બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / અજબ ગજબ / in 1994, PM Narendra Modi was invited to join American council of Young political leaders

Modi In USA / 29 વર્ષ પહેલા અમેરિકામાં યંગ લીડર તરીકે ભાષણ કરી ચૂક્યા છે નરેન્દ્ર મોદી, પહેલી વખત સામે આવી જૂની તસવીરો

Vaidehi

Last Updated: 06:41 PM, 21 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

1994માં અમેરિકન કાઉંસિલ ઑફ યંગ પૉલિટિકલ લીડર્સનાં કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીને આમંત્રિત કરવામાં આવ્યું હતું. તે સમયે તેમણે ઈન્ડિયન પોલિટિક્સ, ફોરેન રિલેશન્સ પર વિસ્તારથી વાત કરી હતી.

  • 29 વર્ષ પહેલાં પણ PM મોદીને અમેરિકાએ આપ્યું હતું આમંત્રણ
  • અમેરિકી યુવા રાજનૈતિક નેતાઓની પરિષદમાં જોડાવા મળ્યું આમંત્રણ
  • PM મોદીએ ઈન્ડિયન પોલિટિક્સ, ફોરેન રિલેશન પર કરી હતી વાત

હાલમાં PM મોદી અમેરિકાની યાત્રાએ છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનનાં આમંત્રણથી થતી આ તેમની પ્રથમ વિઝિટ છે. 2014માં ભારતનાં પ્રધાનમંત્રી બન્યાં બાદ તેઓ હવે છઠ્ઠી વખત અમેરિકા પહોંચ્યાં છે પરંતુ જાણવા જેવી વાત તો એ છે કે 29 વર્ષ પહેલાં પણ નરેન્દ્ર મોદીને અમેરિકા જવાનો અને પોતાનો વિચાર રાખવાનો મોકો મળ્યો હતો.

1994માં અમેરિકામાં ભાષણ આપ્યું હતું
અમેરિકી વિદેશ વિભાગ અને અમેરિકી યુવા રાજનૈતિક નેતાઓની પરિષદ, અન્ય દેશનાં યુવા નેતાઓને તેમનો અપ્રોચ સમજવા માટે અમેરિકા આમંત્રિત કરે છે. 1994ની સાલમાં અમેરિકન કાઉંસિલ ઑફ યંગ પોલિટિકલ લીડર્સનાં કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીને પણ બોલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન PM મોદીએ ઈન્ડિયન પોલિટિક્સ, ફોરેન રિલેશન પર વિસ્તારથી વાત કરી હતી. આ દરમિયાન PM મોદીએ અનેક પોલિસી મેકર્સ, પોલિટિકલ લીડર્સ, બિઝનેસમેન, બ્યૂરોક્રેટ્સ સાથે પણ મુલાકાત કરી હતી.

source: G Kishan Reddy FB

જી કિશન રેડ્ડીએ ફોટો કર્યો પોસ્ટ
કેન્દ્રીય પ્રવાસ મંત્રી જી કિશન રેડ્ડીએ 2014માં PM મોદીની અમેરિકાની યાત્રા દરમિયાન આ પોસ્ટ શેર કરી હતી. તેમાં તેમણે લખ્યું હતું કે 1994માં ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકી યુવા રાજનૈતિક નેતાઓની પરિષદનાં આમંત્રણ પર અમેરિકા ગયાં હતાં. ખાસ વાત એ છે કે તે સમયે પણ જી કિશન રેડ્ડી, ભાજપ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનંત કુમાર પણ નરેન્દ્ર મોદીની ટીમનો એક ભાગ હતાં.

2002માં અમેરિકાનાં વીઝા પર પ્રતિબંધ લાગ્યો
2002માં ગુજરાતમાં થયેલ દંગાને લઈને અમેરિકાએ નરેન્દ્ર મોદીને વીઝા આપવાથી ઈનકાર કરી દીધો હતો. 2014 સુધી આ પ્રતિબંધ લાગુ હતો. જો કે તેઓ પ્રધાનમંત્રી બન્યાં જે બાદ તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ તેમને અમેરિકા આવવાનું આમંત્રણ આપ્યું હતું. આ બાદ PM નરેન્દ્ર મોદીનાં વીઝા પર લાગેલ પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ