બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs SL 1996 world cup semifinal vs sri lanka in eden gardens on this day fans clash

IND vs SL 1996 / ઈતિહાસ સાક્ષી છે..જ્યારે ભારત વર્લ્ડકપ હાર્યું તો ચાહકોએ સ્ટેડિયમમાં લગાવી હતી આગ, રડી પડ્યો હતો દિગ્ગજ ક્રિકેટર

Arohi

Last Updated: 02:57 PM, 13 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND Vs SL 1996 World Cup: 28 વર્ષ પહેલા આજના જ દિવસે ભારતીય ટીમ અને શ્રીલંકાની વચ્ચે 1996 વર્લ્ડ કપનો સેમીફાઈનલ રમાયો હતો. કલકતાના ઈડન ગાર્ડર્સમાં રમાયેલી આ સેમીફાઈનલ મેચ વિશે વિચારીને આજે પણ દર્શકો અને આંશુઓથી ભરેલા વિનોદ કાંબલીના ચહેરાની યાદ મનમાં તાજી થઈ જાય છે.

ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં 28 વર્ષ પહેલા આજના જ દિવસે કંઈક એવું થયું હતું જેને કોઈ પણ દિગ્ગજ કે ફેન યાદ નહીં કરવા માંગે. આ 13 માર્ચ 1996નો દિવસ હતો. જે હંમેશા લોકોને યાદ રહેશે. આ દિવસે ભારત અને શ્રીલંકાની વચ્ચે 1996 વર્લ્ડ કપ સેમીફાઈનલ રમાઈ હતી. 

કલકતાના ઈડન ગાર્ડર્સમાં રમાયેલી આ સેમીફાઈનલ મેચ વિશે વિચારીને આજે પણ દર્શકો અને આંશુઓથી ભરેલા વિનોદ કાંબલીના ચહેરાની યાદ મનમાં તાજી થઈ જાય છે. ભારતીય બેટ્સમેનના આઉટ થયા બાદ દર્શકો આક્રમક બની ગયા હતા અને તેમના ખરાબ વર્તનના કારણે મેચ પુરી થઈ શકી ન હતી અને તે શ્રીલંકાના ખાતામાં ગઈ હતી. 

સેમીફાઈનલમાં શ્રીલંકાએ આપ્યો હતો 252 રનોનો ટાર્ગેટ 
હકીકતે આ એજ વર્ષ હતું જ્યારે ભારતની મેજબાનીમાં વનડે વર્લ્ડ કપ રમવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં મોહમ્મદ અઝહરૂદ્દીનની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે ધાંસૂ પ્રદર્શન કર્યું હતું અને સેમીફાઈનલમાં જગ્યા બનાવી હતી. 

પરંતુ કમનસીબે તેને સેમીફાઈનલમાં શ્રીલંકાના સામે ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં 13 માર્ચે જ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે ટોસ તો જીતી લીધો પરંતુ મેચ હારી ગઈ. 

મેચમાં પહેલા બેટિંગ કરતા અર્જુન રણતુંગાની કેપ્ટન્સી વાળી શ્રીલંકન ટીમે 8 વિકેટ પર 251 રન બનાવી લીધા હતા. મેચમાં અરવિંદડી સિલ્વાએ 66 રનોની ઈનિંગ રમી હતી. જ્યારે જવગલ શ્રીનાથે 3 અને સચિન તેંડુલકરે 2 વિકેટ લીધી હતી. તેના બાદ સૈથી ખરાબ બીજી ઈનિંગમાં થયું. 

વધુ વાંચો: વિરાટ કોહલી મેદાન પર ક્યારે કરશે વાપસી? ટી20 વર્લ્ડ કપ રમવા માટે IPL જરૂરી

ધોવાયા ભારતીય બેટ્સમેન 
હકીકતે 252 રનોના ટાર્ગેટના જવાબમાં ભારતીય ટીમ એક સમયે 98 રન પર વિકેટ ગુમાવીને સારી સ્થિતિમાં હતી પરંતુ સચિન તેંડુલકર આઉટ થયા બાગ ટીમનો બેટિંગ ક્રમ ધોવાયો. ત્યાર બાદ ભારતીય ટીમે 120 રનો પર 8 વિકેટ ગુમાવી દીધી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ