બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / In Ahmedabad, a young man who is crazy about one-sided love attacked a minor

ક્રાઈમ / વધુ એક ગ્રીષ્મા હત્યાકાંડ! અમદાવાદમાં એકતરફી પ્રેમમાં પાગલ શખ્સે ઝીંકી દીધા છરીના ઘા, કિશોરીને આવ્યા 35 ટાંકા

Malay

Last Updated: 01:30 PM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Crime News: અમદાવાદમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે 17 વર્ષની કિશોરીને ઝીંક્યા છરીના ઘા, પોલીસે પ્રત્યક્ષદર્શીના નિવેદન લઈ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

 

  • અમદાવાદમાં પ્રેમ પ્રકરણમાં યુવતી પર હુમલો
  • 17 વર્ષીય સગીરા પર થયો જીવલેણ હુમલો 
  • સારવાર દરમિયાન યુવતીને લગાવાયા 35 ટાંકા  

ગુજરાતમાં મહિલા-દિકરીઓ સુરક્ષિત હોવાની વાતો કરવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા તો તદ્દત વિપરિત જ છે. રાજ્યમાં કોણ જાણે શું થઇ રહ્યું છે. દરરોજ છેડતીના બનાવો સામે આવી રહ્યા છે. ચકચારી ગ્રીષ્મા હત્યા કેસ હજી તો ભુલાયો નથી ત્યાં જ વધુ એક આવી જ ઘટના બનતા રહી ગઇ. અમદાવાદમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કિશોરી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા સનસનાટી મચી ગઈ છે. કિશોરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેને ગળાના ભાગે 35 જેટલા ટાંકા આવ્યા છે. હાલ પોલીસ દ્વારા હુમલો કરનારા યુવકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કર્યો હુમલો 
મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં પરિવાર સાથે રહેતી સગીરા ગઈકાલે સાંજે શાકભાજી લેવા માટે ઘરેથી નીકળી હતી. આ દરમિયાન ભરત બોડાણ નામના 35 વર્ષીય યુવકે તેનો પીછો કરીને તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમા સગીરાને ગંભીર ઈજા થતા તેને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ અંગેની જાણ થતાં પોલીસની ટીમ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. સગીરાના પરિવારે ભરત બોડાણ નામના યુવક સામે ફરિયાદ નોંધાવી છે. 

પરિવારે એકતરફી પ્રેમમાં પાગલ સનકી પ્રેમી સામે નોંધાવી ફરિયાદ
સગીરાના પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે, તેઓ 4 વર્ષ અગાઉ વાડજ વિસ્તારમાં રહેવા આવ્યા હતા. જ્યાં ભરત નામનો યુવક સગીરાના એક તરફી પ્રેમમાં પાગલ થઈ ગયો હતો. તેણે બે વર્ષ પહેલા સગીરાને પામવા માટે પ્રેમનો પ્રસ્તાવ મુક્યો હતો. જોકે, ત્યારે સગીરાએ ઇનકાર કર્યો હતો. જે બાદ તેણે સગીરાને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. 

સગીરાને હત્યા કરી દેવાની આપતો હતો ધમકી
તે લગ્નનો પ્રસ્તાવ લઈને સગીરાની માતા પાસે પહોંચી ગયો હતો. જોકે, ભરત સગીરા કરતા 23 વર્ષ મોટો હોવાથી માતાએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. તેમ છતાં તેણે સગીરાને હેરાન પરેશાન કરવાનું ચાલું રાખ્યું હતું. એક તરફી પ્રેમમાં પાગલ થયેલા ભરતે સગીરાને પામવા માટે પોતાની તમામ હરકતો પાર કરી દીધી હતી અને છેલ્લા એક મહિનાથી સતત સગીરાનો પીછો કરતો હતો. જેથી સગીરાએ ઘરેથી નીકળતા પણ ડર લાગતો હતો. તે સગીરાને આત્મહત્યા કરવાની કે તેની હત્યા કરી દેવાની ધમકી આપ્યા કરતો હતો. આપને જણાવી દઈએ કે, હાલ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે પ્રત્યક્ષદર્શીના નિવેદન લઈ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ