બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs WI Why did team India lose this match despite 37 runs in 30 balls, 6 wickets remainingFind out

IND vs WI / 30 બોલમાં 37 રન, 6 વિકેટ બાકી છતાં પણ ટીમ ઈન્ડિયા કેમ હારી આ મેચ? જાણો ક્યાં ભૂલ થઈ

Megha

Last Updated: 10:29 AM, 4 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમને છેલ્લી 5 ઓવરમાં એટલે કે 30 બોલમાં માત્ર 37 રન બનાવવાના હતા. આ સાથે જ એ સમયે ભારતની માત્ર 4 વિકેટ પડી હતી અને કેપ્ટન હાર્દિક પંડ્યા અને સંજુ સેમસન ક્રિઝ પર હતા.

  • ટીમ ઈન્ડિયા  વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી T20માં 4 રનથી હારી
  • ભારતીય ટીમે આ પહેલી મેચમાં કઈ ભૂલ કરી હતી
  • 30 બોલમાં માત્ર 37 રન બનાવવાના હતા છતાં પણ હારી 

ભારતીય ટીમ ભલે વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી T20 ઈન્ટરનેશનલ મેચમાં ફક્ત 4 રનથી હારી છે પણ આ નજીકની હાર કોઈ શરમજનક હારથી ઓછી નથી. કારણ કે એક સમયે ટીમ 20મી ઓવર પહેલા જ જીતી રહી હોય તેવું લાગી રહ્યું હતું પણ વાસ્તવમાં એવું ન થયું અને 20 ઓવર પૂરી થતાં ટીમ ઈન્ડિયા મેચ હારી ગઈ હતી. એવામાં હવે એ જાણવું અગત્યનું છે કે ભારતીય ટીમે પાંચ મેચની T20 સીરિઝમાં 0-1થી પાછળ રહ્યા બાદ આ પહેલી મેચમાં કઈ ભૂલ કરી હતી. 

30 બોલમાં માત્ર 37 રન બનાવવાના હતા
એ વાત તો નોંધનીય છે કે ભારતીય ટીમને છેલ્લી 5 ઓવરમાં એટલે કે 30 બોલમાં માત્ર 37 રન બનાવવાના હતા. આ સાથે જ એ સમયે ભારતની માત્ર 4 વિકેટ પડી હતી. એ સમયે કેપ્ટન હાર્દિક પંડ્યા અને સંજુ સેમસન ક્રિઝ પર હતા પણ 16મી ઓવરના પહેલા બોલ પર પંડ્યા આઉટ થતાં જ ટીમ રિકવર કરી શકી ન હતી. પંડ્યા બાદ સંજુ સેમસન અને ટૂંક સમયમાં અક્ષર પટેલ પણ પેવેલિયન પરત ફર્યા હતા. છેલ્લી ઓવરમાં કુલદીપ યાદવ અને અર્શદીપ સિંહ આઉટ થતાં ભારતીય ટીમ 4 રનથી મેચ હારી ગઈ હતી.  

સારી બેટિંગ લાઇન-અપ છતાં 150 રન ન કરી શક્યા?
જો કે, આ હાર ભારતીય ટીમ માટે કોઈ સમસ્યાનું કારણ નહીં હોય કારણ કે ટીમ T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ગઈ છે અને સાથે જ હજુ પણ આ સીરિઝ પણ જીતી શકે છે, કારણ કે ચાર મેચ બાકી છે. જો કે આ પહેલા મેચમાં મળેલી હારથી દરેકને આશ્ચર્ય થાય છે કે જ્યારે સારી બેટિંગ લાઇન-અપ હતી ત્યારે 150 રનનો પીછો કેમ ન કરી શક્યા? લોકોના મનમાં આવા પ્રશ્નો છે કે આ મેચને છેલ્લી ઓવર સુધી કેમ જવા દીધી. શું હાર્દિક પંડ્યાએ 6 નંબર પર ઉતરવું ન જોઈએ? 

5 બેટ્સમેન અને બે ઓલરાઉન્ડર સાથે ઉતરી હતી ટીમ ઈન્ડિયા 
ભારતીય ટીમ આ મેચમાં 5 બેટ્સમેન અને બે ઓલરાઉન્ડર સાથે ઉતરી હતી.આ રીતે 7મા નંબર સુધી માત્ર બેટિંગ હતી જે ઘણી વખત ઘાતક સાબિત થઈ હતી.જો અક્ષર પટેલને મેચ પ્રેક્ટિસ ન મળી હોત તો તેની પાસેથી વધુ અપેક્ષા રાખી શકાય તેમ નથી.આવી સ્થિતિમાં તમારી પાસે હાર્દિક પંડ્યા સહિત માત્ર 6 બેટ્સમેન હતા.આ જ કારણ હતું કે જ્યારે સંજુ સેમસન રનઆઉટ થઈને પેવેલિયન પરત ફર્યો ત્યારે ભારતની હાર લગભગ નિશ્ચિત થઈ ગઈ હતી. 

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ બનાવ્યા આટલા રન 
શુભમન ગિલ માત્ર 3 રન બનાવીને આઉટ થયો હતો. 28 રનના સ્કોર પર ઇશાન કિશનના રૂપમાં ભારતને બીજો ઝટકો લાગ્યો હતો. સૂર્યકુમાર પણ 21 રન બનાવીને આઉટ થયો હતો તો ટીમને ચોથો ઝટકો તિલક વર્માના રૂપમાં લાગ્યો હતો. મેચમાં ડેબ્યુ કરનાર વર્મા પણ 22 બોલમા 39 રન કરી પવેલીયન પરત ફર્યો હતો. હાર્દિક પંડયા 19 રન બનાવીને આઉટ થયો હતો. સંજુ સૈમસન પણ 12 રન બનાવીને આઉટ થયો હતો. વધુમાં અક્ષર પટેલના આઉટ થયા બાદમા ટીમ ઇન્ડિયા દબાવમાં આવી હતી. જ્યારે છેલ્લી એક ઓવરમાં ભારતને 10 રનની જરૂર હતી. ત્યારે રોમારીયો શેફર્ડ છેલ્લી ઓવરના પહેલા જ બોલ પર કુલદીપ યાદવને આઉટ કર્યા બાદ ભારતના હાથમાંથી જાણે મેચ જતી જ રહી હતી અને અંતે સીરિઝની પ્રથમ મેચ વેસ્ટ ઈન્ડિઝે 4 રને જીત લીધી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ