બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / India became the first country to make a soft landing on the South Pole of the Moon

મહામંથન / ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ભારતની સૌ પ્રથમ હાજરી, અઘરી સફર સરળ કેમ બની? દેશવાસીઓને આ સફળતાથી શું થશે લાભ?

Dinesh

Last Updated: 08:56 PM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chandrayaan 3 Landing : ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર સોફ્ટ લેન્ડિંગ કરનાર દેશ ભારત પહેલો છે અને ચંદ્રની ધરતી ઉપર સોફ્ટ લેન્ડિંગ કરનાર ચોથો દેશ ભારત બન્યો છે

  • ચંદ્ર પર ભારતનો ડંકો, ચંદ્રયાન-3નું સફળ લેન્ડિંગ
  • ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું ચંદ્રયાન-3
  • દેશ અને દુનિયામાં ISROની શાખ વધી 

ચંદ્રયાન 3ની માહિતી:  ચંદ્રયાન-3ની સફળતા ભારત માટે ન ભૂતો ન ભવિષ્યતિ જેવી કહી શકાય. એક નેશનલ હાઈ-વે કરતા ક્યાંય ઓછા બજેટમાં એવી જગ્યા કે જ્યાં દુનિયાનો કોઈ દેશ સફળ ઉતરાણ કરી શક્યો નથી તેવી જગ્યાએ ભારતે ઉતરાણ કરી બતાવ્યું છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત પહેલો દેશ બન્યો છે. આ સફળતાથી ન માત્ર ભારતની પરંતુ ISROની પણ સ્પેસ એજન્સી તરીકેની શાખ વધુ મજબૂત થશે. આ સફળતાની કહાની દેખાય છે એના કરતા ક્યાંય અઘરી છે. આ સફળતાથી 140 કરોડ દેશવાસીઓની છાતી ગજ ગજ ફૂલી રહી છે. ચંદ્રયાન-3ની શરૂઆત થઈ ત્યારથી લઈને દેશવાસીઓના મનમાં અનેક સવાલો હતા, મોટેભાગે વૈજ્ઞાનિક ઢબના જવાબ સામાન્ય માણસને બહુ સરળતાથી ગળે ઉતરતા નથી. 

ચંદ્ર ઉપર ભારતનો ડંકો
ચંદ્રયાન-3ની સફળતા અદકેરી છે અને દેશ અને દુનિયામાં ISROની શાખ વધી છે. દુનિયાએ ભારતની તાકાત ન માત્ર જોઈ પરંતુ અનુભવી પણ છે. વૈશ્વિક ફલક ઉપર ભારતનું મહત્વ વધ્યું છે, તેમજ વિશ્વ ફલક ઉપર ISRO વધુ શક્તિશાળી સ્પેસ એજન્સી બની છે

ચંદ્ર ઉપર ભારતનો `વિક્રમ'
ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર સોફ્ટ લેન્ડિંગ અતિ મહત્વનું છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર સોફ્ટ લેન્ડિંગ કરનાર દેશ ભારત પહેલો છે અને ચંદ્રની ધરતી ઉપર સોફ્ટ લેન્ડિંગ કરનાર ચોથો દેશ ભારત બન્યો છે. અત્યાર સુધી ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર સોફ્ટ લેન્ડિંગ કરવામાં કોઈ સફળ રહ્યું નથી. જે દેશના યાન ચંદ્રની સપાટી ઉપર ઉતર્યા તે પ્રકાશિત સપાટી પર હતા. ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર સોફ્ટ લેન્ડિંગ કરનાર પહેલો દેશ ભારત બન્યો છે.

લેન્ડિંગ પછીની પ્રક્રિયા
વિક્રમ લેન્ડરના ચાર પેલોડ્સ કાર્યરત
પ્રજ્ઞાન રોવરના બે પેલોડ્સ કાર્યરત

વિક્રમ લેન્ડરના પેલોડ્સ
RAMBHA
ચંદ્રની સપાટી પર આવતા સૂર્યના પ્લાઝ્મા કણનો અભ્યાસ કરશે
પ્લાઝ્મા કણના ઘનત્વ, માત્ર અને ફેરફારની તપાસ કરશે

ChaSTE
ચંદ્રની સપાટીના તાપમાનનું રિસર્ચ કરશે

ILSA
લેન્ડિંગ સાઈટ આસપાસ ભૂકંપની ગતિવિધિનું નિરીક્ષણ કરશે

LRA
ચંદ્રના પરિમાણ સમજવાનો પ્રયાસ કરશે

પ્રજ્ઞાન રોવરના પેલોડ્સ
LIBS
ચંદ્રની સપાટી ઉપર રહેલા રસાયણોનો અભ્યાસ કરશે
ખનીજોની તપાસ કરશે

APXS
ચંદ્ર ઉપર ખનીજના બંધારણનો અભ્યાસ કરશે

મિશનનું વૈજ્ઞાનિક મહત્વ
ચંદ્રના વાયુમંડળ, સપાટી, રસાયણ અંગે માહિતી મળશે તેમજ ચંદ્ર ઉપર ભૂકંપની ગતિવિધિ, ખનીજ વગેરેની તપાસ કરશે, ભવિષ્યના રિસર્ચ માટે મહત્વની જાણકારી મળશે

ISROની ટ્રીક, દુનિયાએ માની
ભારતના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-3 માટે જાણે કે કુદરતનો જ ઉપયોગ કર્યો છે. કુદરતની શક્તિને જ ચંદ્રયાન-3 માટે પોતાની તાકાત બનાવી છે, અન્ય દેશ સીધા ચંદ્ર ઉપર પહોંચવા શક્તિશાળી રોકેટ વાપરે છે. ભારતે આ માટે પૃથ્વી અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ અને રોટેશનલ સ્પીડનો ઉપયોગ કર્યો છે. ભારતે સ્પેસક્રાફ્ટને અંતરીક્ષમાં ચંદ્ર તરફ ધીમે-ધીમે ધકેલ્યું છે. આ રીતે ચંદ્ર ઉપર પહોંચવામાં સમય લાગે છે પરંતુ ખર્ચ બચી જાય છે

આ કારણે દુનિયાએ કરવી પડે સલામ
ચંદ્રયાન-3 અગાઉના ચંદ્રયાન-2 મિશન કરતા પણ સસ્તું તૈયાર કરાયું છે. ભારતના ચંદ્રયાન-3 મિશન માટે કુલ ખર્ચ 650 કરોડ થયો છે.  લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડલ પાછળ ખર્ચાયા 250 કરોડ ખર્ચાયા છે.  ફ્યુઅલ, રોકેટ, લોંચ સર્વિસ સહિતનો ખર્ચ 365 કરોડ થયો છે. ભારતનો પહેલો 8 લેન હાઈ-વે 9 હજાર કરોડના ખર્ચે બન્યો છે. જેની સામે મુશ્કેલ જણાતા ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર જવાનો ખર્ચ 13મા ભાગનો અને ચીને પોતાના મૂન મિશન ચાંગ-ઈ-4 માટે 69.38 લાખ કરોડ ખર્ચ્યા છે. ચીનના મૂન મિશનનો ઉદ્દેશ ચંદ્રની પ્રકાશિત સપાટી ઉપર ઉતરાણ કરવાનો હતો. અમેરિકાએ પોતાના મૂન મિશન પાછળ અત્યાર સુધી 825 લાખ કરોડ ખર્ચ્યા છે. રશિયાએ લૂના-25 પાછળ લગભગ 1600 કરોડ ખર્ચ્યા છે. રશિયાનું લૂના-25 મિશન ચંદ્રયાન-3થી 2.5 ગણું મોંઘુ તૈયાર થયું હતું. લૂના-25 20 ઓગસ્ટના રોજ ચંદ્રની સપાટી સાથે અથડાયા પછી તૂટી પડ્યું હતું. 

વિક્રમ લેન્ડર કેટલા દિવસ કામ કરશે?
ચંદ્રની સપાટી ઉપર વિક્રમ લેન્ડર 14 દિવસ કામ કરશે, ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર 14 દિવસ સુધી પ્રકાશ રહે છે. ચંદ્રની સપાટી ઉપરથી લેન્ડર પ્રજ્ઞાન રોવર પાસેથી મેસેજ લેશે. મેસેજને બેંગ્લુરુ સ્થિત ઈન્ડિયન ડીપ સ્પેસ નેટવર્કમાં મોકલાશે. જરૂર પડશે તો પ્રોપલ્શન મોડ્યુલ અને ચંદ્રયાન-2ના ઓર્બિટરની મદદ લેવાશે તેમજ પ્રજ્ઞાન રોવર માત્ર વિક્રમ લેન્ડર સાથે વાત કરી શકશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ