બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / Husband died of HIV, wife made relation with brother-in-law's son

હેરાનીભરી ઘટના / HIV પોઝિટીવ મહિલાએ જેઠના પુત્ર સાથે બળજબરીથી કર્યું સેક્સ, હવે થઈ આવી હાલત

Hiralal

Last Updated: 07:16 PM, 5 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાખંડના ઉધમસિંહ નગરમાં HIV પોઝિટીવ મહિલાની જેઠના પુત્ર સાથે બળજબરીપૂર્વક સેક્સ કરવાના આરોપમાં ધરપકડ થઈ છે.

  • ઉત્તરાખંડના ઉધમસિંહ નગરની ચોંકાવનારી ઘટના
  • HIV પોઝિટીવ મહિલાએ જેઠના પુત્ર સાથે બળજબરીથી કર્યું સેક્સ
  • હવે રેપના આરોપમાં થઈ ધરપકડ 

પોતાની કામવાસના સંતોષવા માટે એક મહિલાએ તમામ હદ પાર કરી નાખી છે એટલું જ નહીં પરંતુ આવું કરતી વખતે તેણે પોતાના સગા જેઠના 15 વર્ષના છોકરાનું પણ જીવન જોખમમાં મૂક્યું હતું. એચઆઈવી પોઝિટીવ વિધવા મહિલા પોતાના જેઠના પરિવાર સાથે ખૂબ ખાર ધરાવતી હતી અને તેણે જેઠના પરિવારને બર્બાદ કરી નાખવા માગતી હતી. આથી તેણે સૌથી પહેલા જેઠના 15 વર્ષના છોકરા પર નજર ઠેરવી અને તેને લલચાવવાનો પ્રયાસ કર્યો અને તેની સાથે સેક્સ માણ્યું. ઉત્તરાખંડના ઉધમસિંહ નગરમાં રહેતી વિધવા પણ એચઆઈવી પોઝિટીવ મહિલાએ પોતાની વાસના સંતોષવા માટે પોતાના જેઠના 15 વર્ષના છોકરાનો ઉપયોગ કર્યો. આ જાણકારી સામે આવતા અરેરાટી મચી ગઈ છે. 

શું છે મામલો
આરોપી મહિલાના પતિનું ડિસેમ્બરમાં એઈડ્સની બીમારીને કારણે મોત થયું હતું. પતિના અવસાન બાદ મહિલા પોતાના ગામ યુપીના પીલીભીતમાં જતી રહી હતી અને ત્યાં રહેવા લાગી હતી. આ દરમિયાન તેના પતિના મોટાભાઈનો 15 વર્ષનો પુત્ર પણ ત્યાં હોળીનો તહેવાર મનાવવા આવ્યો હતો. પોતાની અધૂરી રહેલી વાસના સંતોષવા માટે મહિલાએ તેના આ ભત્રીજાને શિકાર બનાવ્યો અને તેની સાથે બળજબરીપૂર્વક સેક્સ માણ્યું હતું. આ પછી પણ મહિલાને જ્યારે પણ તક મળી ત્યારે તેણે ભત્રીજા પર જાતિય હુમલો કર્યો હતો. 

જેઠના પરિવાર પ્રત્યે ઈર્ષાથી પીડાતી હતી મહિલા, ભત્રીજાને એચઆઈવી પોઝિટીવ કરવાનો કર્યો પ્રયાસ 
આ ઘટના બાદ છોકરો પાછો ઉધમસિંહ નગર આવતો રહ્યો હતો અને મહિલા પણ ત્યાં આવતી રહી હતી. ત્યાર બાદ મહિલા સતત પુત્ર સાથે તેની યૌન ઈચ્છા સંતોષતી રહી હતી. ભત્રીજા સાથે ફક્ત યૌન ઈચ્છા સંતોષવાનો જ મહિલાનો હેતુ નહોતો પરંતુ તે જેઠના પરિવાર સાથે ખૂબ ઈર્ષાથી પીડાતી હતી આથી તેણે ભત્રીજા સાથે સેક્સ માણવાનો અને તેને એચઆઈવી પોઝિટીવ કરવાનો ખૌફનાક વિચાર આવ્યો હતો. 

આ રીતે આખા મામલાનો થયો ખુલાસો 
આરોપી મહિલા સતત છોકરાને ધમકાવી રહી હતી. 2 એપ્રિલે ફરી એકવાર તેણે છોકરા સાથે સેક્સ માણવાનો પ્રયાસ કર્યો હતો. 
આ દરમિયાન તેની માતાને ખબર પડી હતી અને તેમને ખૂબ આઘાત લાગ્યો હતો. આ પછી છોકરાએ આખી વાત માતાને કહી. તે જ દિવસે છોકરાના માતા-પિતાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં મહિલા વિરુદ્ધ FIR નોંધાવી હતી. પોલીસે મહિલાની IPCની કલમ 270 અને POCSO એક્ટની કલમ 5 અને 6 હેઠળ ધરપકડ કરી છે. તેના પર સગીર પર ગંભીર જાતીય હુમલો કરવાનો અને જીવલેણ રોગનો ચેપ ફેલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

ઉધમસિંહ નગર પોલીસે રેપના આરોપસર આરોપી મહિલાની ધરપકડ કરી
પોતાના ભત્રીજા સાથે સતત સેક્સ માણનાર મહિલાની પોલીસે રેપના આરોપસર ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ