બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / I Feel The Pressure And Bit Scared During Batting Says Ms Dhoni

નિવેદન / ધોનીનો ખુલાસો, ''બેટિંગ દરમિયાન દબાણ લાગવાની સાથે ડર પણ લાગે છે''

Juhi

Last Updated: 06:35 PM, 7 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિપરીત સ્થિતિમાં શાંત રહીને પોતાની ટીમને જીત અપાવનાર મહેન્દ્ર સિંહ ધોનીની સૌથી મોટી ખાસિયત છે.ધોની ટીમ ઇન્ડિયાને ઘણાં મોટા ટાઇટલ્સ અપાવી ચૂક્યો છે, જેમાં તેણે સાબિત કરી દીધુ છે કે કંઇ અસંભવ નથી. ધોની તમામ પરિસ્થિતિમાં કૂલ રહીને પોતાના લક્ષ્યને પૂરુ કરવાનું જાણે છે, તેની આજ ખાસિયત તેણે બધા કરતા અલગ કરે છે. પરંતુ પૂર્વ ભારતીય કેપ્ટને સ્વીકાર્યુ કે તેના પર દબાણ અને ડરની અસર થાય છે.

  • બેટિંગની શરૂઆતમાં તમામની જેમ થવું છું નર્વસ, પ્રેશર લાગે છે
  • ઇનિંગની શરૂઆતના 5-10 બૉલ રમતા દબાણ લાગે છે, પરંતુ કહેતુ નથી
  • ટીમ અને ખેલાડીઓની સાથે હંમેશા રહેવો જોઇએ મેન્ટલ કન્ડિશનિંગ કોચ
  • કન્ડિશનિંગ કોચ હોવાથી જાણી શકાશે કે ખેલાડીને ક્યાં થઇ રહી છે સમસ્યા

ખેલમાં ટોપ પરફોર્મન્સ મેળવવા માટે એમફોરની પહેલા માનસિક અનુકૂળ કાર્યક્રમનું સમર્થન કરતા ધોની માનસિક સ્વાસ્થ્ય (મેન્ટલ હેલ્થ) ના મુદ્દા પર પોતાની વાત કહી. એમફોરની તરફથી જારી કરવામાં આવેલી વાતમાં ધોનીએ કહ્યુ કે, ''મને લાગે છે કે ભારતમાં હજુ પણ સ્વીકાર કરવું મોટી વાત છે કે માનસિક પહેલૂને લઇને કોઇ નબળાઇ છે, સામાન્ય રીતે તેણે માનસિક બિમારી કહેવાય છે.''

એમફોરમાં ધોનીએ કહ્યુ કે, વિભિન્ન રમતના કોચ સાથે વાતચીત દરમિયાન ટિપ્પણી કરી. COVID 19 મહામારીને કારણે દેશભરમાં લોકડાઉન જાહેર કર્યા પહેલા આ કાર્યક્રમને આયોજિત કરવામાં આવ્યો હતો. ગત વર્ષે જૂલાઇમાં વર્લ્ડકપ સેમિફાઇનલમાં હાર મેળવ્યા પછી ટીમ ઇન્ડિયામાંથી દૂરી બનાવ્યા પછી ધોનીએ કહ્યુ કે, ''આજે પણ માનસિક સમસ્યાઓ સ્વીકારવી એ ભારતમાં મોટો મુદ્દો છે. ખાસ કરીને ખેલાડીઓ સાથે. ખરેખર કોઈ કહેતું નથી કે, જ્યારે હું બેટિંગ કરવા જાઉં છું, ત્યારે પ્રથમ 5થી 10 બોલ રમતી વખતે હ્રદયના ધબકારા વધી જાય છે. હું દબાણ અનુભવું છું, મને થોડો ડર લાગે છે. દરેક વ્યક્તિને એવું લાગે છે. પરંતુ તેનો સામનો કેવી રીતે કરવો તે કોઈ કહેતું નથી?''

વિકેટકીપર બેટ્સમેને કહ્યું કે, ''જો મેન્ટલ કન્ડિશનિંગ કોચ થોડા દિવસો માટે ટીમ સાથે જોડાય છે, તો તેનો વધારે ફાયદો નહીં થાય. કારણ કે તે પછી થોડા દિવસો માટે જ પોતાના અનુભવો ખેલાડીઓ સાથે શેર કરી શકશે. જો તે સતત ટીમ સાથે હોય, તો પછી તેઓ સમજી શકે કે તે કયા ક્ષેત્ર છે જે કોઈ ખેલાડીની રમતને અસર કરે છે.''

સંકળાયેલા મુદ્દાઓ

Cricket India MS Dhoni MS Dhoni on Mental Health Team India sports viral Statement
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ