બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / If you are also experiencing these 10 symptoms in the body? So be careful

લાઇફસ્ટાઇલ / જો તમે પણ શરીરમાં અનુભવી રહ્યાં આ 10 લક્ષણો? તો ચેતી જજો, હોઇ શકે છે આ ગંભીર બીમારીનો સંકેત

Pooja Khunti

Last Updated: 11:15 AM, 1 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Symptoms of low Blood Sugar: ડાયાબિટીસનાં દર્દીઓ માટે જેમ હાઇ બ્લડ શુગર લેવલ નુકસાનકારક છે તેવી જ રીતે લો બ્લડ શુગર લેવલ પણ ખતરનાક છે. આ સ્થિતિને હાઈપોગ્લાયકેમિઆ કહેવામાં આવે છે.

  • પરસેવો થાય અથવા ઊંઘવામાં સમસ્યા જણાય
  • નાની-નાની બાબત પર ચિંતા થતી હોય
  • હાઇ શુગરવાળા ફ્રૂટ્સ અને ખોરાકનું સેવન કરો

જે લોકોને ડાયાબિટીસની સમસ્યા નથી તે લોકોને હાઈપોગ્લાયકેમિઆ થવાની સંભાવના ખુબજ ઓછી છે. આકસ્મિક રીતે ડાયાબિટીસની દવા ખાય લેવાથી તમારું બ્લડ શુગર લેવલ ઓછું થઈ શકે છે. આ સિવાય પણ દારૂનાં સેવનથી, ભૂખ્યા રહેવાથી, કિડનીની સમસ્યાથી અથવા ગ્લુકોઝ ઉત્પન્ન કરતાં હોર્મોન્સની અછતનાં કારણે લો બ્લડ શુગર લેવલની સમસ્યા થઈ શકે છે. 

હાઈપોગ્લાયકેમિઆની સમસ્યા 
તમને જોવામાં ઝાંખપ આવે, હ્રદયનાં ધબકાર વધી જાય, કામ કર્યા વગર થાક લાગે, ચક્કર આવે, પરસેવો થાય અથવા ઊંઘવામાં સમસ્યા જણાય તો સમજવું કે તમને હાઈપોગ્લાયકેમિઆની સમસ્યા છે. 

વાંચવા જેવું: ફેફસાંમાંથી કફને કાઢીને બહાર ફેંકી દેશે આ 8 નુસખા: શિયાળામાં શરદી થાય તો ખાસ કામમાં આવશે

આચકો લાગવો 
જો તમે વારંવાર વાઇબ્રેશન અથવા આચકો અનુભવતા હોય તો આ લક્ષણને ભૂલથી પણ નજરઅંદાજ ન કરો. આ સમસ્યા લો બ્લડ શુગર લેવલનાં કારણે પણ થઈ શકે છે. વહેલી તકે ડોક્ટરની મુલાકાત લો. 

ચિંતા અને તણાવ 
થોડા દિવસોથી તમને નાની-નાની બાબત પર ચિંતા થતી હોય, તમે સામાન્ય વાતમાં ચીડિયાપણું અનુભવો અથવા માથામાં દુ:ખાવો થાય તો સમજી લેવું કે તમને હાઈપોગ્લાયકેમિઆની સમસ્યા છે. 

તેનાથી બચવાના ઉપાય 
હાઈપોગ્લાયકેમિઆનાં લક્ષણોને નજરઅંદાજ ન કરો. તમે બેભાન થઈ શકો છો. શરીરમાં બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવા માટે હાઇ શુગરવાળા ફ્રૂટ્સ અને ખોરાકનું સેવન કરો. ડોક્ટર દ્વારા આપેલી દવાનું નિયમિત રીતે સેવન કરો.  


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ