બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / I was pressured not to judge: Big reveal of ex-judge who ruled on Ram Janmabhoomi case

નિવેદન / મારા પર ચુકાદો ન આપવા દબાણ હતું: રામ જન્મભૂમિ કેસ પર ચુકાદો આપનાર પૂર્વ જજનો મોટો ખુલાસો

Priyakant

Last Updated: 11:08 AM, 4 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ram Janmabhoomi Case News: નિવૃત્ત જસ્ટિસ સુધીર અગ્રવાલ 2010માં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસમાં નિર્ણાયક ચુકાદો સંભળાવનારી અલ્હાબાદ હાઈકોર્ટની બેંચનો હતા ભાગ

  • રામ જન્મભૂમિ કેસ પર ચુકાદો આપનાર પૂર્વ જજનું એક મોટું નિવેદન 
  • ચુકાદો ન આપવા માટે મારા પર દબાણ હતું: નિવૃત્ત જસ્ટિસ સુધીર અગ્રવાલ 
  • જસ્ટિસ અગ્રવાલ 23 એપ્રિલ 2020ના રોજ હાઈકોર્ટમાંથી થયા હતા નિવૃત્ત 

રામ જન્મભૂમિ કેસ પર ચુકાદો આપનાર પૂર્વ જજનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, નિવૃત્ત જસ્ટિસ સુધીર અગ્રવાલ 2010માં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસમાં નિર્ણાયક ચુકાદો સંભળાવનારી અલ્હાબાદ હાઈકોર્ટની બેંચના ભાગ હતા. તેમણે દાવો કર્યો હતો કે, ચુકાદો ન આપવા માટે તેમના પર દબાણ હતું. તેમણે કહ્યું કે જો તેમણે આમ ન કર્યું હોત તો આગામી 200 વર્ષ સુધી આ મામલે કોઈ નિર્ણય ન આવ્યો હોત. જસ્ટિસ અગ્રવાલ 23 એપ્રિલ 2020ના રોજ હાઈકોર્ટમાંથી નિવૃત્ત થયા હતા.

મેરઠમાં શુક્રવારે એક ખાનગી કાર્યક્રમમાં જસ્ટિસ સુધીર અગ્રવાલે કહ્યું કે, ચુકાદો જાહેર થયા બાદ હું ધન્યતા અનુભવી રહ્યો છું, મારા પર કેસમાં ચુકાદો ટાળવા માટે દબાણ હતું. ઘરની અંદર તેમજ બહારથી દબાણ હતું. કુટુંબીજનો અને સગાં-સંબંધીઓ બધા જ સૂચન કરતા રહ્યા કે તે,ણે થોડો સમય પસાર થવા માટે રાહ જોવી જોઈએ અને પોતે નિર્ણય ન લેવો જોઈએ.

..... તો 200 વર્ષ સુધી પણ નિર્ણય ન આવ્યો હોત
આ સાથે તેમનું એમ પણ કહેવું છે કે, જો તેમણે 30 સપ્ટેમ્બર 2010ના રોજ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદમાં ચુકાદો ન આપ્યો હોત તો આગામી 200 વર્ષ સુધી પણ નિર્ણય ન આવ્યો હોત. 30 સપ્ટેમ્બર 2010ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટે 2:1ની બહુમતીથી ચુકાદો આપ્યો હતો કે, અયોધ્યામાં 2.77 એકર જમીનને ત્રણ ભાગમાં સમાનરૂપે વહેંચવામાં આવે, એક સુન્ની વક્ફ બોર્ડને, એક નિર્મોહી અખાડાને. અને એક ભાગ 'રામ લલ્લા'ને આપવાનો હતો.
 
આ બેંચમાં જસ્ટિસ એસયુ ખાન, જસ્ટિસ સુધીર અગ્રવાલ અને જસ્ટિસ ડીવી શર્માનો સમાવેશ થાય છે. નવેમ્બર 2019માં એક સીમાચિહ્નરૂપ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, અયોધ્યામાં વિવાદિત જમીન પર મંદિર બનાવવામાં આવશે અને સરકારને મુસ્લિમ પક્ષકારોને અન્યત્ર પાંચ એકરનો પ્લોટ આપવાનો આદેશ આપ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ