બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / If you fall asleep while driving, these goggles will wake you up, a great innovation of Surat students, will save your life.

વાયબ્રન્ટ વિચાર / ડ્રાઇવિંગ સમયે ઉંઘ આવશે તો આ ગોગલ્સ જગાડી દેશે, સુરતની વિદ્યાર્થિનીઓનું ગજબનું ઈનોવેશન, બચાવી લેશે જીવ

Vishal Khamar

Last Updated: 12:02 AM, 24 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અકસ્માતનાં બનાવો રોકવા માટે સુરતની વિદ્યાર્થીનીએ અનોખા ગોગલ્સ બનાવ્યા છે. જે ડ્રાઈવિંગ સમયે ઉંઘ આવશે તો જગાડશે. ચશ્મામાં લાગેલું સેન્સર વાયબ્રન્ટ થશે. ડ્રાઈવરને જાણ થઈ જશે તેને ઉંઘ આવે છે. સેન્સર ગોગલ્સ માર્ગ અકસ્માત ઘટાડશે તેવો દાવો પણ કરવામાં આવ્યો છે.

  • સુરતની વિદ્યાર્થિનીઓએ બનાવ્યા અનોખા ગોગલ્સ
  • ડ્રાઇવિંગ સમયે ઉંઘ આવશે તો જગાડશે ગોગલ્સ
  • 6 સેકન્ડ આંખ બંધ થાય તો તુરંત થશે વાયબ્રન્ટ 
  • સેન્સર ગોગલ્સ માર્ગ અકસ્માત ઘટાડશે તેવો દાવો

 દેશમાં બનતી માર્ગ અકસ્માતની ઘટના સૌથી મોટો ચિંતાનો વિષય બન્યો છે.કેટલીક વખતે વાહન ચલાવતી વખતે ચાલકની એક ઝપ્પી પણ અકસ્માત નોતરી શકે છે.આવા સંજોગોમાં અકસ્માતની બનતી ઘટનાઓને અટકાવવા સુરતના અઠવાલાઇન્સ સ્થિત વુમન યુનિવર્સીટીની વિધાર્થીનીઓ દ્વારા સેન્સર ગોગલ્સ તૈયાર કર્યા છે..જે ગોગલ્સ અકસ્માતની ઘટના અટકાવવામાં પણ ખૂબ ઉપયોગી બની રહેશે.
6 સેકન્ડ આંખ બંધ થાય તો તુરંત થશે વાયબ્રન્ટ 
અઠવાલાઇન્સ સ્થિત વનિતા વિશ્રામની વુમન યુનિવર્સીટીની BCA ની સાત વિદ્યાર્થીનીઓની ટીમ દ્વારા છેલ્લા એક અઠવાડિયાની મહેનત બાદ આ ખાસ ગોગલ્સ તૈયાર કરવામાં આવ્યા છે.આ ગોગલ્સ માં ખાસ પ્રકારનું વાઇબ્રેશન થાય તે મુજબનું સેન્સર મૂકવામાં આવ્યું છે. વાહન ચલાવતી વખતે જો ચાલકને ચારથી પાંચ સેકન્ડ માટે ઝોકું આવી જાય તો આ ચશ્મામાં લાગેલું સેન્સર વાઇબ્રન્ટ થાય છે.જેના કારણે ચાલકને તેની જાણકારી આપે છે. જેથી ચાલકને ખ્યાલ આવી જાય છે કે પોતાને ઊંઘ આવી રહી છે અને સલામતીના ભાગરૂપે ગાડી સાઈડે મૂકી દેવા અથવા તો ડ્રાઈવિંગ કરવાનું બંધ કરવાની આવશક્યતા રહેલી છે.  આ પ્રકારનું સંશોધન યુનિવર્સિટી ની બીસીએ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

યુનિવર્સિટીએ અકસ્માતોની સંખ્યા ઘટાડી શકાય તેવો દાવો
સમાજને ઉપયોગી બને તે માટે યુનિવર્સિટી નું કાર્ય  સંશોધન કરવાનું છે. આ google જો બજારમાં મૂકવામાં આવે તો મોટા પ્રમાણમાં અકસ્માતોની સંખ્યા ઘટાડી શકાય તેવો દાવો યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો છે.વિધાર્થીનિઓના જણાવ્યાનુસાર આ ગોગલ્સ ટીમ વર્કથી બનાવવામાં આવ્યા છે.જેમાં સેન્સર,આઈ બલિંગ સેન્સર સહિત અલગ અલગ સેન્સર લગાડવામાં આવ્યા છે.સાથે એક નાનકડી બેટરી પણ ફિટ કરવામાં આવી છે. 

સુરતની વિધાર્થીનીઓ દ્વારા આ સંશોધન કરી અત્યાધુનિક ચશ્મા તૈયાર કર્યા 
છ સેકન્ડ સુધી જો ચાલકની આંખ બંધ થઈ જાય તો આ ગોગલ્સ ચાલકને તેની જાણ કરવામાં ઉપયોગી સાબિત થઈ શકે છે.જેથી અકસ્માતની ઘટના બનતા અટકાવી શકાય છે.અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં અકસ્માતની ઘટનાઓનો ગ્રાફ દિનબદીન વધતો જઈ રહ્યો છે.જે અકસ્માત નો ગ્રાફ ઘટાડવા અથવા બનતી અકસ્માતની ઘટનાને અટકાવવા સુરતની વિધાર્થીનીઓ દ્વારા આ સંશોધન કરી અત્યાધુનિક ચશ્મા તૈયાર કર્યા છે.જેને બજારમાં લાવવા વિચારણા કરવામાં આવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ