બ્રેકિંગ ન્યુઝ
Anita Patani
Last Updated: 01:10 PM, 29 May 2021
ADVERTISEMENT
બેન્કમાં જનધન ખાતુ ખોલવાની સુવિધા આપવામાં આવી છે અને મોદી સરકાર તરફથી આ સૌથી મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાંથી એક છે. આ યોજના હેઠળ ગરીબ એક પણ રૂપિયો ભર્યા વગર પોતાનું ખાતુ ખોલાવી શકે છે અને જેમાં અલગ અલગ પ્રકારના નાણાકીય લાભ મળે છે.
ADVERTISEMENT
1.30 લાખ રૂપિયાનો મળશે લાભ
પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલાવેલા અકાઉન્ટના કારણે તમને 1.30 લાખ રૂપિયાનો લાભ થઇ શકે છે. જેમાં દુર્ઘટના વિમાનો લાભ પણ આપવામાં આવે છે. અકાઉન્ટ હોલ્ડરને 100000 રૂપિયાના એક્સિડન્ટ વીમા સાથે 30000 રૂપિયાનું જનરલ ઇન્સ્યોરન્સ આપવામાં આવે છે. જો દુર્ઘટનામાં અકાઉન્ટ હોલ્ડરનું મોત થઇ જાય છે તો 1 લાખ રૂપિયા મળે છે.
પ્રધાનમંત્રી જનધન યોજના સૌથી મહત્વકાંક્ષી નાણાકીય પ્રોગ્રામ છે જે બેન્કિંગ બચત તેમજ જમા ખાતા, વિમા અને પેન્શન જેવી સુવિધાઓ આપે છે. આ ખાતુ કોઇ પણ બેન્કની શાખામાંથી ખોલાવી શકાય છે.
કેવી રીતે ખોલાવશો અકાઉન્ટ
પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ પબ્લિક સેક્ટરની બેન્કમાં ખાતુ ખોલાવી શકાય છે અને તમે ઇચ્છો તો પ્રાઇવેટ બેન્કમાં પણ અકાઉન્ટ ખોલાવી શકો છો. જો તમારી પાસે સેવિંગ અકાઉન્ટ છે તો તમે તેને પણ જનધન ખાતામાં કનવર્ટ કરાવી શકો છો. ભારતમાં રહેનાર કોઇ પણ નાગરિક જેની ઉંમર 10 વર્ષ કે તેનાથી વધારે છે તે આ ખાતુ ખોલાવી શકે છે.
આ ડૉક્યુમેન્ટની પડશે જરૂર
જનધન ખાતુ ખોલાવવા માટે KYC હેઠળ દસ્તાવેજોની જરૂર પડશે. પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, વોટર ID કાર્ડ, પાસપોર્ટ કે મનરેગા જોબકાર્ડની જરૂર પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.