બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / In 6-7 years, Salman Khan gets tired of his girlfriend, actress Somi

ખુલાસો / '6-7 વર્ષમાં સલમાન ખાન ગર્લફ્રેન્ડથી કંટાળી જાય છે' ટાઈગરની એક્સ ગર્લફ્રેન્ડે કર્યો ચોંકાવનારો ખુલાસો

Kishor

Last Updated: 11:20 PM, 14 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'સલમાન 6-7 વર્ષ પછી તેની ગર્લફ્રેન્ડથી કંટાળી જાય છે' બોલિવૂડના ટાઈગર સલમાન વિષે એક્સ ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી સોમીનો વધુ એક દાવો કર્યો છે.

  • બોલિવૂડનો ટાઈગર સલમાન ખાન ફરી ચર્ચામાં
  • એક્સ ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી સોમીનો વધુ એક દાવો
  • સલમાન 6-7 વર્ષ પછી તેની ગર્લફ્રેન્ડથી કંટાળી જાય છે : સોમી

બોલિવૂડનો ટાઈગર સલમાન ખાન ફિલ્મોને લઈને તો અવારનવાર ચર્ચામાં રહે જ છે પરંતુ તેની તેની પ્રેમ કહાની પણ ચાહકોને ચકિત કરી મુકે તેવી હોય છે. ઘણા કિસ્સામા તે પ્રેમ સંબંધોને લઈને પણ ચર્ચા આવતો હોય છે. તેવામાં બોલિવૂડના આ ટાઈગર વિશે એક્સ ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી સોમી અલી પણ સમયાંતરે ખુલાસા કરતી રહે છે. તેવામાં સોમીનો વધુ એક જૂનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સલમાન ખાન છ-સાત વર્ષ પછી તેની ગર્લફ્રેન્ડથી 'બોર' થઈ જાય છે. તેવો ચોંકાવનારો દાવો કરતા ખળભળાટ મચી ગયો છે.

હું આશા રાખું છું કે...', 'Tiger 3'ના રિલીઝ પહેલા સલમાને કરી ફેન્સને ભલામણ,  પોસ્ટ શેર કરીને કહી દિલની વાત / Salman Khan's request just hours before the  release of 'Tiger 3' - '

સલમાન 6-7 વર્ષ પછી તેની ગર્લફ્રેન્ડથી કંટાળી ગયો : સોમી

સોમી અલીની સિનેસ્પીક્સ યુટ્યુબ ચેનલ સાથેની વાતચીતનો આ વીડિયો સોશિયલ મીડિયામા ચર્ચાની એરણે ચડ્યો છે. બે વર્ષ જૂના ઈન્ટરવ્યુમાં  સોમીને એક સવાલ કરાયો હતો કે સલમાન ખાનને ઘણા સાથે રિલેશનશિપમાં હોવા છતાં હજુ સુધી લગ્ન કેમ નથી કર્યા? તેના જવાબમાં અભિનેત્રી કહેતી દ્રશ્યમાન થાય છે કે સલમાનની એકમાત્ર સમસ્યા એ છે કે તેને અલગ-અલગ દેશોની છોકરીઓ પસંદ છે એટલું જ નહીં તે 6 થી7 વર્ષમાં ગર્લ ફ્રેન્ડ્સથી કંટાળી જાય છે અને આ મારો પોતાનો અંગત અભિપ્રાય હોવાનો દાવો કર્યો હતો.


વધુમા સોમીએ કહ્યું કે, 6-7 વર્ષ પછી, સલમાન આંખો બંધ કરીને ગ્લોબ પર આંગળી મૂકે છે અને જે પણ દેશમાં આવે છે ત્યાંથી ગર્લફ્રેન્ડ પસંદ કરે છે. જેની સાથે 5 થી 7 વર્ષ રહ્યા બાદ તે ફરી આ જ ચક્ર ચાલુ રાખે છે. મહત્વનું છે કે સલમાન ખાન અને સોમીએ 1990ના દાયકામાં સાત વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. પરંતુ પછી જોડી તૂટી ગઈ અને સોમીએ છેલ્લા બે દાયકામાં સલમાન ખાન પર હુમલા જેવા અનેક આક્ષેપો પણ કર્યા હતા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'ટાઈગર 3'ને લઈને ચર્ચામાં છે. જે બે દિવસમાં 100 કરોડની કમાણીનો આંકડો પાર કરી લીધો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ