બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / In Ahmedabad Sola Civil Hospital, gross negligence of the system was exposed, fire safety equipments are seen in closed condition.

ગંભીર બેદરકારી / સોલા સિવિલના અગ્નિશામક સાધનો બન્યા શોભાના ગાંઠિયા સમાન, હોસ્ટેલમાં રહેતા 500 વિદ્યાર્થીઓના જીવ જોખમમાં!

Dinesh

Last Updated: 12:23 PM, 24 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી, ફાયર સેફ્ટીના સાધનો બંધ હાલતમાં જોવા મળી રહ્યાં છે

  • સોલા સિવિલ હોસ્પિટલનું તંત્ર નિદ્રામાં!
  • ફાયર સેફ્ટીના સાધનો બંધ હાલતમાં
  • ફાયરના સાધનો શોભાના ગાંઠિયા સમાન


અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. સિવિલ હોસ્પિટલની ફાયર સેફ્ટીના સાધનો બંધ હાલતમાં જોવા મળી રહ્યાં છે. અત્રે જણાવીએ કે, વધતી આગની ઘટનાઓ વચ્ચે ફાયર સિસ્ટમ બંધ હાલતમાં જોવા મળી રહી છે. બોયઝ-ગર્લ્સ હોસ્ટેલમાં ફાયર સેફ્ટી સિસ્ટમ શોભાના ગાંઠિયા સમાન જોવા મળી છે. આ બાબતથી સોલા સિવિલના વહીવટી તંત્ર પર અનેક સવાલો પણ ઉઠી રહ્યાં છે. 

ફાયર સેફ્ટીના સાધનો એક્સપાયર
ઉલ્લેખનીય છે કે, 2 ફેબ્રુઆરી 2023ના રોજ ફાયર સેફ્ટીના સાધનો એક્સપાયર થઈ ચૂક્યા છે છતા પણ હજુ બદલીને નવા લગાવવામાં આવ્યા નથી. ખઆસ વાત એ છે કે, હોસ્ટેલમાં રહેતા 400થી 500 વિદ્યાર્થીઓના જીવ જોખમમાં વર્તમાનમાં જણાઈ રહ્યાં છે. કોઈ ઘટના બને તો અનેક વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાઈ શકે છે. 

વિદ્યાર્થીઓ પણ ચિંતિત
વહીવટી તંત્ર પણ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી હોય તેમ એક્સપાયર ફાયર સેફટીનાં સાધનો જોવા મળી રહ્યાં છે. જો કે, અહીં કોઈ મોટી દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે. સોલા સિવિલ હોસ્પિટલની હોસ્ટેલની સમગ્ર ફાયર સેફ્ટી બંધ હાલતમાં જોવા મળી રહી છે. જેમાં કોઈ ઘટના બને તો અનેક વિદ્યાર્થીઓની જાન જોખમમાં મુકાઈ શકે છે. સોલા સિવિલની બોયઝ હોસ્ટેલમાં લાગેલી ફાયર સેફ્ટી સંપૂર્ણ મૃત હાલતમાં જોવા મળી રહી છે જેને લઈ વિદ્યાર્થીઓ પણ ચિંતત છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ