બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs WI first fifty for Team India, Tilak Verma celebrated in a different way, saying 'I promised Rohit Sharma's daughter

IND vs WI / ટીમ ઈન્ડિયા માટે પહેલી ફિફ્ટી ફટકારીને તિલક વર્માએ કર્યું અલગ રીતે સેલિબ્રેશન, કહ્યું 'રોહિત શર્માની દીકરીને વચન આપ્યું હતું..'

Megha

Last Updated: 10:41 AM, 7 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs WI Tilak Varma Celebration: વેસ્ટ ઈન્ડિઝ સામેની પાંચ મેચોની T20 ઈન્ટરનેશનલ સીરિઝની બીજી મેચમાં તિલક વર્માએ અડધી સદી ફટકારીને તેનું અલગ રીતે સેલિબ્રેશન કર્યું હતું.

  • તિલક વર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી મેચમાં અડધી સદી ફટકારી
  • અડધી સદી ફટકારી અને તેને અલગ રીતે સેલિબ્રેશન કર્યું
  • તિલકે રોહિત શર્માની પુત્રી સમાયરાને આપ્યું હતું વચન 

IND vs WI Tilak Varma Celebration: એક મેચ પહેલા જ ટીમ ઈન્ડિયા માટે ઈન્ટરનેશનલ ડેબ્યૂ કરનાર તિલક વર્માએ બીજી મેચમાં જ અડધી સદી ફટકારી હતી. તેને વેસ્ટ ઈન્ડિઝ સામેની પાંચ મેચોની T20 ઈન્ટરનેશનલ સીરિઝની બીજી મેચમાં અડધી સદી ફટકારી અને તેને અલગ રીતે તેનું સેલિબ્રેશન કર્યું હતું. જો કે આ અલગ રીતે કરવામાં આવેલ સેલિબ્રેશનની પાછળનું કારણ પણ તેને જણાવ્યું છે. 

અડધી સદી ફટકાર્યા પછી કર્યું અનોખું સેલિબ્રેશન 
એ વાત તો આપણે બધા જાણીએ જ છીએ કે તિલક વર્માએ પ્રથમ મેચમાં પણ સારી ઇનિંગ રમી હતી.જો કે બંને મેચમાં ટીમનો પરાજય થયો હતો પરંતુ બીજી મેચમાં ફિફ્ટી ફટકાર્યા બાદ તિલક વર્માએ અલગ જ ઉજવણી કરી હતી.  તિલક વર્માએ પોતાની અડધી સદી ફટકાર્યા પછી પહેલા બેટને હવામાં લહેરાવ્યું અને પછી બંને હાથના કાંડા ફેરવીને એક નાનકડી ડાન્સ ટાઈપ સેલિબ્રેશન કર્યું.

રોહિત શર્માની પુત્રી સમાયરાને આપ્યું હતું વચન 
વાત એમ છે કે તિલકે આવું એટલા માટે કર્યું કારણ કે તેને રોહિત શર્માની પુત્રી સમાયરાને વચન આપ્યું હતું કે જો તે ક્યારેય સદી અથવા અડધી સદી ફટકારશે તો તે તે જ રીતે ઉજવણી કરશે જેવી રીતે તે સમાયરા સાથે રમે છે. તિલક વર્માએ મુંબઈ ઈન્ડિયન્સ માટે આઈપીએલ રમ્યો હતો અને તેમ તેના દમદાર પર્ફોમન્સ પરથી તેને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું હતું. 

માત્ર સેમી માટે મેં આમ ઉજવણી કરી
તિલક વર્માએ મેચ પછી કહ્યું, "આ બધું સેમી (સમાયરા) રોહિત ભાઈની પુત્રી વિશે હતું, કારણ કે હું અને સેમી એક સરખા છીએ. અમારા બંનેના સંબંધો ખરેખર ખૂબ સારા છે. તેથી મેં એટલું જ કહ્યું કે જ્યારે પણ હું સદી કે 50 ફટકારીશ ત્યારે  હું પ્રથમ એ રીતે ઉજવણી કરીશ જે રીતે આપણે હંમેશા એકબીજા સાથે રમીએ છીએ ત્યારે કરીએ છીએ. તેથી માત્ર સેમી માટે મેં આમ ઉજવણી કરી."રોહિત શર્માએ ઈન્સ્ટા સ્ટોરીમાં તેની અડધી સદીનો ફોટો પણ શેર કર્યો છે.

તિલક વર્માનું શાનદાર પ્રદર્શન 
ટીમ ઈન્ડિયા તરફથી વેસ્ટ ઈન્ડિઝને 153 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. મેચમાં ભારતીય ટીમે 7 વિકેટ ગુમાવીને 152 રન બનાવ્યા હતા. ટીમ ઇન્ડિયામાં તિલક વર્મા શાનદાર રમ્યો હતો અને તેણે અડધી સદીની ઇનિંગ રમી હતી. તિલકે  41 બોલમાં 51 રન બનાવ્યા હતા. નોંધનીય છે કે  તિલક વર્માની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની આ પ્રથમ અર્ધસદી હતી. આ મેચમાં ઈશાન કિશને 27 અને કેપ્ટન હાર્દિક પંડ્યાએ 24 રન બનાવ્યા હતા. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ