બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / બિઝનેસ / If you are in the habit of making payment by cheque be careful otherwise you will have to suffer a big loss

તમારા કામનું / ચેકથી પેમેન્ટ કરવાની છે આદત તો આજથી જ ચેતી જજો, નહીં તો ભોગવવું પડશે મોટું નુકસાન

Arohi

Last Updated: 07:18 PM, 19 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારે બેંક કોઈપણ કારણોસર ચેક રિજેક્ટ કરે છે અને પેમેન્ટ ન થઈ શકે, તો તેને ચેક બાઉન્સ ગણવામાં આવે છે.

  • ચેક બાઉન્સ થવા પર શું છે નિયમો? 
  • ચેક બાઉન્સ ન થાય તે માટે આ વાતોનું રાખો ધ્યાન 
  • નહીં તો ભોગવવું પડશે મોટું નુકસાન

જો તમે કોઈને ચૂકવણી કરવા માટે ચેકનો ઉપયોગ કરો છો, તો ઘણી બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. નહિંતર જો ચેક બાઉન્સ થાય તો તમારે ભારે દંડ ભરવો પડી શકે છે. આ સાથે તમારે જેલ પણ જવું પડી શકે છે. 

કારણ કે ચેક બાઉન્સ થવો એ કોર્ટની ભાષામાં કાયદેસરનો ગુનો ગણાય છે. જેમાં નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881 હેઠળ દંડની સાથે સજાની જોગવાઈ કરવામાં આવી છે.

કયા કારણોથી ચેક બાઉન્સ થાય છે? 
જણાવી દઈએ કે જ્યારે કોઈ બેંક કોઈ કારણસર ચેક રિજેક્ટ કરે છે અને પેમેન્ટ કરવામાં આવતું નથી, તો તેને ચેક બાઉન્સ ગણવામાં આવે છે. આવું થવાનું કારણ મોટાભાગના ખાતાઓમાં બેલેન્સનો અભાવ છે. આ સિવાય જો વ્યક્તિના હસ્તાક્ષરમાં તફાવત હોય તો પણ બેંક ચેકને રિજેક્ટ કરી દે છે. જેના કારણે તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

ચેક બાઉન્સનું કારણ

  • બેંક ખાતામાં પુરતા પૈસા ન હોવા
  • સહી એક સમાન ન હોવી.
  • એકાઉન્ટ નંબર એક સરખો ન હોવો
  • ચેકની તારીખ સાથે ઇશ્યૂ.
  • શબ્દો અને આંકડાઓમાં રકમ એક સરખી ન હોવી 
  • ફાટેલો ચેક 
  • ઓવરડ્રાફ્ટની લિમિચને પાર કરવી

જ્યારે ચેક બાઉન્સ થાય છે, ત્યારે ચેક આપનાર વ્યક્તિએ તેના વિશે જાણકારી આપવાની હોય છે. જે પછી તેણે તમને 1 મહિનાની અંદર ચૂકવણી કરવાની હોય છે. આમ કરવામાં નિષ્ફળતાના કિસ્સામાં વ્યક્તિને કાયદાકીય નોટિસ મોકલવામાં આવે છે અને તે પછી પણ, જો 15 દિવસ સુધી કોઈ જવાબ ન મળે, તો તેની વિરુદ્ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, 1881ની કલમ 138 હેઠળ કેસ નોંધવામાં આવે છે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ, 1881 હેઠળ, વ્યક્તિ સામે કાર્યવાહી થઈ શકે છે અને ચેક ડ્રોઅરને બે વર્ષ સુધીની સજા થઈ શકે છે.

ફક્ત ત્રણ મહિનાનો હોય છે સમયગાળો 
ચેક, બેંક ડ્રાફ્ટ હાલમાં તેમના ઈશ્યુના 3 મહિના માટે માન્ય હોય છે. 3 મહિના જુનો ચેક સ્વીકારવામાં આવતો નથી. આ નિયમ એ વ્યક્તિની સલામતી માટે છે જેણે ચેક લખ્યો છે, કારણ કે એવી સંભાવના છે કે ચુકવણી અન્ય કોઈ માધ્યમથી કરવામાં આવી હોય અથવા ચેક ખોવાઈ ગયો હોય અથવા ચોરાઈ ગયો હોય.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ