બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs WI Tilak Varma dominated the debut match itself, journey to Team India was not easy

IND vs WI / પિતા ઈલેક્ટ્રીશયન, બેટ ઉછીનું માંગીને સેન્ચુરી ફટકારી: હાર્દિક પંડ્યાએ મોકો આપ્યો અને છવાઈ ગયો આ ખેલાડી

Megha

Last Updated: 03:20 PM, 4 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs WI: ભારતીય ટીમમાં ડેબ્યૂ કરનાર આઈપીએલ સ્ટાર તિલક વર્માએ તેના પહેલા જ મેચમાં છગ્ગો ફટકાર્યો હતો. ડેબ્યૂ મેચમાં તિલકે 22 બોલમાં 39 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

  • WI સામે T20 સીરિઝની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાને ચાર રનથી હાર મળી 
  • ટીમમાં ડેબ્યૂ કરનાર આઈપીએલ સ્ટાર તિલક વર્મા મેચમાં છવાઈ ગયો
  • બે બોલમાં સતત બે સિક્સર ફટકારીને તિલકે સૌનું ધ્યાન ખેંચ્યું

Tilak Verma Debut in Team India: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (WI vs IND) વચ્ચેની પાંચ મેચની T20 સીરિઝની પહેલી મેચ ત્રિનિદાદના બ્રાયન લારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી.  વેસ્ટ ઈન્ડિઝ સામેની 5 મેચની સીરિઝની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાનો 4 રને પરાજય થયો હતો. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 149 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયા 9 વિકેટ ગુમાવીને 145 રન જ બનાવી શકી હતી. ટીમ ઈન્ડિયા માટે આ મેચ ભલે ખરાબ રહી પણ ભારતીય ટીમમાં ડેબ્યૂ કરનાર આઈપીએલ સ્ટાર તિલક વર્મા પહેલી જ મેચમાં છવાઈ ગયો હતો.

તિલકે 39 રનની ઇનિંગ રમી હતી
ભારતીય ટીમમાં ડેબ્યૂ કરનાર આઈપીએલ સ્ટાર તિલક વર્માએ તેના પહેલા જ મેચમાં છગ્ગો ફટકારીને તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીના પ્રથમ રન બનાવ્યા. તેણે બે બોલમાં સતત બે સિક્સર ફટકારીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. તિલક વર્માએ પોતાની ડેબ્યૂ મેચમાં 22 બોલમાં 39 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે ત્રણ જબરદસ્ત સિક્સર અને બે જબરદસ્ત ફોર ફટકારી હતી. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 177.27 હતો. જણાવી દઈએ કે તિલક વર્માએ આ વર્ષની IPLમાં પોતાની શાનદાર બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

IPLમાં 343 રન બનાવ્યા
અગાઉ તિલક વર્માએ આ વર્ષની IPL સિઝનમાં શાનદાર બેટિંગ કરી હતી. તેણે મુંબઈ ઇન્ડિયન્સ માટે 11 ઇનિંગ્સમાં 43.88ની એવરેજથી 343 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે અડધી સદી પણ ફટકારી હતી. તેના પ્રદર્શનના આધારે તેને ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી મળી હતી.

તિલક વર્માની સફર સરળ ન હતી
તિલક વર્માની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રીની સફર આસાન રહી નથી. હૈદરાબાદના તિલકનો જન્મ 8 નવેમ્બર 2002ના રોજ થયો હતો. તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી. તેના પિતા ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતા હતા. તિલક બાળપણમાં ટેનિસ ક્રિકેટ રમતા હતા. ત્યારે જ કોચ સલામ બાયશની નજર તેના પર પડી અને તેણે તિલકને એકેડેમીમાં મફતમાં ક્રિકેટ શીખવ્યું એટલું જ નહીં પરંતુ તિલકના પિતાને પણ ક્રિકેટ રમવા દેવા માટે સમજાવ્યા.

તિલકે ઉધાર બેટ વડે સદી ફટકારી હતી
આવી સ્થિતિમાં તિલક વર્માની ક્રિકેટ કારકિર્દી સરળ ન હતી. તેણે ઉછીના બેટથી પ્રેક્ટિસ પણ કરી છે. કોચ સલામ બાયશે તિલકને મફતમાં ક્રિકેટ શીખવ્યું હતું. શરૂઆતમાં તિલક પાસે બેટ ખરીદવાના પૈસા નહોતા. એક વર્ષ સુધી ક્રિકેટ શીખ્યા પછી તિલક ઉધાર બેટ વડે સદી ફટકારી હતી અને એ બાદ ક્યારેય પાછળ વળીને જોયું નથી. તિલકે ચાર વર્ષ સુધી રન બનાવ્યા અને વર્ષ 2021-22માં વિજય મર્ચન્ટ ટ્રોફી સાથે ભારતીય સ્થાનિક ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ