બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / india apple warning of state sponsored attacks on iphones of opposition leaders pawan khera mahua moitra

BIG NEWS / હેકર્સ કરી રહ્યા છે ઍટેક...: વિપક્ષના મોટા નેતાઓના ફોન પર Apple એ મોકલ્યું ઍલર્ટ, નેતાઓએ મોદી સરકાર પર લગાવ્યો આરોપ

Dinesh

Last Updated: 02:52 PM, 31 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Apple iPhone Alert News: અલર્ટ મેસેજમાં ચેતવણી આપવામાં આવી છે કે, સ્ટેટ સ્પોન્સર્ડ એટેકખોરો તમારા આઇફોનને નિશાન બનાવી રહ્યા છે

  • એપલનો વિપક્ષી નેતાઓને ચેતવણી મેસેજ
  • 'તમારા iPhoneને રિમોટલી કંટ્રોલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે'
  • 'સ્ટેટ સ્પોન્સર્ડ એટેક્સ દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યાં છે' 

Apple iPhone Alert News: ટેક્નોલોજી કંપની Appleએ ઘણાં ભારતીય વિપક્ષી નેતાઓને એક ચેતવણીનો સંદેશ મોકલ્યો છે. જેમાં ચેતવણી આપી છે કે તેમના આઇફોનને સ્ટેટ સ્પોન્સર્ડ એટેક્સ દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. જેમાં કહેવામાં આવ્યું છે કે Apple માને છે કે સ્ટે સ્પોન્સર્ડ હુમલાખોરો દ્વારા તમારા Apple ID સાથે સંકળાયેલા iPhoneને રિમોટલી કંટ્રોલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે મામલે વિપક્ષી નેતાઓએ પણ માહિતી આપી છે.

એપલનો એલર્ટ મેસેજ
આપને જણાવી દઈએ કે, રાજ નેતા ઉપરાંત એપલ દ્વારા કેટલાક પત્રકારોને પણ એલર્ટ મેસેજ પણ મળ્યા હોવાનું પણ સામે આવ્યું છે. Apple દ્વારા જે નેતાઓને એલર્ટ મોકલવામાં આવ્યા છે જેમાં TMC સાંસદ મહુઆ મોઇત્રા, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય પવન ખેડા, શિવસેના નેતા અને રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, કોંગ્રેસના સાંસદ શશિ થરૂર, CPI-Mના નેતા તેમજ આપ નેચા રાઘવ ચડ્ડા પણ સામેલ  છે. આ સિવાય AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીને પણ એલર્ટ મેસેજ મળ્યો છે.

શુ છે એલર્ટ મેસેજમાં
અલર્ટ મેસેજમાં ચેતવણી આપવામાં આવી છે કે, સ્ટેટ સ્પોન્સર્ડ એટેકખોરો તમારા આઇફોનને નિશાન બનાવી રહ્યા છે. હુમલાખોરો તમારા Apple ID દ્વારા રિમોટલી તમારા iPhone ઍક્સેસ લેવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ હુમલાખોરો તમને અંગત રીતે નિશાન બનાવી રહ્યા છે. જો તમારા ડિવાઈસ સાથે હુમલાખોરો દ્વારા ચેડા કરવામાં આવ્યા છે, તો તેઓ તમારા સંવેદનશીલ ડેટા, કેમેરા અને માઇક્રોફોનને પણ દૂરથી ઍક્સેસ કરી શકે છે. આ ચેતવણીને ગંભીરતાથી લેશો.

વિપક્ષી નેતાઓએ શું કહ્યું? 
કોંગ્રેસ નેતા પવન ખેડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે, પ્રિય મોદી સરકાર, તમે આવું કેમ કરી રહ્યા છો?' ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ કહ્યું કે તેમને એપલ તરફથી હમણાં જ ચેતવણી મળી છે કે સરકાર તેમના આઇફોન અને મેઇલ આઇડીને હેક કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે સરકાર પર પણ નિશાન સાધ્યું છે. સમાજવાદી પાર્ટીના નેતા આઈપી સિંહે કહ્યું કે અખિલેશ યાદવને પણ એપલ દ્વારા ચેતવણીનો સંદેશ મળ્યો છે. તેમણે કહ્યું કે વિપક્ષી નેતાઓની ગોપનીયતા પર આ હુમલો ગેરકાયદેસર છે. 

અસદુદ્દીન ઓવૈસીએ શુ કહ્યું ?
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, એપલ થ્રેટ નોટિફિકેશન દ્વારા મને ખબર પડી કે મારા ફોનને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. તેમણે શાયરાના અંદાજમાં આકારા પ્રહાર કર્યા હતાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ