બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Kutch it was revealed that the paper of class 3 had been tampered with

ભણશે ગુજરાત.! / કચ્છ ધોરણ 3ના પેપરમાં છબરડો, સચિન તેંડુલકર કઇ રમતના ખેલાડી છે તેવા સવાલમાં જુઓ શું ઓપ્શન આપ્યા, નાક કપાયું

Kishor

Last Updated: 11:23 PM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધોરણ 3ના પર્યાવરણ વિષયના પેપરમાં સચિન તેંડુલકર વિશે સવાલ પુછાયો હતો. જેમાં છબરડો સામે આવતા તંત્રની કામગીરી ચર્ચામાં આવી છે.

  • કચ્છમાં ધોરણ 3ના પેપરમાં છબરડો
  • ધોરણ 3ના પર્યાવરણ વિષયના પેપરમાં છબરડો
  • પર્યાવરણ વિષયના પેપરમાં સચિન તેંડુલકર વિશે પુછાયો સવાલ

પેપરકાંડની સામે આવતી ઘટનાઓ વચ્ચે કચ્છમાં ધોરણ 3ના પેપરમાં છબરડો થયાનું બહાર આવતા તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. જ્યા ધોરણ 3ના પર્યાવરણ વિષયના પેપરમા તંત્રનો ભગો ઉઘાડો પડ્યો છે. પર્યાવરણ વિષયના પેપરમાં સચિન તેંડુલકર વિશે સવાલ પુછાયો હતો. જેમાં સચિન તેંડુલકર કઇ રમતના ખેલાડી છે તેવો ઉલ્લેખ કરાયો હતો. આ દરમિયાન વિકલ્પમાં ક્રિકેટનો ઉલ્લેખ જ કરાયો ન હોવાથી તંત્રમાં કેટલી હદે ધકેલ પંચા દોઢસો ચાલે છે તે બહાર આવ્યું છે. બાળકોના ભવિષ્ય સાથે રમત કરતા આ સવાલની માફક બળકોનો પણ મુંજાયા હતા કે આ સવાલના જવાબમમાં લખવું શુ?

મહત્વનું છે કે આજે  કચ્છની સરકારી પ્રાથમિક શાળા અંતર્ગત અભ્યાસ કરતા 27 હજાર બાળકોની પરીક્ષા હતી, જેમાં તંત્રએ ભાંગરો વાટ્યો હતો. એક તો પર્યાવરણ વિષયના પેપરમાં ખેલકૂદનો પ્રશ્ન પુછી નાખ્યો હતો. તેમાં પણ અધૂરામાં પુરુ 4 માર્ક્સના પ્રશ્ન નંબર-6માં ચારમાંથી સાચો વિકલ્પ જ ન આપતા બાળકોએ આડેધડ જવાબ લખી નાખ્યા હતા. 

 

કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કરીને તંત્ર પર કર્યા સવાલ
પેપર અને પરીક્ષાના સૌથી વધુ મુદ્દા ગુજરાતમાં ગાજી રહ્યા છે. ત્યારે હવે હવે પ્રાથમિક શિક્ષણ તંત્રની કામગીરી ચર્ચાના ચકડોળે ચડી છે. આધુનિક શિક્ષણ વ્યવસ્થાની મોટી મોટી વાતો વચ્ચે પેપરસેટ કરનારા શિક્ષકને ખુદને જ જાણે ખબર ન હોય તેમ સચિન તેંડુલકરની સમય સામે હોકી, કબબડી, ફૂટબોલ અને ચેસ સહિતના વિકલ્પ આપયા હતા. જયારે સચિન ક્રિકેટ સાથે સંકલાયેળ હોવા છતાં ક્રિકેટનો કોઈ પણ ઓપ્સન જ અપાયો ન હતો. બાદમાં જાણ થાત કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કરીને તંત્રને આડે હાથ લીધું હતું. જેમાં શિક્ષણ વિભાગની લાલિયાવાડી પર સવાલ ઉઠાવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ