બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / In the last two years, 13 complaints were received that MLA protocol was not followed

VTV Exclusive / લ્યો બોલો... ગુજરાતમાં ધારાસભ્યોની નથી જળવાતી માન મર્યાદા, શું હોય છે આ પ્રોટોકોલ? જાણો વિગત

Dinesh

Last Updated: 04:53 PM, 27 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ VTV સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 'ક્યાંક પ્રોટોકલ જળવાય છે અને ક્યાંક નથી જળવાતા. સાદી ભાષામાં કહીએ તો કોઈ અધિકારીની ચેમ્બર કે ઑફિસમાં પહોંચીએ તો જે-તે અધિકારીએ ધારાસભ્ય કે સંસદ સભ્યના માનમાં ઉભું થવું જોઈએ.'

ધારાસભ્યનો પ્રોટોકોલ ન જળવાતો હોવાની છેલ્લા બે વર્ષમાં 13 ફરિયાદ મળી
અમુક જગ્યાએ જળવાય છે અમુક જગ્યાએ નથી જળવાતા: બાવળીયા
 પ્રોટોકોલ ભંગની ફરિયાદ ગંભીર લખાશે: પરિપત્ર

રાજ્ય સરકારના વર્તમાન મંત્રી કુંવરજી બાવળિયા અને તત્કાલિન ધારાસભ્ય કુંવરજી બાવળીયાને વહીવટી પાંખનો કડવો અનુભવ થયો છે. વર્તમાન મંત્રી કુંવરજી બાવળિયાએ ધારાસભ્ય પ્રોટોકોલ જળવાતો ન હોવાની ફરિયાદ કરી છે. ગુજરાતમાં ધારાસભ્યોનો પ્રોટોકોલ ન જાળવાતો હોવાની ફરિયાદ સરકારને મળી હોવાનો સ્વીકાર કર્યો છે. ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણના પ્રશ્નના જવાબમાં સરકારનો જવાબ, ધારાસભ્યનો પ્રોટોકોલ ન જળવાતો હોવાની છેલ્લા બે વર્ષમાં 13 ફરિયાદ મળી, જેમાં સૌથી વધુ ફરિયાદ પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ કરી હોવાનું સામે આવ્યું છે, વર્તમાન મંત્રી કુંવરજી બાવળિયાએ પણ ધારાસભ્ય તરીકે પ્રોટોકોલ ન જળવાતો હોવાની ફરિયાદ કરી હોવાનો સરકારે સ્વીકાર કર્યો છે. સરકારી રાહે જ્યારે જિલ્લામાં કાર્યક્રમ યોજાય ત્યારે તે કાર્યક્રમનું આમંત્રણ જિલ્લાના સ્થાનિક સરકારી પ્રતિનીધીને  ના આપવું તેમજ આમંત્રણ સમયસર આપવામાં ન આવે તે પ્રોટોકોલનો ભંગ કહેવાય છે.

ક્યા ક્યા ધારાસભ્યની પ્રોટોકોલની ફરિયાદ છે?

  • અશ્વિન કોટવાલ
  • જશુભાઈ પટેલ
  • વિરજી ઠુંમર
  • નોશાદ સોલંકી
  • પરેશ ધાનાણી
  • સુનીલ ગામીત
  • સુખરામ રાઠવા
  • કાળાભાઈ રઈજીભાઈ ડાભી
  • સંતોકબેન આરેઠીયા
  • પૂંજાભાઈ વંશ
  • કુંવરજી બાવળીયા

વહીવટી શાખાના પરિપત્ર મુજબ પ્રોટોકોલ એટલે શું 

  • સરકારી કાર્યક્રમની નિયંત્રણ પત્રિકામાં ધારાસભ્યનું નામ તેની સંમતિ મેળવેલી પૂર્વાનુમતિ સિવાય આમંત્રણ પત્રિકામાં નામ છાપવુ નહીં
  • સરકાર તરફથી યોજવામાં આવતા તેમજ સરકારી બોર્ડ કોર્પોરેશન વગેરે તરફથી સમારંભ મંચ પર સ્થાન આપવું
  • સ્થાન આપવાનું નક્કી ન થયેલ હોય તો ગરીમા જળવાય તે રીતે વોરંટ ટોપ પ્રેસિડન્સ પ્રમાણે યોગ્ય જગ્યાએ બેઠક વ્યવસ્થા કરવી
  • રાષ્ટ્રીય કે રાજ્યના સમારંભમાં આમંત્રિત કરાયેલા સરકારના પ્રતિનિધિને વ્યસ્થાન આપવું.
  • પ્રોટોકોલ ભંગની ફરિયાદ ગંભીર લખાશે, જવાબદાર સામે નિયમ અનુસાર પગલાં લેવામાં આવશે

VTV સાથેની વાતચીતમા કુંવરજી બાવળીયાએ શું કહ્યું?
કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ VTV સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ક્યાંક પ્રોટોકલ જળવાય છે અને ક્યાંક નથી જળવાતા. સાદી ભાષામાં કહીએ તો કોઈ અધિકારીની ચેમ્બર કે ઑફિસમાં પહોંચીએ તો જે તે અધિકારીએ ધારાસભ્યના માનમાં ઉભું થવું જોઈએ. માન મર્યાદા મળવી જોઇએ અમુક સ્થળે માન મર્યાદા મળતી નથી અથવા તેઓ જગ્યા પર ઉભા થઇ હોદાની ગરિમા જાળવતા નથી. કોઇ કાર્યક્રમ હોય પત્ર વ્હવહાર હોય તો તેમાં નામ લખવુ જોઇએ અમુક પ્રશ્નો હોય તો ધારાસભ્ય મધ્યસ્થી થી પત્રવ્યવહાર થવો જોઇએ. અમુક સરકારી કાર્યક્રમ હોય તો સ્ટેજ મળવુ જોઇએ અથવા હોદ્દાની ગરિમા જળવાય એ રીતે બેસવાની સુવિઘા હોવી જોઇએ. 

 

અશ્વીન કોટવાલે શું કહ્યું 
અશ્વીન કોટવાલે જણાવ્યું હતુ કે હવે હું પૂર્વ ધારાસભ્ય થઇ ગયો છુ, આ મુદ્દે કંઇ કહી ન શકુ. પણ હતા ત્યારે આ મુદ્દે રજુઆતો કરતાં હતો.

પરેશ ધાનાણીએ શું કહ્યું?
VTV સાથેની ખાસવાતચીતમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીની શાસન પ્રણાલીમાં નેતાઓને નમાલા કરી દીધા છે, સરકારમાં કોઈ સાંભળતું નથી તેમજ વિધાનસભામાં અવાજ રૂધવામાં આવે છે અને સરકારી કચેરીઓમાં અધિકારી રાજ છે.

પ્રોટોકોલ વિભાગના એડિશનલ સેક્રેટરીનો જવાબ
પ્રોટોકોલ વિભાગના એડિશનલ સેક્રેટરી જવલંત ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ મુદ્દે મેં વિધાનસભામાં જવાબ આપી દીધો છે.

પ્રોટોકોલ વિભાગના એડિશનલ સેક્રેટરીએ વિધાનસભામાં શું જવાબમાં રજૂ કર્યું?
પ્રશ્ન-1
તા.20-02-2023ની સ્થિતિએ ધારાસભ્યોનો પ્રોટોકોલ જળવાય તે માટેની સરકારની સ્થાયી સૂચનાઓ અમલમાં છે કે કેમ,
એડિશનલ સેક્રેટરીનો જવાબ- 'હા'
 પ્રશ્ન-2
જો હા, તો સરકારની કચેરીઓમાં ધારાસભ્યોનો પ્રોટોકોલ જળવાય છે કે કેમ,
એડિશનલ સેક્રેટરીનો જવાબ- 'હા'
પ્રશ્ન-3
ધારાસભ્યોનો પ્રોટોકોલ જળવાય તે માટેનું મોનીટરીંગ કોના દ્વારા કરવામાં આવે છે,
એડિશનલ સેક્રેટરીનો જવાબ- 'સંબંધિત કચેરી દ્વારા'
પ્રશ્ન-4
ઉક્ત સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ધારાસભ્યોનો પ્રોટોકોલ ના જળવાતો હોવા અંગેની કેટલી ફરીયાદો સરકારને મળી, અને 
એડિશનલ સેક્રેટરીનો જવાબ- '13 (તેર)'
પ્રશ્ન-5
મળેલ ફિરયાદો અંગે શી કાર્યવાહી કરવામાં આવી?
એડિશનલ સેક્રેટરીનો જવાબ- 'પત્રમાં વિગતે'

જુઓ પરિપત્ર...

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ