બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Junagadh, a child was attacked by a leopard while playing on a plank

તંત્ર ઘોર નિંદ્રામાં! / જૂનાગઢ: હવે ફળિયામાં રમતા બાળક પર દીપડાએ કર્યો હુમલો, માતાએ જીવને જોખમમાં મૂકી પુત્રને બચાવ્યો, તંત્ર ક્યાં ગયું ?

Priyakant

Last Updated: 10:09 AM, 28 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Junagadh Leopard Attack Latest News: નાના બાળક પર ફરી દીપડાએ હુમલો કર્યો, ફળિયામાં જ માતાએ જોઈ જતા પુત્રને દીપડાથી બચાવ્યો,  8 દિવસમાં દીપડાના હુમલાની ત્રીજી ઘટના

  • જૂનાગઢ શહેરમાં આદમખોર દીપડાનો ત્રાસ 
  • જૂનાગઢમાં નાના બાળક પર ફરી દીપડાએ હુમલો કર્યો
  • આસિર નામના બાળક પર દીપડાનો હૂમલો
  • ફળિયામાં જ માતાએ જોઈ જતા પુત્રને દીપડાથી બચાવ્યો
  • ઈજાગ્રસ્ત બાળકને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો
  • કિરીટનગર દોલતપરા વિસ્તારમાં બની ઘટના

Junagadh Leopard Attack : જૂનાગઢ શહેરમાં આદમખોર દીપડાનો ત્રાસ દિવસેને દિવસે સતત વધી રહ્યો છે. જેને લઈ હવે વનવિભાગ પણ એક્શનમાં આવ્યું છે. આ દરમિયાન જુનાગઢમાં વધુ એક નાના બાળક પર દીપડાએ હુમલો કર્યાનું સામે આવ્યું છે. વિગતો મુજબ જુનાગઢમાં એક બાળક પર દીપડાએ અચાનક હુમલો કરી દીધો હતો. જોકે દીકરાની માતા આ ઘટના જોઈ જતાં બાળકને બચાવી સારવાર માટે રાજકોટ ખસેડ્યો હતો. 

જુનાગઢ શહેરના કિરીટનગર દોલતપરા વિસ્તારમાં એક બાળક પર દીપડાએ હુમલો કર્યાનું સામે આવ્યું છે. વિગતો મુજબ આસિર નામના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. જોકે ફળિયામાં જ માતાએ જોઈ જતા પુત્રને દીપડાથી બચાવ્યો હતો. જે બાદમાં ઈજાગ્રસ્ત બાળકને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. મહત્વનું છે કે, દીપડાના હુમલાની ઘટનાને લઈ વનવિભાગ પણ એક્શનમાં આવ્યું છે અને દીપડાને પકડી લેવા પાંજરાઓ મૂકવામાં આવ્યા છે. 

મૃતક 11 વર્ષીય પાયલની ફાઇલ તસવીર 

મહત્વનું છે કે, જુનાગઢમાં આદમખોર દીપડાનો ત્રાસ સતત વધી રહ્યો છે. 8 દિવસમાં દીપડાના હુમલાની ત્રીજી ઘટના છે. આ પહેલા ગિરનારમાં લીલી પરિક્રમા દરમિયાન બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો. જે હુમલામાં 11 વર્ષીય પાયલ નામની બાળકીનું કમકમાટી ભર્યું મોત થયું હતું. આ ઘટના પરિક્રમાના રૂટમાં બોરદેવી નજીક બની હતી. નોંધનિય છે કે, દિવસને દિવસે વૃક્ષો અને જંગલોનું નાશ થઈ રહ્યું છે તેમ તેમ જંગલીય પ્રાણીઓ માનવ વસવાટમાં ઘૂસી રહ્યાં છે. જેને લઈ અવાર-નવાર સિંહ તેમજ દીપડાના હુમલાની ઘટના પણ સામે આવતી હોય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ