બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

VTV / સ્પોર્ટસ / Cricket / ICC had already announced the prize money spent Rs. 83.29 crore was budgeted. Out of this, the winning team will get Rs 33.31 crore

World cup 2023 / વર્લ્ડકપ જીતનાર ટીમને મળશે 33 કરોડ રૂપિયા: હારી ગયા તો આટલા રૂપિયામાં કરવો પડશે સંતોષ

Pravin Joshi

Last Updated: 04:51 PM, 18 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતે સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ફાઈનલની ટિકિટ બુક કરી લીધી છે. આ સાથે જ કાંગારૂ ટીમે દક્ષિણ આફ્રિકા સામે જીત મેળવી હતી. હવે 20 વર્ષ બાદ બંને ટીમો ફરી એકવાર ટાઈટલ મેચમાં સામસામે ટકરાશે.

  • વર્લ્ડકપ ફાઈનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો આમને-સામને થશે
  • આઈસીસીએ ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ ઈનામી રકમની જાહેરાત કરી 
  • વિજેતા ટીમને રૂ.33.31 કરોડ, હારનારી ટીમને રૂ.16.65 કરોડ મળશે

વર્લ્ડ કપ હવે અંતિમ તબક્કામાં છે. 46 દિવસના આ મોટા ઈવેન્ટમાં ભારતમાં 47 મેચ રમાઈ છે. હવે છેલ્લી અને અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો આમને-સામને થશે. ભારત અત્યાર સુધીમાં બે વખત ચેમ્પિયન બન્યું છે અને ઓસ્ટ્રેલિયા પાંચ વખત ટાઈટલ જીતવામાં સફળ રહ્યું છે. ટીમ ઈન્ડિયાની નજર 12 વર્ષ બાદ વિજેતા બનવા પર છે. આ મેચ જીતનારી ટીમ પર પૈસાનો વરસાદ થશે.

ટુર્નામેન્ટ માટે રૂ. 83.29 કરોડ (US$10 મિલિયન)નું બજેટ

આઈસીસીએ ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ ઈનામી રકમની જાહેરાત કરી દીધી હતી. તેણે ટુર્નામેન્ટ માટે રૂ. 83.29 કરોડ (US$10 મિલિયન)નું બજેટ નક્કી કર્યું હતું. તેમાંથી વિજેતા ટીમને 33.31 કરોડ રૂપિયા (ચાર મિલિયન યુએસ ડોલર) મળશે. સાથે જ ફાઈનલમાં હારનારી ટીમને 16.65 કરોડ રૂપિયા (બે મિલિયન યુએસ ડોલર)થી સંતોષ માનવો પડશે.

સેમી ફાઈનલ અને ગ્રુપ રાઉન્ડમાં હારેલી ટીમોને પણ પૈસા મળ્યા હતા

સેમિફાઇનલમાં હારેલી ટીમોને રૂ. 6.66 કરોડ (US$800,000) મળ્યા હતા. દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડને સેમીફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ ગ્રૂપ રાઉન્ડમાં બહાર થઈ ગયેલી છ ટીમો પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેધરલેન્ડને પણ પૈસા મળ્યા છે. આ છ ટીમોને રૂ. 83.29 લાખ (US$100,000) મળ્યા હતા.

સેમીફાઈનલમાં ભારતે ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું

ભારતે સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ફાઈનલની ટિકિટ બુક કરી લીધી છે. આ સાથે જ કાંગારૂ ટીમે દક્ષિણ આફ્રિકા સામે જીત મેળવી હતી. હવે 20 વર્ષ બાદ બંને ટીમો ફરી એકવાર ટાઈટલ મેચમાં સામસામે ટકરાશે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ ભારતને 125 રનથી હરાવીને ટાઈટલ જીત્યું હતું.

ટીમ ઈન્ડિયાની નજર બદલો લેવાની છે

ભારતની નજર 2003માં મળેલી હારનો બદલો લેવા પર છે. તેણે 2019 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને સેમિફાઇનલમાં હરાવીને હારનો બદલો લીધો હતો. હવે તેની નજર બીજા વેર પર છે. ટીમ ઈન્ડિયા 20 વર્ષ પહેલા અમદાવાદમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં મળેલી હારનો બદલો લેવા માંગશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ