બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs WI: A wrong decision by Shubman Gill ended his innings for 9 runs

IND vs WI / અમ્પાયરના ખોટ નિર્ણયને કારણે શુભમન ગિલ થયો આઉટ, 9 રન બનાવીને જ પેવેલિયન પરત ફર્યો, શું આ ભૂલ બની હારનું કારણ?

Megha

Last Updated: 12:17 PM, 14 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ind Vs Wi Shubman Gill: વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી T20 મેચમાં અમ્પાયરના ખોટ નિર્ણયને કારણે શુભમન ગિલ 9 રન બનાવીને આઉટ થયો હતો, DRS ન લેવાના કારણે જવું પડ્યું પેવેલિયન.

  • ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામે 5મી T20માં 8 વિકેટે હારી
  • અમ્પાયરના ખોટ નિર્ણયને કારણે શુભમન ગિલ થયો આઉટ 
  • શુભમનને ખોટી રીતે આઉટ આપવામાં આવ્યો હતો

Ind Vs Wi Shubman Gill: વેસ્ટ ઈન્ડિઝે પાંચ મેચની T20 સીરિઝની પાંચમી અને અંતિમ નિર્ણાયક મેચમાં ભારતને આઠ વિકેટે હરાવ્યું. આ જીત સાથે વેસ્ટ ઈન્ડિઝે આ T20 સીરિઝ પણ 3-2થી કબજે કરી લીધી છે. ફ્લોરિડાના લોડરહિલમાં રમાયેલી પાંચમી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝે 18 ઓવરમાં બે વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. 

અમ્પાયરના ખોટ નિર્ણયને કારણે શુભમન ગિલ થયો આઉટ 
વેસ્ટ ઈન્ડિઝની ટીમે પ્રથમ બે T20 જીતી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ વાપસી કરી અને ત્રીજી અને ચોથી ટી20 જીતી લીધી. જો કે, પાંચમી T20 હારવાની સાથે ભારતીય ટીમે સીરિઝ પણ ગુમાવી દીધી હતી. ગઇકાલની એ મેચ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન હાર્દિક પંડયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ ટીમ ઈન્ડિયા તરફથી ઓપનર તરીકે મેદાનમાં આવ્યા હતા. આ મેચમાં આ બંને બેટ્સમેને પોતાની વિકેટ ખૂબ જ વહેલી ગુમાવી દીધી હતી પણ આ દરમિયાન અમ્પાયરે શુભમન ગિલ સાથે એક ખેલ કરી દીધો હતો. 

શુભમનને ખોટી રીતે આઉટ આપવામાં આવ્યો હતો
ચાહકોને આ મેચમાં શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ પાસેથી ઘણી આશાઓ હતી. તેને લાગ્યું કે આ બંને બેટ્સમેન પાછલી મેચની જેમ આ મેચમાં પણ મોટી ઈનિંગ્સ રમશે પરંતુ એવું થઈ શક્યું નહીં. આ મેચમાં જયસ્વાલ માત્ર 5 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે ગિલ 9 રન બનાવીને આઉટ થયો હતો પણ આ મેચમાં શુભમન ગિલ નોટ આઉટ હતો. તેમ છતાં અમ્પાયરે તેને આઉટ આપ્યો હતો.

શુભમન ગિલે રિવ્યુ ન લીધો 
આ મેચમાં શુભમન ગિલ ત્રીજી ઓવરમાં આઉટ થયો હતો. અકીલ હુસૈને તેને LBW આઉટ કર્યો હતો પણ તે નોટ આઉટ રહ્યો હતો. બોલ સંપૂર્ણપણે વિકેટ ગુમાવી રહ્યો હતો. પરંતુ તેમ છતાં અમ્પાયરે તેને આઉટ આપ્યો હતો. જો કે ગિલ અમ્પાયરના નિર્ણયને રિવ્યુ કરી શક્યો હોત પણ તેને રિવ્યુ લીધો ન હતો. એ સમયે તેમની સાથે ઉભેલા સૂર્યકુમાર યાદવે પણ તેમને રિવ્યુ ન લેવાનો ઈશારો કર્યો હતો.

DRS ન લેવાના કારણે થયો આઉટ 
આ ઘટના ભારતીય ઇનિંગ્સની ત્રીજી ઓવરમાં બની હતી. શુભમન ગિલે ઓવરના ચોથા બોલ પર સ્વીપ શોટ રમવાનો પ્રયાસ કર્યો પણ તે બોલની પિચ સુધી પહોંચી શક્યો નહીં અને બોલ પેડ સાથે અથડાયો. વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓએ જોરદાર અપીલ કરી અને અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો. શુભમન ગિલ પણ કોઈ રિવ્યુ વગર પેવેલિયનમાં ગયો હતો. બાદમાં ટીવી રિપ્લેમાં બતાવવામાં આવ્યું કે બોલ સ્ટમ્પમાંથી દૂર રહ્યો હતો. આ રીતે ગિલ અણનમ રહ્યો હતો પણ ડીઆરએસ ન લેવાના કારણે તેને પેવેલિયનમાં જવું પડ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ