બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / In Surat a young man died after a neighbor asked him for a tomato
Vishal Khamar
Last Updated: 01:18 PM, 28 January 2024
ADVERTISEMENT
સુરતનાં લસકાણા વિસ્તારમાં પાડોશીએ ટામેટા માંગતા તેને મોત મળ્યું હતું. સુરતનાં લસકાણા વિસ્તારમાં હત્યાની ઘટના બની હતી. ટામેટા માંગવાના સામાન્ય બાબતમાં બે પાડોશીને ચપ્પુના ઘા ઝીંક્યા હતા. ગંભીર ઈજાને પગલે પાડોશીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
ADVERTISEMENT
મૃતક તેમજ હત્યારો બંને મજૂરી કામ કરતા હતા
લસકાણા વિસ્તારમાં રહેતા બિઘાધરા પાંડવ તેમના પાડોશી કાળુગુરૂ સંતોષગુરૂ સાથે ઝઘડો થયો હતો. જે ઝઘડાની અદાવત રાખી કાળુગુરૂ સંતોષગુરૂએ બિઘાધારાને ચપ્પાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. મૃતક વિઘાધરા પાંડવ અને હત્યારો બંને જણા મજૂરી કામ કરતા હતા. આ સમગ્ર મામલે સરથાણ પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા કાળુગુરૂ સંતોષગુરૂને ઝડપી પાડ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.