બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ

logo

રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

VTV / મનોરંજન / ગુજરાતી સિનેમા / 'If you keep playing countless dreams in your chest, you will always be young..I wanted to be a villain but..' Hitenkumar in Star Talk

ગરવો ગુજરાતી / ‘છાતીમાં અસંખ્ય સપનાં રમાડતા રહેશો તો હંમેશાં યુવાન રહેશો..મારે તો વિલન બનવું હતું પણ..' સ્ટાર ટોકમાં હિતેનકુમાર

Vishal Khamar

Last Updated: 07:46 AM, 4 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

૧૯૯૬થી તેમની ગુજરાતી ફિલ્મી કરિયર શરૂ થઈ. ભૂતકાળને વાગોળતાં હિતેનકુમાર કહે છે, હું ક્યારેય હીરો બનવા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો ન હતો, મારે તો વિલન બનવું હતું, નેગે‌ટિવ રોલ કરવા હતા, પરંતુ ડેસ્ટિનીએ કંઈક અલગ જ વિચાર્યું હતું.

  • ‘છાતીમાં અસંખ્ય સપનાં રમાડતા રહેશો તો હંમેશાં યુવાન રહેશો’: હિતેનકુમાર
  • હિતેનકુમાર આજે ઘર-ઘરમાં ‘સુપર સ્ટાર’નું બિરુદ મેળવ્યું છે
  • ‘ઊંચી મેડીના ઊંચા મોલ’ આ મારી પ્રથમ ગુજરાતી ફિલ્મ હતી

 ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક અલગ ચીલો ચાતરનાર ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’ ફિલ્મના ‘રામ’થી લઈને આજે ‘વશ’ ફિલ્મના પ્રતાપ કે ‘વેલકમ પૂર્ણિમા’ના ‘હિંમતલાલ’ની સફર એટલી સરળ ન હતી. લોકો દેશના અલગ અલગ ખૂણેથી સ્ટાર બનવાનાં સપનાં આંખોમાં આંજીને મુંબઇ ભણી દોટ મૂકતા હોય છે, પરંતુ એ સમયમાં મુંબઇમાં ડબલ ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કરીને ‘હીરો’ બનવાનાં શમણાં છાતીમાં ભરીને ગુજરાત તરફ દોટ મૂકનાર એ યુવાન આજે ઘર-ઘરમાં ‘સુપર સ્ટાર’નું બિરુદ મેળ‍વી ચૂક્યો છે. 
વાત થઈ રહી છે આપણા જાણીતા-માનીતા અને લાખો દિલોમાં વસનાર, ગુજરાતીઓને પોતીકા લાગનાર કલાકાર હિતેનકુમારની. મુંબઈમાં ૧૯૮૩થી લઇ ૧૯૯૬ સુધી હિન્દી, ગુજરાતી, મરાઠી, અંગ્રેજી જેવી તમામ ભાષામાં થિયેટર કર્યા બાદ માતૃભાષા તરફ વળનાર હિતેનકુમાર આપણા ગુજરાતીઓ માટે ગર્વ સમાન છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપર સ્ટાર હિતેનકુમારે ‘સમભાવ મેટ્રો’ સાથે કરેલી વાતચીતમાં અનેક સવાલોના સરળતાથી જવાબ આપ્યા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by HITENKUMAR (@hitenkumaar)

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવાનું કારણ શું હતું?
મેં થિયેટર્સ કર્યા બાદ ‘ઊંચી મેડીના ઊંચા મોલ’ આ મારી પ્રથમ ગુજરાતી ફિલ્મ હતી. વચ્ચે મને અનેક હિન્દી ફિલ્મોની ઓફર આવી, પરંતુ કોઇ ને કોઇ કારણસર તે ફિલ્મો ડબામાં જતી રહી, ક્યાંક મને રિપ્લેસ કરાયો તો ક્યાંક ફિલ્મ લોકો સુધી ન પહોંચી. ત્યારે મને ગુજરાતી ફિલ્મની ઓફર થઈ, પરિણામ તમારી સામે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by HITENKUMAR (@hitenkumaar)


અત્યાર સુધી કરેલી કઈ ફિલ્મોમાં સૌથી વધુ મજા આવી?
મને મારી ૯૦ ટકા ફિલ્મોમાં મજા જ આવી છે. તેના પ્રોસેસિંગથી લઇ દરેક વસ્તુને મેં એન્જોય કરી છે, પરંતુ અનેક વખત એવું પણ બન્યું છે કે તમે કે તમારી ફિલ્મ ધારેલી સફળતા ન પણ મેળવી શકે. મેં દરેક ફિલ્મોમાં પ્રોડ્યૂસર, ડિરેક્ટર અને મારા સહકલાકારો સાથે પેશન સાથે જ કામ કર્યું છે. ‘દેશ રે જોયા દાદા’ મને મળેલી ઈશ્વરની એક ગિફ્ટ હતી.   
ત્રણ દાયકા સુધી અલગ અલગ ફિલ્મ સર્જકો સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?
ત્રણ દાયકા થયા. મેં ગોવિંદભાઈથી લઈને હંસલ મહેતા જેવા ડિરેક્ટર સાથે કામ કર્યું. પહેલાંના ડિરેક્ટર્સમાં કદાચ ટેકનિકલ સમજ ઓછી હતી, પરંતુ   લોકોના દિલ સુધી પહોંચવાની કળા તેઓ સારી રીતે જાણતા હતા. ગોવિંદભાઇની વાત કરું તો તેમને દર્શકોના હૃદય સુધી વાત પહોંચાડતાં આવડતું હતું અને એટલે જ આજે ૨૭ વર્ષ બાદ પણ ‘દેશ રે જોયા’ ફિલ્મ લોકોને જોવી ગમે છે. ૨૦૦૧માં આવેલી ‘મહિયરમાં મનડું નથી લાગતું’ એ પ્રથમ ડોલ્બી ડિજિટલ અને સ્ટીરિયો સાઉન્ડ સાથે બનેલી ફિલ્મ હતી. પહેલાંના ડિરેક્ટર ઇ‌િન્સ્ટટ્યૂટમાંથી નહોતા આવ્યા, જાત-અનુભવથી બધું શીખ્યા હતા, પરંતુ આજે લોકો ઈન્સ્ટીટ્યૂટમાં ભણીને આવ્યા છે. તેથી ઓડિયન્સને પામી નથી શકતા. આજના જનરેશનને એ મેચ્યોરિટી મેળવતાં હજુ પાંચ વર્ષ લાગી જશે. પ્લસ-માઇનસ ચાલતું રહેતું હોય છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by HITENKUMAR (@hitenkumaar)


પાંચ વર્ષ જેટલો લાંબો બ્રેક લેવાનું કોઈ ખાસ કારણ?
જુઓ, તમે જ્યારે હીરો તરીકે એસ્ટાબ્લિશ થઇ જાઓ ત્યારે તમે પ્રોડક્ટ બની જતા હો છો. મારે તે બનવું ન હતું અને એટલે જ ૨૦૦૭માં મેં મારી ઉંમર કરતાં મોટી ઉંમરના રોલ કરવાની શરૂઆત કરી, કેમ કે હું થિયેટરનો માણસ હતો, હું સ્ટીરિયોટાઇપથી કંટાળ્યો હતો. મને અલગ અલગ શેડ્સ એટ્રેક કરતા હતા. ૨૦૦૭થી મને અજંપો હતો કે મારે કંઈક અલગ કરવું છે. જોકે અલગ કહેવાય તે‍વું બહુ ન મળ્યું તો કંટાળીને બ્રેક લીધો, વચ્ચે પાછાં થિયેટર્સ કર્યાં, અભિલાષા જેવી સિરિયલ કરી અને ફેમિલીને પણ સમય આપ્યો. તમને જ્યારે કામ પર જવાનો કંટાળો આવે ત્યારે સમજી લો કે તમારે બ્રેક લેવાનો સમય થઇ ચૂક્યો છે. મારી પાસે દરેક કેરેક્ટર અગાઉના કેરેક્ટરની કોપી જેવાં આવતાં હતાં. ઓલરેડી હું ૧૧૪ ફિલ્મો કરી ચૂક્યો હતો. મારે હૃદય વગર કામ નહોતું કરવું અને ખરાબ સિનેમા પણ નહોતું કરવું. હું માનું છું કે રાઇટ ટાઇમે બ્રેક લેવો જરૂરી હોય છે. 
‘ધુંઆધાર’ ફિલ્મથી કમબેકનો અનુભવ કેવો રહ્યો?
હું ‘ધુંઆધાર’ ફિલ્મમાં ઓડિયન્સ સાથે રિલેટ કરી શક્યો હતો. દર સાત વર્ષે જનરેશન ચેન્જ થતું હોય છે. તેના સાથે આપણે કનેક્ટ ન થઈએ તો પાછળ રહી જઈએ છીએ. ‘ધુંઆધાર’માં મલ્હાર સાથે કામ કરવાનો અનુભવ બેસ્ટ લાગ્યો. મલ્હાર સાથે આજનું યુથ હતુ‌ં, મારી પાસે મારો અનુભવ હતો. મને એ ફિલ્મમાં ડોક્ટર વાઘનો રોલ ચેલેન્જિંગ લાગ્યો. વચ્ચે મેં સુજાતા મહેતા સાથે ‘ચિત્કાર’   ફિલ્મ કરી, એ મારા માટે એક સપના સમાન હતું, કેમ કે તે મારું પ્લે હતું અને સુજાતા જેવી ટેલેન્ટેડ અભિનેત્રી સાથે મારે વર્ષોથી કામ કરવું હતું. ત્યાર બાદ મેં ‘રાડો’માં પણ અલગ કેરેક્ટર કર્યું. 
‘વશ’નો નેગેટિવ રોલ સ્વીકારતી વખતે ડર નહોતો લાગ્યો?
સાચું કહું તો મને લોકોએ આ રોલ માટે ખૂબ ડરાવ્યો હતો. ઘણા જાણીતા લોકોએ આ રોલ સાંભળીને તે કરવાની ના પાડી દીધી હતી. હું જ્યારથી ઇન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારથી મારે નેગેટિવ રોલ જ કરવા હતા. આટલાં વર્ષોની રાહ બાદ મને જ્યારે આ ફિલ્મ મળી ત્યારે હું તેને ના ન કહી શક્યો. મેં દરેક ફિલ્મમાં નાયકને તેના કેરેક્ટર પ્રમાણે કરવાની કોશિશ કરી હતી, પરંતુ તેમાં લિમિટેશન્સ આવી જતાં હતાં તો આ તક મારે ચૂકવી ન હતી. 
‘વશ’ની વાત કરું તો એ એક એ પાવરફુલ કેરેક્ટર હતું. આટલો મોટો દાનવ હોવા છતાં તેની આંખોમાં લસ્ટ ન હતો. આ મારા માટે એક મોટી ચેલેન્જ હતી. જો પાવરફુલ કેરેક્ટર હોય તો લોકો તમને સ્વીકારવા તૈયાર જ હોય છે. હા, તેની પાછળનું કારણ સોલિડ હોવું જોઇએ. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by HITENKUMAR (@hitenkumaar)


‘વશ’ની હિન્દી રિમેકમાં પ્રતાપ તરીકે કોને જોવા ઈચ્છો છો?
‘વશ’ના હિન્દી વર્ઝનના રાઇટ પેનોરામાએ ખરીદી લીધા છે. કુમાર મંગત અને અજય દેવગણ પ્રોડ્યૂસર છે. એ લોકોને આ ફિલ્મ ગજબ લાગી છે. વિલનનો રોલ જોઈ અજય દેવગણ ઊભો થઇ ગયો હતો. માધવન પ્રતાપનો રોલ કરી શકે તેવી વાત છે, પરંતુ મારી ચોઇસ અજય છે. જોકે ચેન્જ ઓવર કરવામાં તેની મૂળભૂત મજા ખોવાઈ જતી હોય છે. મને ફક્ત આ એક વાતનો ડર છે. 
૫૮ વર્ષની ઉંમરે પણ આટલા એનર્જેટિક હોવાનું રહસ્ય શું? 
તમે હૃદયથી જુવાન હશો અને છાતીમાં અસંખ્ય સપનાં રમાડતા હશો અને ઊડવા દેતા હશો તો તમે હંમેશાં યુવાન રહી શકશો. થેંક્સ ટુ માય પાર્ટનર, એણે મને ક્યારેય મારી ઉંમરનો અહેસાસ થવા દીધો નથી. તેણે મને હંમેશાં બાળકની જેમ ટ્રીટ કર્યો છે. બાળકની જેમ જીવતાં રહેવાની છૂટ આપી છે. મને મારા ફેમિલીએ ક્યારેય વડીલ તરીકે બિહેવ કરવા માટે ફોર્સ નથી કર્યો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ