બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Husn's Waplow in the guise of a massage at the spa
Vishal Khamar
Last Updated: 06:29 PM, 3 October 2023
ADVERTISEMENT
વડોદરા શહેરમાં સમા-સાવલી રોડ પર સ્પાની આડમાં દેહ વેપારનો ધંધો હોવાની બાતમીનાં આધારે પોલીસે રેડ કરી બે વ્યક્તિઓની ધરપકડ કરી તેઓ સામે કાયદેસરના કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે સ્પાનો સંચાલક પોલીસને જોઈ ફરાર થઈ ગયો હતો.
ADVERTISEMENT
પોલીસે બે લોકોની ધરપકડ કરી
વડોદરામાં છેલ્લા ઘણા સમયથી સ્પાની આડમાં દેહ વ્યાપારનો ધંધો ફુલ્યો ફાલ્યો છે. વડોદરામાં સમા-સાવલી રોડ પર અન્ના સ્પાનાં સંચાલક બંટી ચંદવાણી સ્પાની આડમાં છેલ્લા ઘણા સમયથી દેહવ્યાપારનું રેકેટ ચલાવતો હોવાની માહિતી પોલીસને મળતા પોલીસે રેડ કરી ઈમ્તિયાઝ શેખ અને હિતેશ ચંદવાણીની ધરપકડ કરી હતી.
અન્ના સ્પાનો સંચાલક પોલીસને જોઈ ફરાર
વડોદરાનાં સમા-સાવલી રોડ પર આવેલ અન્ના સ્પામાં છેલ્લા ઘણા સમયથી ચાલતા દેહ વ્યાપારનાં ધંધા પર રેડ કરી બે લોકોની ધરપકડ કરી છે. ત્યારે સ્પા પર રેડ પડી હોવાની બાતમી અન્ના સ્પાનાં સંચાલક બંટી ચંદવાણીને થતા સ્પા સંચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્પા સંચાલક સામે પણ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.