બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs WI Yuzvendra Chahal batting viral video Chahal came down with the bat and the team said come back

IND vs WI / VIDEO: બેટ લઈને ઉતર્યો ચહલ અને ટીમે કહ્યું પાછો આવ... આ 'કન્ફ્યુઝન' જોઈને દુનિયાભરના લોકો ઉડાવી રહ્યા છે મજાક

Megha

Last Updated: 11:02 AM, 4 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી T20માં જ્યારે ભારતની 8 વિકેટ પડી એ બાદ ચહલ 9માં નંબર પર બેટિંગ કરવા મેદાનમાં આવ્યો હતો પણ ત્યારે કંઈક એવું બન્યું જેણે ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા

  • ટીમ ઈન્ડિયા  વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી T20માં 4 રનથી હારી
  • ભારતની 8 વિકેટ પડી એ બાદ ચહલ 9માં નંબર પર બેટિંગ કરવા આવ્યો  
  • ચહલને ભારતીય ટીમ મેનેજમેન્ટે ડ્રેસિંગ રૂમમાં પાછો બોલાવ્યો

IND vs WI Yuzvendra Chahal batting viral video:વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ T20 4 રનથી જીતીને સીરિઝમાં 1-0ની લીડ મેળવી હતી.  વેસ્ટ ઈન્ડિઝે પહેલા બેટિંગ કરીને 149 રન બનાવ્યા હતા અને તેની સામે ભારતીય ટીમ માત્ર 145 રન જ બનાવી શકી હતી. આ સિવાય મેચમાં એક એવી ઘટના બની જેણે માત્ર ચાહકોને જ નહીં પરંતુ દુનિયાને પણ ચોંકાવી દીધી. વાત ત્યારની છે જ્યારે ભારતની 8 વિકેટ પડી હતી અને એ બાદ યુઝવેન્દ્ર ચહલ 9માં નંબર પર બેટિંગ કરવા મેદાનમાં આવ્યો હતો પણ ત્યારે જ કંઈક એવું બન્યું જેણે ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા.

ચહલને ભારતીય ટીમ મેનેજમેન્ટે ડ્રેસિંગ રૂમમાં પાછો બોલાવ્યો
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી પ્રથમ T20 ઈન્ટરનેશનલમાં ત્યારે વિચિત્ર સ્થિતિ સર્જાઈ જ્યારે 10માં નંબર પર બેટિંગ કરવા ઉતરેલા યુઝવેન્દ્ર ચહલને ભારતીય ટીમ મેનેજમેન્ટે ડ્રેસિંગ રૂમમાં પાછો બોલાવ્યો હતો. જો કે ટીમ ઈન્ડિયા ઈચ્છતી હતી કે નવોદિત મુકેશ કુમાર બેટિંગ કરવા જાય પણ એ પહેલા ચહલે બેટ લઈને મેદાનમાં પંહોચી ગયો હતો. ચહલ કોઈને કહ્યા વગર 9મા નંબર પર બેટિંગ કરવા મેદાનમાં ગયો હતો. આ જોઈને ટીમ મેનેજમેન્ટ આશ્ચર્યચકિત થઈ ગયું. ચહલને બેટિંગ માટે જતા જોઈને મેનેજમેન્ટે તેને તરત જ પરત ફરવાનો સંકેત આપ્યો, જેને જોઈને સ્પિનરે પરત ફરવાનું શરૂ કર્યું. 

ચહલ કોઈને પૂછ્યા વિના પહેલા જ મેદાન પર ઉતરી ગયો 
પરંતુ ટૂંક સમયમાં જ તેણે ફરીથી ક્રિઝ પર પાછા ફરવું પડ્યું હતું. વાસ્તવમાં નિયમો અનુસાર, ચહલ પહેલેથી જ મેદાન પર ઉતરી ગયો હતો અને ક્રિઝની નજીક પહોંચી ગયો હતો. આવી સ્થિતિમાં અન્ય બેટ્સમેન તેની જગ્યા લઈ શકે એમ ન હતો, આ સ્થિતિમાં અમ્પાયરે તેને પરત ફરવાનું કહ્યું હતું. જણાવી દઈએ કે ટીમ મેનેજમેન્ટ મુકેશ કુમારને નંબર 9 પર બેટિંગ માટે મોકલવા માંગતું હતું પરંતુ ચહલ કોઈની સાથે વાત કર્યા વિના બેટિંગ માટે નીકળી ગયો હતો. જેના કારણે આ 'કન્ફ્યુઝન'થઈ હતી. 

આ રમુજી ઘટના ક્યારે બની હતી
સમગ્ર ઘટના બીજી ઇનિંગની છેલ્લી ઓવરમાં બની હતી, જ્યારે ભારતને જીતવા માટે પાંચ બોલમાં 10 રનની જરૂર હતી અને આઠ વિકેટ પડી હતી. જોકે, ચહલ એક બોલમાં એક રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. તેની સામે મુકેશ કુમાર પણ કંઈ સારું પ્રદર્શન કરી શક્યો ન હતો, ભારતને જીતવા માટે છેલ્લા બોલ પર 6 રનની જરૂર હતી. આવી સ્થિતિમાં મુકેશ છેલ્લા બોલ પર માત્ર 1 રન બનાવી શક્યો અને ભારત 4 રને મેચ હારી ગયું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ