બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / રાજકોટ / In just one year the price of book-stationery has broken parents' waists, know how many percent increase

VTV સ્પેશ્યલ / શું આમ ભણશે ગુજરાત? માત્ર એક જ વર્ષમાં પુસ્તક-સ્ટેશનરીના ભાવે તોડી વાલીઓની કમર, જાણો કેટલાં ટકાનો વધારો

Priyakant

Last Updated: 01:24 PM, 8 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

VTV Exclusive News: બાળકોની ફી હોય પુસ્તકો હોય કે સ્ટેશનરી હોય સતત ભાવ વધારો જોવા મળી રહ્યો છે, અમુક શાળા અને ક્લાસીસ છે 10% જેવો ફી વધારો લાદી દીધો છે

  • કેવી રીતે ભણશે ગુજરાત, વાલીઓના બજેટ વેર વિખેર
  • દર વર્ષે 10 હજાર ખર્ચ વધી જાય છે :વાલી
  • ખાનગી પ્રકાશકોના પુસ્તકો 20 ટકા તો સ્ટેશનરીમા 10 ટકાનો ભાવ વઘારો

વેકેશન પૂરું થતાં જ ફરી શાળાઓ ધમધમવા લાગી પરંતુ શાળાઓ ખુલતા જ વાલીઓને અનેક ભાર સહન કરવાનો વારો આવે છે. બાળકોની ફી હોય પુસ્તકો હોય કે સ્ટેશનરી હોય સતત ભાવ વધારો જોવા મળી રહ્યો છે. અમુક શાળા અને ક્લાસીસ છે 10% જેવો ફી વધારો લાદી દીધો છે. તો ખાનગી પ્રકાશકો ના પુસ્તકોએ માઝા મૂકી છે. 20 ટકા સુધી ભાવ વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે ભણતરમાં ઉપયોગી એવી જરૂરી સ્ટેશનરીમાં પણ 10% નો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. સરકારે પણ મધ્યસ્થી બની ભાવ નિયંત્રણ કરવું જોઈએ તેવી વાલીઓમાં માંગ ઉઠી રહી છે.

આ અંગે VTV News સાથેની વાતચીતમાં ધ સ્ટેશનરી ડિસ્ટ્રીબ્યુટર એસોસિએશનનાં સૌરાષ્ટ્રનાં પ્રમુખ અતુલ ભાઈ દક્ષિણીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે કાગળનાં ભાવમાં તોતિંગ વધારો થયો છે. ગતવર્ષે જે કાગળના ભાવો 65-70 રૂપિયે કિલો હતા તેના ભાવ નવા વર્ષમાં રૂ.105-110 થયા છે. જેને લઈને કાગળને લગતી બધી વસ્તુઓ જેવી કે, નોટબુક, ચોપડા, સ્વાધ્યાય પોથી અને ગાઈડ સહિતની પ્રાઇવેટ પ્રકાશનની વસ્તુઓમાં 20-25 ટકાનો વધારો થયો છે. જે નોટબુક અગાઉ 30 રૂપિયાની હતી તેનાં રૂ. 40 અને 50 રૂપિયાની હોય તેવા ફૂલ સ્કેપ ચોપડાનો ભાવ 65 રૂપિયા થયો છે. જોકે રાજ્ય સરકાર દ્વારા પાઠયપુસ્તકોનાં ભાવો સ્થિર રાખવામાં આવ્યા છે. પરંતુ પ્રાઇવેટ પ્રકાશનોનાં ભાવ વધતા વાલીઓ પર થોડો બોજો વધવો નિશ્ચિત છે. 

પેન્સિલ, રબ્બર, શાર્પનર તેમજ બોલપેનનાં ભાવમાં પણ 10 ટકા જેવો વધારો થયો છે. જીએસટીનાં ફેરફાર જેવી વસ્તુઓને કારણે જે પેન્સિલનું પેકેટ 50 રૂપિયામાં મળતું હતું તેના 60 રૂપિયા થયા છે. અને 45 રૂપિયાનું હોય તે 50 રૂપિયા આસપાસ થયું છે. હાલ જુદી-જુદી સ્કૂલોમાં અલગ-અલગ પ્રાઇવેટ પ્રકાશનનાંપ પુસ્તકો ફરજીયાત છે. આવા પુસ્તકોના ભાવમાં મોટો વધારો થવાને કારણે હવે વાલીઓને વધુ ખર્ચ કરવો પડશે. જોકે બાળક ખરેખર હોંશિયાર હોય તો આ વધારાનો ખર્ચ પણ લેખે લાગે છે. આમ સરેરાશ કોઈપણ ધોરણ કે ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોનાં વાલીઓને આગલા વર્ષની તુલનાએ લગભગ 15-20 ટકાનો વધુ ખર્ચ થાય તેવી પૂરતી શક્યતા છે. 

ધોરણ આઠમાં અભ્યાસ કરતા વેદાત જાનીના પિતા નીતિનભાઈ જાની એ VTV News સાથેની વાતમાં જણાવ્યું હતું કે, દિવસે દિવસે ભણતર મોંઘું થતું જાય છે જે બજેટ વર્ષ માટે નક્કી કર્યું હોય તેનાથી વધી જાય જ છે. નોટબુક લખવા માટેના ચોપડામાં આ વખતે 10 ટકાનો વધારો જોવા મળ્યો છે. શાળાના યુનિફોર્મમાં પણ ભાવ વધી ગયો છે. ધોરણ આઠમાં વર્ષે બધું મળીને 30 હજારનું બજેટ રાખ્યું હતું જે આ વખતે 40 હજાર સુધી પહોંચી જશે. સરકારે ભાવ નિયંત્રણ રાખવું જોઈએ જેથી સ્ટેશનરી યુનિફોર્મ વેપારી મનફાવે એ રીતે ભાવ ન લઈ શકે

સ્ટેશનરી વસ્તુ ગતવર્ષે ભાવ ચાલુ વર્ષે ભાવ
પેન્સિલ રૂપિયા 50 રૂપિયા 60
બોલપેન રૂપિયા 10 રૂપિયા 15
યુઝ એન્ડ થ્રો પેન રૂપિયા 03 રૂપિયા 05
રેગ્યુલર કલર્સ રૂપિયા 40 રૂપિયા 50
સ્પેશિયલ કલર્સ રૂપિયા 100 રૂપિયા 115
નોટબુક રૂપિયા 30 રૂપિયા 40
ચોપડા 140 પેઈજ રૂપિયા 50 રૂપિયા 65
ચોપડા 172 પેઈજ રૂપિયા 60 રૂપિયા 80
ડ્રોઈંગ બુક રૂપિયા 30 રૂપિયા 35
કંપાસ રૂપિયા 85 રૂપિયા 100

વધુમાં તેમણે જણાવ્યું કે, કેટલીક શાળાઓ દ્વારા અમુક પુસ્તકો અને સ્ટેશનરી તેમની પાસેથી લેવાની વાલીઓને ફરજ પાડવામાં આવે છે. આ વાત જરા પણ યોગ્ય નથી. આ મામલે અમારા એસોસિએશન દ્વારા શિક્ષણમંત્રીથી લઈ મુખ્યમંત્રી સુધી પત્ર લખીને રજૂઆતો કરાઈ હતી.

સ્વાધ્યાયપોથી ગત વર્ષનો ભાવ ચાલુ વર્ષનો ભાવ
ધોરણ 1 565 655
ધોરણ 2 525 640
ધોરણ 3 640 780
ધોરણ 4 580 700
ધોરણ 5 730 900
ધોરણ 6 670 820
ધોરણ 7 850 1045
ધોરણ 8 960 1145
ધોરણ 9 750 920
ધોરણ 10 760 940
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ