બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડિલેગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ગુજરાત / અમદાવાદ / Husband love affair domestic violence case ahmedabad vejalpur

લૉકડાઉનમાં લફરું / અમદાવાદમાં પત્નીની જાણ બહાર પતિએ એવું કામ કર્યું કે નોંધાઇ ફરિયાદ

Hiren

Last Updated: 05:26 PM, 6 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનામાં આવેલા લોકડાઉનથી ઘરેલુ હિંસાના કેસમાં વધારો જોવા મળ્યો છે. જેમાં કેટલાક કેસનું સમાધાન સામાજિક રીતે થયું છે, જ્યારે કેટલાક કેસ પોલીસ સ્ટેશન સુધી આવી પહોંચ્યા છે.

  • પત્નીની જાણ બહાર પતિ પ્રેમિકા સાથે ફરાર
  • મહિલાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
  • પત્ની ઘરખર્ચ માગતી તો પતિ માર મારતો

કોરોનાકાળમાં પત્ની પાસે જવાનું બંધ કરી દઇને યુવતી સાથે નાસી જનાર પતિ વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પત્ની પતિને સાસરિયાંથી અલગ રહેવા માટે લઇ ગઇ હતી. જોકે પતિ અઠવાડિયામાં એક જ વખત પત્ની પાસે જતો હતો. 

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતી ૩૬ વર્ષિય મહિલાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં પતિ તેમજ સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે મહિલાનાં લગ્ન વર્ષ ૨૦૧૦માં ગોમતીપુરમાં રહેતા યુવક સાથે થયાં હતા. લગ્ન બાદ મહિલાને સાસુ-સસરા અને અન્ય સાસરિયાંએ દોઢેક વર્ષ સુધી સારી રીતે રાખ્યા બાદ નાની-મોટી વાતોમાં ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. મહિલાને તેના પુત્રની સામે પતિ પણ અલગ અલગ બાબતોમાં ઝઘડા કરી મારમારી ત્રાસ આપતો હતો. 

સાસરિયાંના ત્રાસથી પત્ની અલગ રહેવા ગઇ ચાલી ગઇ

સાસરિયાંના ત્રાસથી કંટાળીને મહિલા તેના સાસરિયાંથી અલગ પતિ સાથે રહેવા માટે ગઇ હતી ત્યારે સાસુ સસરાએ મહિલાને અલગ નહીં રહેવાનું કહ્યું હતું. જોકે મહિલા નહીં માનતાં તે અલગ રહેવા ગઇ હતી. મહિલાના આ નિર્ણયથી તેનો પતિ વિરોધમાં હતો. જેથી તે માતા-પિતા સાથે રહેતો હતો અને અઠવાડિયામાં એક જ દિવસ પત્ની અને પુત્ર પાસે રહેવા માટે જતો હતો.

'મારા દીકરાને જ્યાં જવુ હશે ત્યાં જશે તારે શું કામ છે, તું તલાક આપી દે' - સાસરિયા

મહિલા જ્યારે ઘરખર્ચ માગતી હતી ત્યારે તેને પતિ માર મારતો હતો. કોરોનાની મહામારી વખતે લોકડાઉન આવતાં મહિલા પાસે તેનો પતિ આવતો નહિ અને જ્યારે તે ફોન કરે તો તે ઉપાડતો પણ નહિ. મહિલા તેનો પતિ આવશે તેવી આશા રાખીને બેઠી હતી. તેવામાં તેને જાણવા મળ્યું કે તેનો પતિ કોઈ યુવતીને લઈને ભાગી ગયો છે. જેથી મહિલાએ તેની સાસુ અને સસરાને પૂછતાં તે લોકોએ કહ્યું કે મારા દીકરાને જ્યાં જવું હશે ત્યાં જશે તારે શું કામ છે તું તલાક આપી દે. આમ પતિ સહિતનાં સાસરિયાંએ ત્રાસ આપતાં આખરે મહિલાએ ફરિયાદ નોંધાવતાં વેજલપુર પોલીસે તપાસ શરૂ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ