બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs WI Tilak Varma: Six on the second ball, then wicket on the second ball,

IND vs WI / ઓવરની બીજી બોલ અને તિલક વર્મા, નિકોલસ પૂરનને આઉટ કરી આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ વિકેટ લીધી, જુઓ VIDEO

Megha

Last Updated: 01:02 PM, 14 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tilak Varma: હાર્દિક પંડ્યાએ તિલક વર્માને બોલિંગ કરવા માટે મોકો આપ્યો અને તિલકે તેનો કમાલ બતાવતા પૂરનને આઉટ કરીને બીજા જ બોલ પર તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ વિકેટ લીધી હતી.

  • ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામે 5મી T20માં 8 વિકેટે હારી
  • તિલક વર્માએ આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ વિકેટ લીધી 
  • હાર્દિક પંડ્યાએ તિલક વર્માને બોલિંગ કરવા આપી 

Tilak Varma 1st Wicket: પાંચમી T20 મેચમાં ભારતનો પરાજય થયો અને આ હાર સાથે ટીમ ઈન્ડિયા T20 સિરીઝ 2-3થી હારી ગઈ છે.  મેચમાં ભલે હાર મળી હોય પણ તિલક વર્મા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. સારી બેટિંગ કરનાર તિલક આ વખતે બેટિંગ માટે નહીં પરંતુ બોલિંગ માટે ચર્ચાનો વિષય બન્યા છે. 

તિલક વર્માએ આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ વિકેટ લીધી 
વાત એમ છે કે પાંચમી T20માં તિલક વર્માએ નિકોલસ પૂરનને આઉટ કરીને તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ વિકેટ લીધી હતી અને તેનો પણ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ગઇકાલની એ મેચમાં નિકોલસ પૂરન અને બ્રાન્ડન કિંગે જબરદસ્ત બેટિંગ કરી અને ભારતને હારની નજીક પહોંચાડ્યું હતું. મેચમાં બંને વચ્ચે 107 રનની ભાગીદારી નોંધાઈ હતી. બંનેએ જોરદાર બેટિંગ કરી હતી અને તેની સામે કોઈ બોલર ટકી શક્યા નહતા. 

હાર્દિક પંડ્યાએ તિલક વર્માને બોલિંગ કરવા આપી 
આવી સ્થિતિમાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ તિલક વર્માને બોલિંગ કરવા માટે મોકો આપ્યો હતો. તિલકએ આવતાની સાથે જ તેનો કમાલ બતાવ્યો અને પૂરનને આઉટ કરીને તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ વિકેટ લીધી હતી.  પૂરને તિલકના બીજા બોલ પર રિવર્સ હિટ રમવાનો પ્રયાસ કર્યો પણ બોલ બેટ પર ન આવ્યો અને ઉપરના કિનારે અથડાઇને લેગ સ્લિપમાં ગયો અને કેપ્ટન હાર્દિકે એક સરળ કેચ લઈને પુરનની ઇનિંગ્સનો અંત લાવ્યો. 

તિલક વર્માએ બીજા જ બોલમાં પહેલી વિકેટ લીધી
જો કે અમ્પાયરે નિકોલસ પૂરનને આઉટ આપ્યો ન હતો પણ આ પછી ભારતીય ટીમે ડીઆરએસની મદદ લીધી. નિર્ણય ભારતના પક્ષમાં ગયો અને તિલક વર્માએ પોતાની કારકિર્દીના બીજા જ બોલમાં સિક્સર ફટકાર્યા બાદ બોલિંગના બીજા જ બોલમાં વિકેટ લીધી. પુરને મેચમાં 35 બોલમાં 47 રનની ઇનિંગ રમી હતી જેમાં 1 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. આ રીતે તિલકને તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ વિકેટ પુરન તરીકે મળી.  

જણાવી દઈએ કે પાંચમી T20 પહેલા ભારતીય બોલિંગ કોચે તિલક વર્માને બોલર તરીકે પણ ઉપયોગ કરવાની વાત કરી હતી. બોલિંગ કોચે ખાસ કરીને યશસ્વી જયસ્વાલ અને તિલક વર્મા વિશે વાત કરી અને કહ્યું કે આ બે એવા ભારતીય બેટ્સમેન છે જે આવનારા સમયમાં ભારત માટે મેચોમાં બોલિંગ પણ કરી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ