ભાજપ ઈન્ડિયા નામક શબ્દથી ગભરાઈ ગઈ છે કારણકે તે વિપક્ષની એકતાની તાકતને જાણે છે.

5. NCP ચીફ શરદ પવારે મહારાષ્ટ્રનાં જલંગાવમાં કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં લખ્યું કે કોઈ પાસે અધિકાર નથી કે તે દેશનું નામ બદલી શકે. મને સમજાતું નથી કે સત્તાધારી દળ ભાજપ એવું શા માટે કરી રહી છે.

ભાજપે કર્યો પલટવાર
ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ પલટવાર કરતાં લખ્યું, કોંગ્રેસને દેશનાં સમ્માન અને ગૌરવ સાથે સંકળાયેલ દરેક વિષયથી આટલી આપત્તિ શા માટે છે. ભારત જોડોના નામ પર રાજનૈતિક યાત્રા કરનારાઓને'ભારત માતાની જય'નાં ઉદ્ઘોષથી નફરત શા માટે છે? સ્પષ્ટ છે કે કોંગ્રેસનાં મનમાં ન તો દેશ પ્રતિ સમ્માન છે ન તો દેશનાં બંધારણ પ્રતિ અને ન તો બંધારણિય સંસ્થાઓ પ્રતિ. તેમને તો બસ એક વિશેષ પરિવારનાં ગુણગાનથી જ મતલબ છે. કોંગ્રેસની દેશ અને બંધારણ વિરોધી મંશાઓને સમગ્ર દેશ જાણે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ