બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / વિશ્વ / If You Wish To Sleep Well...": Kim Jong's Sister's Warning For Joe Biden

વિવાદ વધવાના એંધાણ / કિમ જૉંગની બહેને આપી અમેરિકાને ચેતવણી, શાંતિથી ઊંઘવું હોય તો ન કરતા આવી હરકત

Hiralal

Last Updated: 04:54 PM, 16 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર કોરિયાના ક્રૂર તાનાશાહ કિમ જોંગ ઉનની બહેન યો જોંગે કહ્યું કે અમેરિકા 4 વર્ષ સુધી શાંતિથી ઊંઘવા માગતો હોય તો તેણે વાદવિવાદ થાય તેવા પગલાં ન ભરવા જોઈએ.

  • અમેરિકાના વિદેશમંત્રીની દક્ષિણ કોરિયાની મુલાકાત પહેલા ઉ.કોરિયાનું નિવેદન
  • કિમ જોંગની બહેનની ટીપ્પણથી બન્ને દેશ વચ્ચેનો વિવાદ વધવાની સંભાવના
  • કિમ યો જોંગ ઉત્તર કોરિયાની સૌથી શક્તિશાળી મહિલા 

કિમ યો જોંગનું આ નિવેદન એવે સમયે આવ્યું છે કે જ્યારે અમેરિકાના વિદેશમંત્રી પહેલી વાર દક્ષિણ કોરિયા અને જાપાનની યાત્રા પર આવી રહ્યાં છે. 

ઉત્તર કોરિયાની સરકારી એજન્સી કેસીએનએએ જણાવ્યું કે કિમ યો જોંગે અમેરિકા અને દક્ષિણ કોરિયાના સંયુક્ત લશ્કરી અભિયાનની ઉગ્ર ટીકા કરી છે. કિમ જોંગે કહ્યું કે અમેરિકાની નવી સરકારને સલાહ છે કે અમેરિકા આગામી 4 વર્ષ સુધી શાંતિથી ઊંઘવા માગતો હોય તે અમારા વિસ્તારમાં બારુદની દુર્ગંધથી દૂર રહે. 

ઉત્તર કોરિયાએ હજુ સુધી બાઈડનને પ્રમુખ માન્યા નથી
ઉત્તર કોરિયાએ હજુ સુધી અમેરિકાના નવા પ્રમુખ જો બાઈડનને નવા પ્રમુખ તરીકે સ્વીકાર્યા નથી. અમેરિકાએ કહ્યું હતું કે તે ઉત્તર કોરિયા સાથે રાજદ્વારી સંપર્ક સ્થાપિત કરવાની કોશિશમાં છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર કોરિયાના મિસાઈલ અને પરમાણુ હથિયાર કાર્યક્રમ અંગે બન્ને દેશોની વચ્ચે વિવાદ થયેલો છે. ઉત્તર કોરિયા અમેરિકાના રાજદ્વારી સંબંધો સ્થાપવાના પ્રયાસો પર કોઈ જવાબ આપતો નથી. 

અમેરિકા અને દક્ષિણ કોરિયાના સંયુક્ત યુદ્ધાભાસનો વિરોધ

કિમ યો જોંગે ફરી એક વાર અમેરિકા અને દક્ષિણ કોરિયાની સેના વચ્ચેના સંયુક્ત યુદ્ધાભાસ પર વિરોધ વ્યક્ત કર્યો હતો. ઉત્તર કોરિયાનું કહેવું છે કે યુદ્ધાભાસ અમારી પરના કબજાની તૈયારી છે. તેમણે કહ્યું કે દક્ષિણ કોરિયાની સરકાર ફરી એક વાર યુદ્ધ તરફ વધવાનો અને સંકટ તરફ આગળ વધવાનો માર્ગ પસંદ કર્યો છે. 

કિમ યો જોંગ કોરિયાની સૌથી શક્તિશાળી મહિલા 

ઉલ્લેખનીય છે કે કિમ યો જોંગ તાનાશાહ કિમ જોંગની સગી નાની બહેન છે અને તેમની સૌથી નજીક છે. ઉત્તર કોરિયાની સરકારમાં કિમ યો જોંગ ઘણી પ્રભાવશાળી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ