બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs ENG, 3rd Test: Rohit Sharma hits 11th Test hundred in Rajkot, breaks records

3જી ટેસ્ટ / VIDEO : રાજકોટમાં જામ્યો હિટમેન, રોહિત શર્માએ ફટકારી તાબડતોબ સદી, એકીસાથે ઘણા રેકોર્ડ્સ

Hiralal

Last Updated: 03:19 PM, 15 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડીયાના કેપ્ટને રંગ રાખ્યો છે. રોહિત શર્માએ ટેસ્ટ કરિયરની 11મી સદી ફટકારી હતી.

  • રાજકોટ ટેસ્ટમાં રોહિતે રંગ રાખ્યો
  • ફટકારી શાનદારી સદી 
  • ટેસ્ટમાં 11મી અને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 47મી સદી 

ટીમ ઈન્ડીયાનો હીટમેન રોહિત શર્માએ રાજકોટમાં રંગ રાખી દીધો છે. રોહિતે રેહાન અહમદની સામે 2 રન લઈને કરિયરની 11મી સદી પૂરી કરી હતી. રોહિતની ઈંગ્લેન્ડ સામે આ ત્રીજી સદી છે. રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાઈ રહેલી ઈંગ્લેન્ડ સામેની 3જી ટેસ્ટમાં રોહિતનું આ મોટું કારનામું છે. હજુ તો ગઈ કાલે આ ક્રિકેટ સ્ટેડિયમનું નામકરણ થયું હતું અને આજે રોહિત તેમાં ધમાકેદાર સદી ફટકારીને ઈંગ્લેન્ડે બેકફૂટ પર મૂકી દીધું હતું. 

રોહિતને ધોનીનો પણ રેકોર્ડ તોડ્યો 
રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટના પહેલા દિવસે પ્રથમ દાવમાં 2 છગ્ગા ફટકારીને પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને પાછળ છોડી દીધો છે. તેના નામે હવે 79 સિક્સર છે, જ્યારે ધોનીના નામે 78 સિક્સર છે. આટલું જ નહીં, હવે તે ભારત તરફથી સૌથી વધુ સિક્સર ફટકારનાર બીજા બેટ્સમેન બની ગયો છે. તેનાથી આગળ માત્ર વીરેન્દ્ર સેહવાગ છે વીરેન્દ્ર સેહવાગના નામે 91 સિક્સર છે.


ઓપનર તરીકે તેની ત્રીજી સદી ફટકારી
રોહિત શર્માએ વધુ એક મોટો રેકોર્ડ બનાવ્યો. તેણે વિજય મર્ચન્ટ, મુરલી વિજય અને કેએલ રાહુલની બરાબરી કરીને ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં ઓપનર તરીકે તેની ત્રીજી સદી ફટકારી. આ યાદીમાં સુનીલ ગાવસ્કર 4 સદી સાથે ટોચ પર છે.

વધુ વાંચો : રાજકોટ ટેસ્ટમાં આ ખેલાડીએ ટીમ ઈન્ડિયામાં કર્યું ડેબ્યૂ, ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા પિતા, ભાવુક કરી દે તેવો વીડિયો વાયરલ

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં રોહિતની 47મી સદી 
વિરાટ કોહલી- 80 સદી
ડેવિડ વોર્નર- 49 સદી
રોહિત શર્મા - 47 સદી
જો રૂટ- 46 સદી
સ્ટીવ સ્મિથ - 44 સદી
કેન વિલિયમસન- 44 સદી  

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં બેન સ્ટોક્સને નામે સૌથી વધુ સિક્સ 
જો ઈન્ટરનેશનલ ક્રિકેટની વાત કરીએ તો સૌથી વધુ સિક્સર ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સના નામે છે. સ્ટોક્સે 128 સિક્સર ફટકારી છે જ્યારે બ્રેન્ડન મેક્કુલમે 107 સિક્સર ફટકારી છે. ત્રીજા નંબર પર એડમ ગિલક્રિસ્ટ છે. તેના નામે 100 સિક્સર છે. આ ત્રણેય બેટ્સમેનો ટેસ્ટમાં સિક્સર ફટકારવાના મામલે ત્રીજા આંકડાને સ્પર્શવામાં સફળ રહ્યા છે. રોહિત શર્મા જે ઝડપે આગળ વધી રહ્યો છે તે જોતાં તેના નામે સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ બની શકે છે.

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન
બેન સ્ટોક્સ (ઈંગ્લેન્ડ): 128 છગ્ગા
બ્રેન્ડન મેક્કુલમ (ન્યુઝીલેન્ડ): 107 છગ્ગા
એડમ ગિલક્રિસ્ટ (ઓસ્ટ્રેલિયા): 100 સિક્સર
ક્રિસ ગેલ (વેસ્ટ ઈન્ડિઝ): 98 છગ્ગા
જેક કાલિસ (દક્ષિણ આફ્રિકા): 97 છગ્ગા
વિરેન્દ્ર સેહવાગ (ભારત): 91 છગ્ગા

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ